सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् ।
देवा भागं यथा पूर्वे सञ्जानाना उपासते ।

સર્વ કાર્યોમાં એક સાથે ચાલો, એક બીજા સાથે પ્રિય બોલો, એક બીજાના મનને જાણીને અનુકૂળ થઈને રહો. પહેલાં દેવો જેમ પોતપોતાના યજ્ઞભાગને સાથે મળીને સંપથી વહેંચી ભોગવતા, તેમ તમે પણ કરો.

समानो मन्त्रः समितिः समानी समानं मनः सह चित्तमेषाम् ।
समानं मन्त्रमभि मन्त्रये वः समानेन वो हविषा जुहोमि ॥

તમારાં મંત્ર-સ્તુતિઓ વા મંત્રણા, તમારાં સમિતિ-મંડળ-સભા, તમારાં મન અને ચિત્ત એક સમાન, પરસ્પર વિરોધ રહિત થાઓ. હું તમોને એક સમાન મંત્રવાળા અને સમાન હવિદ્રવ્ય હોમનારા થવા ઉપદેશ કરું છું.

समानी व आकूतिः समाना हृदयानि वः ।
समानमस्तु वो मनो यथा वः सुसहासति ॥

તમારાં સંકલ્પો અને તમારાં હૃદયો, અંત:કરણો – એક સરખાં બનો, તમારા ઉદ્દેશો એક સરખા હો, તમારાં મન એવા એકસ્વરૂપ બનો કે જેથી તમારાં સર્વ કાર્યો ઉત્તમ પ્રકારે થાય.

(ઋગ્વેદ સંહિતા : ૧૦.૧૯૧.૨-૩-૪)

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.