क्षमामण्डले भूपभूपालवृन्दैः सदा सेवितं यस्य पादारविन्दम् ।
मनश्चेन्न लग्नं गुरोङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् ॥

પૃથ્વીનાં મંડલમાં રાજા અને પૃથ્વીના પાલકોના સમૂહ વડે જેનું ચરણકમળ હંમેશાં સેવવામાં આવ્યું હોય, પણ જો તેનું મન ગુરુનાં ચરણકમળમાં લાગ્યું ન હોય તો શું? તો શું? તો શું? તો શું?

यशो मे गतं दिक्षु दानप्रतापा-ज्जगद्वस्तु सर्वं करे यत्प्रसादात् ।
मनश्चेन्न लग्नं गुरोङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् ॥

દાનના પ્રતાપથી મારી કીર્તિ (ચારે) દિશાઓમાં ફેલાઈ ગઈ હોય અને જેની કૃપાથી સઘળી જગતની જગતની વસ્તુ મારા હાથમાં આવી ગઈ હોય, પણ તે ગુરુનાં ચરણકમળમાં જો મન લાગ્યું ન હોય તો શું? તો શું? તો શું? તો શું?

(શ્રીશંકરાચાર્ય રચિત ‘ગુર્વષ્ટકમ્‌’, શ્લોક નં. ૫-૬)

Total Views: 209

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.