का त्वं शुभे शिवकरे सुखदुःखहस्ते आघूर्णितं भवजलं प्रबलोर्मिभङ्गैः ।
शान्तिं विधातुमिह किं बहुधा विभग्नाम् मातः प्रयत्नपरमासि सदैव विश्वे ॥
હે કલ્યાણમયી મા! સુખ અને દુ:ખ તમારા બે હાથ છે; તમે કોણ છો? સંસાર રૂપી જળને, પ્રબળ તરંગો દ્વારા ચક્કર ચક્કર ફેરવો છો. શું તમે વિવિધ રીતે તૂટી પડેલી શાંતિને વિશ્વમાં પાછી પ્રતિષ્ઠિત કરવા માટે સદૈવ અહીં પ્રયત્નશીલ થઈ રહ્યાં છો?
संपादयत्यविरतं त्वविरामवृत्ता या वै स्थिता कृतफलं त्वकृतस्य नेत्री ।
सा मे भवत्वनुदिनं वरदा भवानी जानाम्यहं ध्रुवमिदं धृतकर्मपाशा ||
જે અવિરત ક્રિયાશીલ દેવી સદા કૃતકર્મનાં ફળને નિયમિત રૂપે સંયોજિત કરતી રહે છે, (જેમનાં કર્મોનો ક્ષય થઈ ગયો છે તેમને) જે મોક્ષપદે પહોંચાડે છે, એ ભવાની મારા પ્રત્યે – તેના બાળક પ્રત્યે, સદા વર આપનારી થાઓ, હું નિશ્ચયપૂર્વક જાણું છું કે કર્મ રૂપી દોરડાને તમે ધારણ કરો છો.
(સ્વા.વિ.ગ્રં.મા. ભાગ-૬, પૃ.૨૫૦, ‘શ્રી અમ્બાસ્તોત્રમ્’, શ્લો. ૧-૨)
Your Content Goes Here




