આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

આનંદની શોધમાં : સ્વામી સુનિર્મલાનંદ

September 1, 1994|Tags: , , |

(સ્વામી સુનિર્મલાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે.) સુંદર ઉઘાન. તેની સુંદરતામાં ઉમેરો કરતાં કેટલાંય રંગબેરંગી પતંગિયાં અહીં-તહીં ઊડી રહ્યાં છે. પણ એક નાનું એવું પતંગિયાનું બચ્ચું - ઉદાસ થઈને એક છોડવાના[...]

શાંતિ : સ્વામી વિવેકાનંદ

September 1, 1994|Tags: , , , |

(ન્યૂયૉર્ક, રિજલે મૅનૉરમાં ૧૮૯૯માં મૂળ અંગ્રેજીમાં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિરે નિગૂઢ; પ્રભા જ્વલંતી મહીં છાય જે વળી.[...]

પુસ્તક સમીક્ષા : બાંધો સમય મુઠ્ઠીમાં : ડૉ. ચેતના માંડવિયા

September 1, 1994|Tags: , , |

લેખક: ડૉ. મધુભાઈ કોઠારી: પ્ર. આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ: જૂન ’૮૮, દ્વિતીય આવૃત્તિ: એપ્રિલ ૯૦. કિંમત રૂ. ૧૮ આજનો યુગ તીવ્ર સ્પર્ધાનો યુગ બની ચૂક્યો છે. અભ્યાસમાં,[...]

સમાચાર દર્શન

September 1, 1994|Tags: , , |

લીંબડી-રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદ સ્મૃતિ ભવન અને કાયમી ચિત્ર પ્રદર્શન હૉલનું મંગલ ઉદ્‌ઘાટન તા. ૧૯-૭-૯૪ને બુધવારે સાંજે ૭-૦૦ કલાકે લીંબડી શહેરમાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી[...]

દિવ્યવાણી

November 1, 1994|Tags: , , |

ॐ भूर्भुवः स्वः। तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो नः प्रचोदयात्॥ - ऋग्वेद, ३-६२-१० મનોબળ માટે પ્રાર્થના અમે સર્જનહારના તે વરદ પ્રકાશનું ધ્યાન કરીએ છીએ, જે પૃથ્વી, આકાશ અને સ્વર્ગને[...]

વિવેકવાણી : સાચી કેળવણી : સ્વામી વિવેકાનંદ

November 1, 1994|Tags: , , |

કેળવણી એટલે મનુષ્યમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. ધર્મ એટલે મનુષ્યમાં પહેલેથી જ રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ. કેળવણી એટલે શું? શું ગ્રંથોનો અભ્યાસ એટલે કેળવણી? ના, તો શું વિવિધ પ્રકારના જ્ઞાનનો[...]

સંપાદકીય : જાગ્યા ત્યારથી સવાર! : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 1994|Tags: , , , |

થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઑફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, “સ્વામીજી, આપની સંસ્થા દ્વારા થતા ગ્રામીણ વિકાસના[...]

શિક્ષણની ભારતીય પ્રણાલી : સ્વામી વીરેશ્વરાનંદ

November 1, 1994|Tags: , , |

(રામકૃષ્ણ મિશન સ્ટુડન્ટ્સ હોમ, મદ્રાસમાં તા. ૧૫-૨-૧૯૮૧ને દિવસે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાઘ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ભાષણનો ગુજરાતી અનુવાદ) આપણે રામકૃષ્ણ મિશન વિદ્યાર્થીગૃહ (Students' Home)ની પ્લેટિનમ[...]

શિક્ષણનો આદર્શ : સ્વામી ભૂતેશાનંદ

November 1, 1994|Tags: , , |

(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) એ આનંદની બાબત છે કે વિવિધ સ્થળોએ શૈક્ષણિક સંસ્થાઓ સર્જાઈ રહી છે. ભારત જેવા દેશમાં આ અત્યંત જરૂરી છે, કારણ[...]

