ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રશ્નોત્તરી : સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથે યુવા વર્ગની પ્રશ્નોત્તરી
[શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સાંનિધ્યમાં 13મી ઑક્ટોબર, 1989 ના રોજ એક યુવા-સંમેલનનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયું હતું, જેમાં લગભગ[...]
શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (6) : સ્વામી આત્માનંદ
(નવેમ્બર, 1989થી આગળ) ગીતામાં યોગની પરિભાષાઓ: યોગ શું છે? ‘योग कर्मसु कौशलम्’ – કર્મ કરવાની કુશળતા જ યોગ છે. જ્યારે આપણે આપણી બધી જ બુદ્ધિ અને શક્તિ સાથે કાર્ય કરીએ[...]
યુવા વર્ગ અને મહત્ત્વાકાંક્ષા : સ્વામી હર્ષાનંદ
[સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ છે. તેમનો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’ (જાન્યુઆરી 1986, પૃ. સં. 16-17)માંથી લેવામાં આવેલ છે. ભાષાંતરકાર: પ્રો. જે.[...]
સમાચાર દર્શન
રાહત કાર્યો: આંધ્ર પ્રદેશના વાવાઝોડાગ્રસ્ત લોકો માટે નેલ્લોર જિલ્લાના કોંડાપુરમ મંડલમના 6 ગામોના એક હજાર પરિવારોને રામકૃષ્ણ મઠના રાજમંદ્રી કેન્દ્ર દ્વારા જાન્યુઆરીમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું: ચોખા 2400[...]
દિવ્યવાણી
तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना । अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः ।। પ્રભુનાં સંકીર્તન કરનાર ભક્તજન પોતાની જાતને તણખલાથી પણ વિશેષ નીચ-હલકી ગણે છે તેમ જ વૃક્ષથી પણ વિશેષ સહનશીલતા ધારણ[...]
વિવેકવાણી : ભક્તિયોગનાં પ્રથમ સોપાન : સ્વામી વિવેકાનંદ
પહેલું પગથિયું આ છે: આપણને શું જોઈએ છે? આપણે આપણી જાતને રોજ પૂછવું જોઈએ:“મારે ઈશ્વર જોઈએ છે?” વિશ્વભરના સર્વ ગ્રંથોનો તમે અભ્યાસ કરો, “પરંતુ આ ઈશ્વર-પ્રેમ કોઈ વાણી-વિલાસ દ્વારા નથી[...]
સંપાદકીય : ‘કથામૃત’નો જાદુ
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો હતો. તેમનાં કુટુંબીજનોના કડવાશભર્યા કલહકંકાસોએ[...]
પ્રાસંગિક : સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (2) : સ્વામી આત્મસ્થાનંદ
(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યારે દક્ષિણેશ્વરમાં ગુરુભાવે હતા અને કલકત્તાના કાશીપુરમાં રોગશૈયા પર હતા ત્યારે તેમના નિકટના (અંતરંગ) કેટલા બધા લોકોએ શ્રીરામકૃષ્ણમાં પોતપોતાના ઈષ્ટ-ઠાકુરનાં દર્શન કરેલાં! સહુના ઠાકુર હતા શ્રીરામકૃષ્ણ. મુસલમાન,[...]
સંકલન : શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો
ઉપાય: શ્રદ્ધા શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે, વાઘ જેવાં હિંસક પ્રાણી પણ છે. ઝાડપાનમાં અમૃત જેવાં ફળ આપે એવાં પણ[...]
પ્રાસંગિક : આધુનિક યુવા વર્ગ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી સ્વાહાનંદ
[સ્વામી સ્વાહાનંદજી રામકૃષ્ણ મઠના હોલીવુડ (સંયુક્તરાજ્ય અમેરિકા) કેન્દ્રના અધ્યક્ષ છે. શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “Service and Spirituality”માંથી થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ. - ભાષાંતરકાર: શ્રી[...]
માનવ, મૂલ્ય અને શિક્ષણ (1) : ક્રાન્તિકુમાર જે. જોશી
[માનવીય જીવનમૂલ્યોના ઘસારાની પ્રક્રિયા વિશ્વભર માટે આજે એક જબરી સમસ્યા બની ચૂકી છે. એને હલ કરવાના તરેહતરેહના ઉપાયો પણ વિશ્વના વિવિધ દેશો વિચારી રહ્યા છે. આઝાદી મળ્યા પછી રાષ્ટ્ર જીવનનું[...]
ગાથા ગુજરાતના ગૌરવની : દુષ્યંત પંડ્યા
ભારતના પૂર્વાંચલનાં રાજ્યોને બાદ કરીએ તો ગુજરાત ભારતનાં નાનાં રાજ્યોમાંનું એક! બીજાં કેટલાંક રાજ્યોની તુલનાએ ગુજરાતની લોકસંખ્યા પણ ઓછી. કેન્દ્રના વહીવટમાં ગુજરાતનો ફાળો નગણ્ય અને તળ ગુજરાતમાં પણ વહીવટદારો –[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ: યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ : સ્વામી જિતાત્માનંદ
દુનિયાના કોઈ પણ દેશના સર્વોત્તમ યુવકોની જેમ વિવેકાનંદ પણ ઉચ્ચ આદર્શ સેવતા હતા. કંઈક મહાન કરી બતાવવાની ઇચ્છા, કંઈક સારું કરી જવાની આકાંક્ષા તેમનામાં હતી. પરંતુ કેવળ આદર્શ સેવી તે[...]
