बृहस्पते प्रथमं वाचो अग्रं यत्प्रैरत नामधेयं दधानाः ।
यदेषां श्रेष्ठं यदरिप्रमासीत्प्रेणा तदेषां निहितं गुहाविः ॥ ऋक् : १०.७१.१

હે વિદ્યાના દેવ બૃહસ્પતિ! અનામીને નામ આપતી સર્વપ્રથમ ઋષિઓએ ઉચ્ચારેલી વાણી, શ્રેષ્ઠ અને સૌથી વધુ પવિત્ર હતી. એ આર્ષવાણી તેમના હૃદયમાં રહેલ દિવ્યતત્ત્વના આનંદના ઉદ્‌ગારોને પ્રગટ કરે છે.

ब्रह्मा कृणोति वरुणो गातुविदं तमीमहे ।
व्यूर्णोति हृदा मतिं नव्यो जायतामृतं वित्तं मे अस्य रोदसी ॥ ऋक् : १०.१०५.१५

વરુણ સ્તોત્ર રચે છે, એ પથપ્રદર્શક પ્રભુનાં આપણે ગુણગાન ગાઈએ છીએ. તેઓ જ હૃદયમાંથી બુદ્ધિના દ્વાર ખોલી નાખે છે. એનાથી નવીન સત્ય પ્રગટે છે. હે દ્યાવાપૃથિવી! મારી આ પ્રાર્થના સાંભળો.

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.