ભારતીય નારીનું ભવિષ્યનું શિક્ષણ : સિસ્ટર નિવેદિતા

November 1, 1994|Tags: , , , |

અહીં ભારતમાં ભવિષ્યની નારીનું ચિત્ર આપણા મનમાં આવ્યા કરે છે. આપણી દૃષ્ટિ સમક્ષ તેની સુંદરતા તરે છે. તેનો અવાજ આપણને જાણે કે પોકાર પાડે છે. જ્યાં સુધી આપણે તેને માટે[...]

ભારતીય નારીઓની કેળવણી : સ્વામી વિવેકાનંદ

November 1, 1994|Tags: , , |

ધર્મ, કળાઓ, વિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, રસોઈ, સીવણકામ, આરોગ્યશાસ્ત્ર વગેરે વિષયોના સાદા આવશ્યક મુદ્દાઓ આપણી મહિલાઓને શીખવવા જોઈએ. તેઓ નવલકથાઓ અને કાલ્પનિક હળવું સાહિત્ય વાંચે એ સારું નથી. તેઓનું શિક્ષણ સર્વ બાબતોમાં[...]

કેળવણીનો ખરો અર્થ : મહાત્મા ગાંધી

November 1, 1994|Tags: , , |

શિક્ષણ અને ગૃહસંસારમાં એકરાગ હોવો જોઈએ એ વાત સ્વયંસિદ્ધ છે. આજે એ એકતા જોવામાં આવતી નથી. રાષ્ટ્રીય શિક્ષણમાં એ વાત ધ્યાનમાં રાખવી જ પડશે. શિક્ષણ પ્રજાના મોટા ભાગની જરૂતિયાતો પૂરી[...]

માત્ર શિક્ષણ : વિનોબા ભાવે

November 1, 1994|Tags: , , |

‘કેમ ભાઈ તમે ક્યું કામ સરસ રીતે કરી શકો એમ તમને લાગે છે? એક દેશસેવેચ્છુને કોકે પ્રશ્ન પૂછ્યો.’ ‘મને લાગે છે કે હું માત્ર શિક્ષણનું કામ કરી શકીશ, અને મને[...]

વિશ્વમાંગલ્ય ઝંખે છે-ભારતનું પુનર્જાગરણ : શ્રી અરવિંદ

November 1, 1994|Tags: , , |

ભારતના આટલા બધા હજારો સંતો, સાધુઓ અને સંન્યાસીઓએ આપણને પોતાના જીવન દ્વારા કયો મૂક સંદેશ આપ્યો છે? ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસના વ્યક્તિત્વમાંથી કયો સંદેશ પ્રસારિત થયો હતો? સિંહ- હૃદયધારી વિવેકાનંદે વિશ્વને[...]

કેળવણીનાં મૂળ તત્ત્વો : કાકાસાહેબ કાલેલકર

November 1, 1994|Tags: , , |

અત્યાર સુધી થઈ ગયેલા બધા ઐતિહાસિક યુગોમાં સર્વ સાધારણ એવું કાંઈ તત્ત્વ હોય તો તે સત્તાનું છે. કુટુંબના વડાની સત્તા, ધર્મગુરુની સત્તા, ગુલામોના માલિકની સત્તા, નોકર ઉપર ચાલતી શેઠની સત્તા,[...]

પ્રાર્થના : એકલો જાને રે… : સંકલન

November 1, 1994|Tags: , , , |

તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... એકલો જાને, એકલો જાને, એકલો જાને રે... જ્યારે સૌના મ્હોં સીવાય, ઓરે ઓ અભાગી સૌના મ્હોં સીવાય જ્યારે સૌએ[...]

શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોની આવશ્યકતા : ડૉ. એસ. રાધાકૃષ્ણન્

November 1, 1994|Tags: , , |

(રામકૃષ્ણ મિશન વિદ્યાલય, કોયમ્બટુર દ્વારા ‘શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોનું સ્થાન’ વિષય પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારના પ્રારંભમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને તા. ૩૧-૩-૬૩ના રોજ આપેલ ભાષણ) આપણી શિક્ષણપદ્ધતિમાં આધ્યાત્મિક મૂલ્યોનો સમાવેશ[...]

