ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
શ્રીરામકૃષ્ણ ગાથા – ખંડ બીજો : અક્ષયકુમાર સેન
શ્રીરામકૃષ્ણનું કલકત્તામાં આગમન શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ઈ.સ. ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું[...]
પુસ્તક-સમીક્ષા : સુખી કેમ બનશો? : જેમ્સ એલન
પ્રકાશક: આર. અંબાણી એડ સન્સ, રાજકોટ, ૧૯૮૮, મૂ. રૂ. ૧૪. સુખની મૃગયા સનાતન છે. આદિકાળથી મનુષ્ય સુખની શોધ કર્યા કરે છે. પ્રાચીન ગ્રીક દંતકથાના રાજા મિડાસે માની લીધેલું કે સુવર્ણમાં[...]
સમાચા૨ દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિવેકાનંદ સેન્ટર ફોર મૅનેજમેન્ટ એન્ડ લીડરશીપ (વિમલ) અને એકસલ ઇન્ડસ્ટ્રીઝ લિ., ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧લી મેથી તા. ૨૯ મે સુધી યોજાયેલ યુવા નેતૃત્વ વિકાસ શિબિર[...]
દિવ્યવાણી
दुर्लभं त्रयमेवैतद्देवानुग्रहकेतुकम् । मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः ।। ભગવાનની કૃપા જ જેમાં કારણ છે, એ મનુષ્યજન્મ, સંસારમાંથી મુક્ત થવાની ઇચ્છા અને મહાપુરુષોનો સમાગમ – આ ત્રણ દુર્લભ જ છે. (‘વિવેકચૂડામણિ’માંથી)
વિવેકવાણી : ભારત માતાકી જય હે! : સ્વામી વિવેકાનંદ
ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં ભગવાં વસ્ત્રથી; સંપત્તિના જોરથી નહીં પરંતુ ભિક્ષાપાત્રના સામર્થ્યથી. તમે પોતાને એમ ન[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૫) : સ્વામી નિખિલેશ્વરાનંદ
એકવાર નારદમુનિ એક વનમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક વિચિત્ર પાગલ જેવા માણસને જોયો. તે નાચતો, કૂદતો અને કીર્તન કરતો હતો. નારદજીને જોઈને તેણે પૂછ્યું:“અરે નારદજી, ક્યાં ચાલ્યા?”નારદજીએ[...]
સાધનામાં વ્યાકુળતાનું મહત્ત્વ : સ્વામી ભૂતેશાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) સામાન્ય રીતે આધ્યાત્મિક સાધના અંગે આપણે અસ્પષ્ટ ખ્યાલ ધરાવીએ છીએ. મોટા ભાગે તો આપણે આ શબ્દ‘આધ્યાત્મિક સાધના’ની અગત્યતા અંગે[...]
રામાયણ-મહાભારત : વૈશ્વિક ચેતનાનો આવિષ્કાર : ડૉ. યશવંત ત્રિવેદી
રામાયણ-મહાભારત ઈલિયડ અને ઓડીસીની કક્ષાનાં આર્ષ મહાકાવ્યો છે. તળ ફૂટીને Cosmic necessityમાંથી વૈશ્વિક અનિવાર્યતામાંથી - આ મહાકાવ્યો પ્રગટેલાં છે. પ્રભુની કોઈ શાશ્વતી ઇચ્છાથી પ્રગટેલાં આવાં મહાકાવ્યો એની પ્રજાને ઉદ્ધારી શકે[...]
‘દીકરી, તારી ઇચ્છા પૂર્ણ થશે’ : સ્વામી પ્રભાનંદ
(એક કુમાર્ગી પતિના પરિવર્તનની કહાણી) (શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે.) શ્રીમતી કૃષ્ણપ્રિયંગિની જ્યારે દરેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં પણ પોતાના પતિને કુમાર્ગેથી સુધારીને યોગ્ય[...]
