આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

કાવ્યાસ્વાદ : ઠારી દે તું દીપ નયનના : હરીન્દ્ર દવે

July 1, 1993|Tags: , , |

ઠારી દે તું દીપ નયનના નવ દર્શનને કાજ મને એ કાચ નથી કંઈ ખપના. કર્ણપટલ તોડી દે તો પણ રહું સાંભળી સૂર; ચરણ વિના પણ નહીં લાગે તવ ધામ મને[...]

વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૨) : સ્વામી શ્રીધરાનંદ

July 1, 1993|Tags: , |

(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક 'The Spiritual Heritage of India'માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કહ્યું છે.) બીજી વાત[...]

નવી હિન્દુ સંસ્કૃતિનો જન્મદિવસ : કાકાસાહેબ કાલેલકર

July 1, 1993|Tags: , |

ગયાં સો વરસોમાં જે રીતે ભારતની બધી જ મુખ્ય ભાષાઓના સાહિત્યમાં એક અપૂર્વ ક્રાન્તિ થઈ છે - ગદ્ય અને પદ્ય બન્ને વિભાગોમાં કલ્પનાતીત નવીનતા અને સમૃદ્ધિ આવી છે, તે જ[...]

કાવ્ય : અસ્તિત્વ : શિલ્પીન થાનકી

July 1, 1993|Tags: , , |

અડધી-પડધી ધરા મળે છે, અધકચરું આકાશ વસન્તમાં પણ નજરે ચડતાં પુષ્પવિહીન પલાશ સૂર્યોદયથી સૂર્યોદયનાં આવર્તન નિસ્તેજ છતાં આપણી નત આંખોને અજવાળાંની આશ હાથ-ચરણ વીંઝતાં કેવળ મૃગજળ નામે પ્રાન્ત તૂટે તો[...]

કાવ્ય : હે, મનરાજવી : હરેશ ‘તથાગત’

July 1, 1993|Tags: , , |

ઝાંખા રે ગઢ, પાંખા કાંગરા, એથીય ઝાંખા એના ઉંબરા, આવી ઝાંખપ છાંડો હે, મનરાજવી! તૂટ્યાં રે શમણાં, ફૂટી આંખો, ક્યમ ઊડીએ જ્યાં પ્રજળી પાંખો? પ્હાડ સરીખા તૃણો પાડો હે, મનરાજવી![...]

તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૨) : જ્યોતિબહેન થાનકી

July 1, 1993|Tags: , |

(ગતાંકથી ચાલુ) હવે મથુરબાબુએ શ્રીરામકૃષ્ણના મનને કાબુમાં લાવવા માટે બીજા શસ્ત્રનો ઉપયોગ કર્યો અને તે દલીલો અને તર્ક પ્રમાણો દ્ગારા સમજાવવાનો. હવે તેઓ શ્રીરામકૃષ્ણને ઘણી બાબતો બુદ્ધિની ભૂમિકાથી સમજાવવા લાગ્યા.[...]

પુસ્તક સમીક્ષા : ઉત્તમ રત્નમાલા : દુષ્યંત પંડ્યા

July 1, 1993|Tags: , , |

શ્રીરામકૃષ્ણ - ભકતમાલિકા-દ્વિતીય ભાગ, લે. સ્વામી ગંભીરાનંદ, પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, ૧૯૯૨ અનુવાદક: શ્રીમતી જ્યોતિબહેન થાનકી, મૂલ્ય રૂ. ૫૬/- શ્રીમદ્ ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાયના અંત સુધીનો શ્રીકૃષ્ણ અને અર્જુનનો વાર્તાલાપ જોતાં[...]

પ્રસંગકથા : નિ:સ્પૃહવૃત્તિ એ જ પરમનું શરણ : શ્રી મનસુખલાલ મહેતા

July 1, 1993|Tags: , , |

કામિની-કાંચનનો ત્યાગ એ જ સાચું ધન. ધનના સ્પર્શે હજારો વીંછીના ડંખ જેવું દર્દ અનુભવનાર, ત્યાગ-વૈરાગ્યના રંગે રંગાયેલા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરના મધ્યમાં કાલી પાસે પ્રાર્થના કરે છે: હે મા, તારો આ[...]