ચારિત્ર્ય વિકાસ અને રાષ્ટ્ર ઘડતર માટેની કેળવણી : સ્વામી રંગનાથાનંદ

November 1, 1994|Tags: , , |

(તા.૩-૭-૧૯૯૨ના રોજ માઈસોરમાં શ્રીરામકૃષ્ણ ઈન્સ્ટિટયૂટ ઑફ મૉરલ એંડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનમાં શ્રીરામકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલા વ્યાખ્યાનની કૅસેટ પર આધારિત) મારા વહાલા યુવાન[...]

માનવ સૌ સમાન : સ્વામી આત્મસ્થાનંદ

November 1, 1994|Tags: , , |

(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) કેવું આકર્ષક અને મીઠું લાગે છે આ વાર્તાલાપનું શીર્ષક - ‘માનવ સૌ સમાન.’ પણ એને ચરિતાર્થ કરવું, માનવજીવનમાં પ્રત્યક્ષ[...]

આવતી કાલનું શિક્ષણ : સ્વામી જિતાત્માનંદ

November 1, 1994|Tags: , , |

સમગ્ર વિશ્વની શિક્ષણપદ્ધતિ પર ઊડતી નજર નાખીએ તો જોવા મળે છે કે તે સાવ મસ્તિષ્ક વિષયક, ડાબા મગજ પર આધારિત, મુખ્યત્વે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા અને સ્વાર્થી રીતે નાણાં મેળવવા[...]

ગુજરાતમાં શાળાવ્યવસ્થાનાં નવાં સોપાન : પ્રો. આર. એસ. ત્રિવેદી

November 1, 1994|Tags: , , |

(પ્રો. આર. એસ. ત્રિવેદી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ છે.) શા માટે વૈકલ્પિક શાળા- વ્યવસ્થા કરવાની જરૂર ઉપસ્થિત થઈ છે? સંભવતઃ રાજ્ય સરકારની આર્થિક સમસ્યા, વહીવટી ગૂંચને લીધે થતી ગુંગળામણ,[...]

ભારતીય શિક્ષણ અને નારી નવજાગરણ : વિમલા ઠકાર

November 1, 1994|Tags: , , |

ભારત છે જ ક્યાં? આ દેશ આત્મવિસ્મૃતિની ઊંડી ખીણમાં અટવાયો છે. અભારતીય જીવનદૃષ્ટિ તથા જીવનશૈલીની જાળમાં ફસાયો છે. પ્રથમ તો આત્મસંસ્કૃતિનો પુરુષાર્થ કરવો પડશે. ભારત રુસ કે ચીન નથી. અમેરિકા[...]

શિક્ષણ દ્વારા આપણાપણું ખિલવીએ : યશવન્ત શુકલ

November 1, 1994|Tags: , , |

અમદાવાદની એક કૉલેજમાં આ ગાંધી-સવાસો વાળા વર્ષમાં “શા માટે ગાંધીજીને સંભારવા?” એ વિશે વિદ્યાર્થીઓ-અધ્યાપકોને સંબોધ્યા પછી એ કૉલેજના અધ્યાપકખંડમાં અધ્યાપકો સાથે બેસીને થોડીક વાતો કરવા મને લઈ જવામાં આવ્યો. ત્યાં[...]

પ્રાર્થના : વૈષ્ણવજન તો તેને રે કહીએ : નરસિંહ મહેતા

November 1, 1994|Tags: , , |

વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પરદુ:ખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાછ[...]

સાધનનું મહત્ત્વ : મનુભાઈ પંચોળી ‘દર્શક’

November 1, 1994|Tags: , , |

જીવનનો અનુભવ જેમ વધતો જાય છે તેમ તેમ લાગતું જાય છે કે સાધ્ય કરતાંયે સાધન વધારે મહત્ત્વની વસ્તુ નીવડે છે. માનીએ કે એક શિક્ષક ખરે જ સેવાનિષ્ઠ અને સમાજની કે[...]

Go to Top