આરતી અથવા સાંધ્ય સેવા : સ્વામી પ્રમેયાનંદ
(સ્વામી પ્રમેયાનંદજી શ્રીરામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સદસ્ય છે.) હિન્દુ પરંપરા મુજબ સાંધ્યસેવા (ભકિત)ને આરતી કહે છે. તેને નીરાજના તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણે ભાગે આરતી[...]
પ્રાણાયામ : સ્વામી અશોકાનંદ
(બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.) અહીં અમે ટૂંકમાં પ્રાણાયામ વિષે કહેવા ધારીએ છીએ. પ્રાણાયામ મનની સૂક્ષ્મ અવસ્થાઓને પ્રાપ્ત કરવાનું એક અસરકારક માધ્યમ છે, એટલું જ નહિ[...]
ક્રાન્તિકારી સાવરકર ત્રિપુટી અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ : સ્વામી વિદેહાત્માનંદ
૧૫મી ઑગસ્ટ સ્વાધીનતા દિન પ્રસંગે (સ્વામી વિદેહાત્માનંદજી શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી પત્રિકા ‘વિવેકજ્યોતિ’ના સહસંપાદક છે.) ગણેશ, વિનાયક અને નારાયણ - આ ત્રણેય ભાઈઓ મહારાષ્ટ્રમાં ‘સાવરકર’બંધુને નામે[...]
મુક્તિપુરી દ્વારકા ધામ : કેશવલાલ વિ. શાસ્ત્રી
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (૨૧ ઑગસ્ટ) પ્રસંગે ભારત વર્ષની સાંસ્કૃતિક સીમા જાણે કે અંકિત કરતાં હોય એમ એની ચારે દિશાએ ચાર તીર્થધામો રખેવાળી કરતાં ખડાં છે: પૂર્વમાં પુરી, ઉત્તરમાં બદરીકેદાર, દક્ષિણમાં રામેશ્વરમ્[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશનને માનવતાની સેવા માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ.બંગાળના ગવર્નર ડૉ. નુરૂલ હુસનના હસ્તે કલકત્તામાં ૨૦મી એપ્રિલે રામકૃષ્ણ મિશનને માનવતાના ક્ષેત્રમાં અદ્વિતીય ફાળો આપવા બદલ ‘જી. ડી. બિરલા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર’ એનાયત[...]
દિવ્યવાણી
मोक्षकारणसामग्रयां भक्तिरेव गरीयसी। स्वस्वरूपानुसन्धान भक्तिरित्यभिधीयते॥ स्वात्मतत्त्वानुसन्धानं भक्तिरित्यपरे जगु:। उक्तसाधनसंपन्नस्तत्त्वजिज्ञासुरात्मनः॥ મુક્તિનાં કારણેાની સામગ્રીમાં ભક્તિ જ સાથી શ્રેષ્ઠ છે. પેાતાના સ્વરૂપનું મનન કરવું, એ જ ‘ભક્તિ’ કહેવાય છે. કેટલાક વિદ્વાનો કહે છે[...]
વિવેકવાણી : કામ, બસ કામ કરે! : સ્વામી વિવેકાનંદ
વિકાસની પ્રથમ શરત છે સ્વતંત્રતા. જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને આહારમાં, પહેરવેશમાં, લગ્નમાં અને બીજી બધી બાબતોમાં બીજાને હાનિ ન કરે ત્યાં સુધીની[...]
સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૬) : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજીની ઇચ્છાને માન આપીને તેમના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજીએ ઈ.સ. ૧૯૦૦માં અમેરિકાના નોર્થ કેલિફૉર્નિયામાં શાંતિ આશ્રમની સ્થાપના કરી. નિર્જન સ્થળમાં હોવાથી ૧૬૦ એકર જમીનમાં પ્રસરેલ આ વિશાળ આશ્રમ સાધના માટે[...]