દિવ્યવાણી

August 1, 1993|Tags: , , , |

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत्॥ दुर्जनः सज्जनो भूयात् सज्जनः शान्तिमाप्नुयात्। शान्तोमुच्येत बन्धेभ्यो मुक्तश्चान्यान्विमोचयेत्॥ સૌ સુખી થાઓ, સૌ નીરોગી થાઓ, સૌ સારી વસ્તુ[...]

વિવેકવાણી : નવજાગૃતિ : સ્વામી વિવેકાનંદ

August 1, 1993|Tags: , , , |

યુગ યુગાન્તથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો દેખાય છે; અને દૂર સુદૂર[...]

સંપાદકીય : આધુનિક માનવ શાંતિની શોધમાં : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 1993|Tags: , , |

આધુનિક માનવે વિજ્ઞાનના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્‌ભુત કમ્પ્યૂટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, કેટલાય નવા ગ્રહોની શોધ કરી છે, ચંદ્રની ધરતી પર પગ મૂક્યો છે, કેટલાય ગ્રહોની માહિતી[...]

શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૬ : પાંડિત્ય અને આત્મજ્ઞાન : ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

August 1, 1993|Tags: , , , |

એક કથાકાર રાજાની પાસે ગયો અને રાજમહેલમાં પુરાણની કથા સંભળાવવાની પોતાની ઇચ્છા દર્શાવતાં બોલ્યો: ‘હે રાજા, ભાગવત એક અતિ ઉત્તમ ગ્રંથ છે. એ આપે કોઈક આચાર્ય દ્વારા અવશ્ય સાંભળવો જોઈએ.[...]

ભાગવતમાં ભક્તિની સાધના : સ્વામી તપસ્યાનંદ

August 1, 1993|Tags: , , |

(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશો અહીં રજૂ કરીએ છીએ.) માનવમનમાં ભક્તિ[...]

૧૫મી ઑગસ્ટ સ્વાતંત્ર્યદિન પ્રસંગે : ઝંડા અજરઅમર રહેજે, વધ વધ આકાશે જાજે… : જસબીર કૌર આહુજા

August 1, 1993|Tags: , , |

(જસબીર કૌર આહુજા આ લેખમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજનો ક્રમિક વિકાસ અને તેના અલગ રંગો અને પ્રતીકોનો ગૂઢાર્થ સમજાવે છે. તેઓ પંજાબના પતિયાલા શહેરમાં રહે છે. તેમણે રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના ઘણા ગ્રંથોનું[...]

ધર્મનો મર્મ : પુષ્કર ચંદરવાકર

August 1, 1993|Tags: , , |

પીઢ અને પક્વ વયના ને વિચારે પણ પક્વ તેવા એક જૂના મિત્રનો બસપ્રવાસમાં સંગાથ થઈ ગયો. ખાસ્સી પૂરા એક કલાકની યાત્રા હતી. તેઓ અનુભવી ને હૈયાઉકલતવાળા પીઢ પુરુષ છે. તેઓ[...]

વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૩) : સ્વામી શ્રીધરાનંદ

August 1, 1993|Tags: , , |

(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.) અહીં આપણે[...]

હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૧૦) : સ્વામી હર્ષાનંદ

August 1, 1993|Tags: , , , |

(સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૫. હિન્દુધર્મના આજ દિવસ સુધીના વિકાસ પર દૃષ્ટિપાત કરતાં એવું લાગે છે કે અનેક આઘાતો સંઘર્ષો સહન કર્યા પછીય તે આજે[...]

કાવ્યાસ્વાદ : કાનુડાને બાંધ્યો છે હીરના દોરે : સુરેશ દલાલ

August 1, 1993|Tags: , , , |

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. કોમળ આ અંગ પર કાપા પડે છે જેવા આંગળીથી માખણમાં આંક્યા નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં ઢળતાં શીકેથી[...]