અંધ કૂવો : સ્વામી સત્યરૂપાનંદ
તે સમયમાં આજની જેમ ન તો રેલવેઓ હતી કે ન તો મોટરગાડીઓ હતી; ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે માર્ગસૂચક પથ્થરો. પગપાળા પગદંડીઓ પર[...]
સંકલન : પ્રેરક પ્રસંગો
જ્યાં લૂંટારો ભગદ્વભાવથી પીગળી જાય છે. સંત, સતી ઔર સૂરમા, તીનોં કા એક તાર; જરે, મરે ઔર સબ તજે તબ રીઝે કિરતાર. પ્રભુના બંદાએ તો હંમેશાં ત્યાગ-બલિદાનના માર્ગે જ ચાલવું[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ 25મી જાન્યુઆરીએ મુંબઈથી હવાઈ માર્ગે રાજકોટ પધાર્યા હતા. તા. 26, 27 અને 28 એમ ત્રણ દિવસ સુધી[...]
દિવ્યવાણી
नान्या स्पृहा रघुपते हृदयेऽस्मदीये। सत्यं वदामि च भवानखिलान्तरात्मा॥ भक्तिं प्रयच्छ रघुपुङ्गव निभरां मे। कामादिदोषरहितं कुरु मानसं च॥ હે રઘુનાથજી! હું સત્ય કહું છું અને આપ સર્વના અન્તરાત્મા છો (તેથી સર્વ[...]
વિવેકવાણી : જુનાગઢના દીવાન શ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈને લખેલ પત્ર
શિકાગો ર૯મી જાન્યુઆરી, ૧૮૯૪ પ્રિય દીવાન સાહેબ, આપનો છેલ્લો પત્ર મને થોડાક દિવસો પહેલાં મળ્યો. આપ મારાં ગરીબ માતા અને બે ભાઈઓને મળવા ગયેલા, તે જાણીને મને ઘણો જ આનંદ[...]
સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ
કલકત્તાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત તેમની સેવા કરી રહ્યા છે.[...]
પ્રાસંગિક : તુલસીદાસજીની દૃષ્ટિમાં શ્રીરામ : પં. રામકિંકર ઉપાધ્યાય
૩ એપ્રિલ, રામનવમી પ્રસંગે પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં "રામચરિતમાનસ" પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો 'રામચરિતમાનસ'નો અભ્યાસ ઊંડો છે અને અનોખો છે. તેમની શૈલી આકર્ષક છે. તેઓશ્રીના કેટલાંક[...]
પ્રાસંગિક : ચર્પટપંજારિકા-સ્તોત્ર : આદિ શંકરાચાર્ય
दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः। कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायुः ॥ દિવસ ને રાત, સાંજ ને સવાર, શિશિર ને વસંત ફરીફરી આવ્યા કરે છે; એમ કાળ ખેલે છે અને[...]
પ્રાસંગિક : ભગવાન મહાવીરે પ્રબોધેલી આચારમીમાંસા
પાંચ વ્રત—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ—આ પાંચ વ્રતને હિન્દુધર્મમાં ‘યમ’ કહે છે. આ પાંચ વ્રત ચારિત્રની આધાર શિલા છે. એટલે તેને મૂલગુણ કહે છે. અહિંસા વ્રત: મન, વાણી કે[...]
સંકલન : શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો
નવયુવાનો સાથે આનંદ શ્રીરામકૃષ્ણ પેલા પરિચિત ઓરડામાં બેઠેલા છે, જમીન ઉપર સાદડી પાથરેલી છે. તેના ઉપર નરેન્દ્ર, ભવનાથ અને બીજા એકબે ભક્તો બેઠા છે. બધાય નવજુવાન, ઓગણીસ-વીસ વરસની ઉંમરના. ઠાકુર[...]
કાવ્ય : વીર સાધકને : સ્વામી વિવેકાનંદ
(રાજપૂતાનાના ખેતડીના મહારાજા પ્રતિ) ઢંકાય છો સૂર્ય ઘટાથી મેઘલી, ને, આભ હો સાવ વિષાદથી ભર્યું. તો’યે ટકી રહે ઘડી, વીર હૈયા, જય છે જ નિશ્ચિત. - ૧ ન શીત[...]
પ્રાસંગિક : સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (3) : સ્વામી આત્મસ્થાનંદ
(શ્રીમદ્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તેમના આ લેખનો છેલ્લો અંશ રજૂ કરીએ છીએ.) (ગતાંકથી આગળ) ગિરિશ હતા નાટ્યકાર, મહાકવિ અને અભિનેતા. શ્રીરામકૃષ્ણ સ્ટાર[...]