વિશ્વના મૂળ નિર્માણપિંડની ખોજ : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભૌતિકવિજ્ઞાનનો પર્યાયવાચી અંગ્રેજી શબ્દ ‘ફિઝીક્સ’ મૂળ ગ્રીક શબ્દ ‘ફિઝીસ’માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ ‘સ્વરૂપ’ એમ થાય છે. એટલે ભૌતિકવિજ્ઞાનના સાચા સ્વરૂપના જ્ઞાનને ‘ફિઝીક્સ’ કહેવાય. એનો સંસ્કૃત સમાનાર્થી શબ્દ ‘આધિભૌતિકવિદ્યા’[...]
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સમાજવાદી સમાજ : સ્વામી શશાંકાનંદ
(સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. અને રામકૃષ્ણ મિશન સમાજ સેવા શિક્ષણ મંદિર, બેલુર મઠના પ્રિન્સિપાલ છે.) સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભાસંપન્ન હતા. જીવનનાં વિભિન્ન દૃષ્ટિકોણોને તેમણે સારી રીતે સમજી લીધા હતા[...]
આપણી ઈન્દ્રધનુષી ક્ષણો : કીર્તિકુમાર ઉ. પંડ્યા
ચિંતનિકા શ્રીરામકૃષ્ણ પરમહંસે નિરંજનનાથના અનેક સંબંધોની વાત કરી છે; એમણે લખ્યું છે કે મારે ‘ઈશ્વર પાસે આનન્દ મેળવવો છે, એમની સાથે રમવું છે.’ શ્રીરામકૃષ્ણદેવનો ઈશ્વર મિલન સંકેત આમ આનંદમયની સાથે[...]
બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા : સ્વામી અશોકાનંદ
કેટલાંકને એમ લાગશે કે વિદ્યા, કલા, કર્મ વગેરે આધ્યાત્મિકતાના અંગભૂત ભાગો છે. આમ છતાં તે ભ્રામક વિચાર છે. ખાસ કરીને ઈંગ્લાન્ડના પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયથી પ્રભાવિત લોકો માને છે કે આધ્યાત્મિકતા એ[...]
વીરેશ્વર શક્તિની ગોદમાં… : ક્રાંતિકુમાર જોષી
ધરતીના પેટને ચીરીને નીકળતા ધગધગતા લાવારસની માફક સ્વામીજીનો પુણ્યપ્રકોપ ‘ક્ષીર ભવાની’નું ખંડિત મંદિર જોઈ, ભભૂકી ઊઠ્યો. જીર્ણ શીર્ણ મંદિર નિહાળી આ તેજ મિજાજનો યુવાન સંન્યાસી ક્રોધથી પ્રજ્વલિત થઈ ઊઠયો. મંદિરના[...]
‘કાલી, તારે ભાષણ આપવાનું છે’ : જ્યોતિબહેન થાનકી
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અભેદાનંદજી મહારાજ કાલી તપસ્વીમાંથી મહાન ધર્મપ્રચારક કેવી રીતે બન્યા તેનું રોચક વર્ણન શ્રી જ્યોતિબહેન થાનકીની કલમે આલેખાયેલું છે. સ્વામી અભેદાનંદજી મહારાજની જન્મતિથિ (૨૧મી સપ્ટેમ્બર) પ્રસંગે અહીં[...]
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૭) : સ્વામી હર્ષાનંદ
પ્રશ્ન: ૨૬. આ જગત, જ્યાં આપણું અસ્તિત્વ છે, જેને આપણે જોઈએ છીએ, એ જગતનું નિર્માણ કઈ રીતે થયું? હિન્દુધર્મમાં તેનું નિરૂપણ જોવા મળે છે ખરું? આ નિરૂપણ વિજ્ઞાનની કસોટી પર[...]
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૪): ચિત્તશુદ્ધિ : ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
કદી કોઈ સુંદર સ્ત્રી તમારી સામે આવે તો આપણે જેને દુર્ગા, ભવાની વગેરે નામોથી પૂજીએ છીએ તે પરમેશ્વરરૂપ દેવીનું ચિંતન કરવું જોઈએ. એ સુંદર સ્ત્રીને લોકમાતાનું જ એક સ્વરૂપ સમજીને[...]




