वीताखिलविषयेच्छं जातानन्दाश्रुपुलकमत्यच्छम्‌।
सीतापतिदूतायं वातात्मजमद्य भावये हृद्यम्‌।।

જેમની સકલ વિષયેચ્છાઓ નિર્મૂળ થઈ ગઈ છે, (શ્રીરામનાં શ્રવણ-સ્મરણ કે દર્શન માત્રથી) જેમની આંખોમાં આનંદાશ્રુ છલકાઈ ઊઠે છે, અને જેઓ સીતાપતિ શ્રીરામના મુખ્ય દૂત છે તેવા અતિશય પ્રિય પવનપુત્ર હનુમાનનું હું ભાવપૂર્વક સ્તવન કરું છું.

तरुणारुणमुखकमलं करूणारसपूरपूरितापाङ्गम्‌।
संजीवनमाशासे मुञ्जुलमहिमानमञ्जनाभाग्यम्‌।।

જેમનું મુખકમલ તેજસ્વી સૂર્ય સમાન દીપી રહ્યું છે, જેમનાં નેત્રોના ખૂણા કરુણાથી છલકાય છે, જેઓ જીવનરક્ષક છે અને જેમનો મહિમા મધુરતાથી ચારે તરફ રણકી રહ્યો છે એવા, માતા અંજનાના સદ્‌ભાગ્ય બની રહેલા શ્રી હનુમાનની હું સ્તુતિ કરું છું.

(શ્રીમત્‌ શંકરાચાર્ય રચિત ‘હનુમત્પંચરત્નમ્‌’ શ્લો. ૧-૨)

Total Views: 224

One Comment

  1. દલસુખભાઈ કાનજીભાઈ પ્રજાપતિ April 24, 2023 at 11:01 am - Reply

    જય હનુમાન ગયાન ગુણ સાગર.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.