સર્વની માતા (૬) : સ્વામી આત્મસ્થાનંદ

August 1, 1993|Tags: , , , |

(ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) શ્રી શ્રીમાના સંન્યાસી શિષ્યોને માનો વિશેષ પ્રેમ મળતો હતો. શ્રી શ્રીમા સાથેના થોડા સમયના પરિચય પછી સ્વામી વિરજાનંદે[...]

તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૩) : (મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો) : જ્યોતિબહેન થાનકી

August 1, 1993|Tags: , , , |

(ગતાંકથી ચાલુ) મથુરબાબુ શ્રીરામકૃષ્ણને પોતાના પૈતૃક ગામમાં પણ લઈ ગયા હતા. ત્યાં મથુરબાબુની જમીનદારી હસ્તકના એક ગામડામાં સ્ત્રી પુરુષોની દુર્દશા જોઈને શ્રીરામકૃષ્ણ દ્રવિત થઈ ગયા અને ત્યાં પણ તેમણે એ[...]

મારા પિતરાઈઓ (૪) : સ્વામી આનંદ

August 1, 1993|Tags: , , |

(ગતાંકથી ચાલુ) તપતિતિક્ષાવાળામાં દિગંબર કેશવાનંદ અવધૂતને ગંગોત્રીના વીંછી ડંખે એવા કમ્મરપૂર બરફીલા ગંગાપ્રવાહમાં રોજ બ્રાહ્મમુહૂર્તેથી મધ્યાહ્ન સુધી ઊભા રહી અઢારે અધ્યાય ગીતા વિષ્ણુસહસ્રનામ, દુર્ગા- સપ્તશતી, મહિમ્ન અને બીજાં સ્તોત્રો, એવા-એવા[...]

પ્રેરક પ્રસંગો ‘અકિંચન જીવન’ : જીવન જીવવાની જડીબુટ્ટી

August 1, 1993|Tags: , , |

જીવનમાં સુખ-દુ:ખ સાપેક્ષ છે. જુવાર બાજરાનો રુખ્ખો-સૂક્કો રોટલો ખાનાર મિષ્ટાન્ન જમનારની થાળી તરફ નજર કરે તો રોટલો નિ:સ્વાદ અને દુ:ખદ લાગે. પણ એ જ નજર જેમનો અડધો રોટલો ય નસીબ[...]

રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું! : (સમીક્ષાલેખ) : ક્રાંતિકુમાર જોશી

August 1, 1993|Tags: , , , |

(તબીબી ક્ષેત્રે હિંસા: લેખકો: ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોયા મહેતા, પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, કિંમત: રૂ. ૨૦, પૃષ્ઠ ૧૧૯) એપ્રિલ, ૧૯૯૩ના “શ્રીરામકૃષ્ણ જ્યોત”ના[...]

દિવ્ય ચેતનાનું ફૂલ : ભૂપતરાય ઠાકર

August 1, 1993|Tags: , , |

પ્રાર્થના એ વ્યક્તિનું આત્યંતિક ઝૂરણનું શબ્દસ્વરૂપ કે ધ્વનિ છે. ઈશ્વરતત્ત્વ કે પરમ તત્ત્વ સાથેનો નીરવ સંવાદ કે હૈયાની ગૂફતેગુ છે. સ્વયંના દોષનો સ્વીકાર, સ્વયંનાં પાપોનો એકરાર, સ્વયંના પામરપણાનો કે અહમ્[...]

સમાચાર દર્શન

August 1, 1993|Tags: , , |

સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ આધુનિક ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. ભારતના આધ્યાત્મિક સંદેશનો પ્રચાર કરવા સ્વામીજી પશ્ચિમના દેશોમાં ગયા હતા. એમનું પશ્ચિમનું પ્રયાણ આ ભારત પરિભ્રમણ અવસ્થામાંથી સ્ફૂર્યું હતું. પરિવ્રાજક[...]

Go to Top