આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

આત્મકથા : નવો પગ અને નવાં આશા-ઉન્મેષ : અરુણિમા સિન્હા

September 2, 2019|Tags: , , , |

ગતાંકથી આગળ...... એક સવારે અચાનક સાહેબે મને પૂછ્યું, ‘એવરેસ્ટ ચડીશ ?’ આમ તો અત્યાર સુધીમાં કેટલાય લોકો એવરેસ્ટ સુધી જઈ આવ્યા હતા. પણ જેને એક પગ ન હોય એવી કોઈ[...]

અહેવાલ : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને ગ્રામનારાયણ સેવા : શ્રી કીર્તિબહેન ભટ્ટ

September 2, 2019|Tags: , , |

વૈષ્ણવો વિશેની વાતચીત પ્રસંગે ‘જીવ પ્રત્યે દયા’ એવા શબ્દો આવતાં શ્રીઠાકુરે કહ્યું કે જીવ પ્રત્યે દયા શાની ? સર્વ જીવની સેવા એ જ સાચો ધર્મ છે. સ્વામી વિવેકાનંદે આ ઉપરથી[...]

મૂલ્યલક્ષી શિક્ષણ : પ્રશ્નોત્તરી

September 2, 2019|Tags: , , |

પ્રશ્ન : હું મંદિરે ન જ જાઉં, એ યોગ્ય ગણાય ? ઉત્તર : વાસ્તવિક રીતે સ્વામી વિવેકાનંદે અદ્વૈત આશ્રમની સ્થાપના વખતે આમ કહ્યું હતું, ‘અહીં સત્ય અને માત્ર સત્ય જ[...]

સમાચાર દર્શન : સંકલન

September 2, 2019|Tags: , , |

૧૨૫ વર્ષ પૂર્વેનું સ્વામી વિવેકાનંદનું શિકાગો પ્રવચન આજે પણ પ્રાસંગિક છે સ્વામી વિવેકાનંદે ૧૨૫ વર્ષ પહેલાં ૧૮૯૩માં શિકાગોની વિશ્વધર્મપરિષદમાં આપેલા સુવિખ્યાત પ્રવચનના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રિયકક્ષાના એક સેમિનારનું આયોજન[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

October 2, 2019|Tags: , , , |

आपात-वैराग्यवतो मुमुक्षून् भवाब्धिपारं प्रतियातुमुद्यतान् । आशाग्रहो मज्जयतेऽन्तराले निगृह्य कण्ठे विनिवर्त्य वेगात् ।।79।। જે મુમુક્ષુ વૈરાગ્યવાળો બનીને પણ ભવસાગરને પાર કરવાના પ્રયત્ન કરે છે, આશારૂપી ગ્રાહ તેના ગળાને પકડીને તીવ્રવેગે હટાવીને[...]

વિવેકવાણી : સેવા એ જ પૂજા : સ્વામી વિવેકાનંદ

October 2, 2019|Tags: , , |

આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખ ક્ષણિક છે. પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના તો જીવતા કરતાં મરેલા વિશેષ છે. દયાની ભાવનાથી કોઈનું ભલું[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ

October 2, 2019|Tags: , , , |

સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન આજથી લગભગ ૧૨૦ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર ! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું[...]

દીપોત્સવી : પ્રાસ્તાવિક : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

October 2, 2019|Tags: , , |

ગાંધીજી એક ક્રાંતિકારી વિચારક હતા. તેઓ માનવ-સ્વભાવમાં મહત્ત્વનો પલટો લાવવા મથ્યા. તેમની વાણી ભાવિયુગની વાણી હતી. એ વાણીને જેવી છે તેવી સ્વીકારી લેવાને બદલે ભાવિયુગને નવું ધ્યેય અને નવી દિશા[...]

દીપોત્સવી : ગાંધીજી અને ચિકિત્સકોનો એક પરિવાર : સ્વામી તથાગતાનંદ

October 2, 2019|Tags: , , |

તેઓ સત્યને ચાહતા હતા. ‘માનવના મનની પ્રતિછાયાથી તેના મનનું માપન કરી શકાય.’ મહાત્મા ગાંધી તો વાસ્તવિક રીતે સત્યની શોધના કરનાર હતા. તેમનું સમગ્ર જીવન સત્યમાં જ આરોપાયેલું હતું. આવા ઉચ્ચ[...]

દીપોત્સવી : સત્ય એ જ કલિયુગની તપસ્યા : સ્વામી કૃષ્ણસખાનંદ

October 2, 2019|Tags: , , , |

આજે આપણા બધા માટે ધર્મનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે ‘આજના અનિશ્ચિત સમયમાં ઈશ્વર જ આપણા એકમાત્ર આશ્રય છે.’ આપણે મંદિરમાં જઈએ છીએ,[...]

દીપોત્સવી : ૧૯૨૧માં મહાત્મા ગાંધીની બેલુર મઠની મુલાકાત : સંકલન

October 2, 2019|Tags: , , , |

મહાત્મા ગાંધીએ ૩૦મી જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ બેલુર મઠની મુલાકાત લીધી હતી. એ વખતે સ્વામી વિવેકાનંદની ૫૯મી જન્મજયંતીની ઉજવણી થતી હતી. તે વખતે ઉપસ્થિત લોકોએ ગાંધીજીને વિનંતી કરતાં એમણે થોડી મિનિટ[...]

દીપોત્સવી : મહાત્મા ગાંધીજી અને હું : ડૉ. સેજલ શાહ

October 2, 2019|Tags: , , |

ચેતનાનો ધોધ જે મારી નસેનસને રોમાંચિત કરીને મને સતત જાતને તપાસવાની, તપાવવાની અને તંતોતંત સમજવાની ચાવી પૂરી પાડે છે, તે છે ગાંધીજીનું જીવન. ૨૧મી સદીના પ્રવેશને ૧૯ વર્ષ વીતી ગયાં[...]

દીપોત્સવી : મહાત્મા ગાંધીની દિનચર્યા : સોનલ પરીખ

October 2, 2019|Tags: , , |

મહાત્મા ગાંધીની દિનચર્યા કેવી હતી, તેની વાત કરતાં પહેલાં એક નાનો પ્રસંગ જોઈએ : પ્રખર ગાંધીજન ડૉ. અભય બંગના પિતા ઠાકુરદાસ બંગ તરુણ હતા ત્યારની વાત છે. એક દિવસ તેઓ[...]

દીપોત્સવી : બાળશિક્ષણ અને મહાત્મા ગાંધી : જ્યોતિબહેન થાનકી

October 2, 2019|Tags: , , |

‘કેળવણી એટલે બાળકનાં મન, શરીર અને આત્માના જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધી તેને બહાર આણવા.’ - મહાત્મા ગાંધી શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન નહીં, શિક્ષણ એટલે પાઠ્યપુસ્તકોમાં આપેલા[...]

દીપોત્સવી : દરિદ્રનારાયણના વાણોતર ગાંધીજી : ભદ્રાયુ વછરાજાની

October 2, 2019|Tags: , , |

બાપુ દરિદ્રનારાયણના પૂજારી હતા. બાપુ પોતાના એકેએક કામમાં દરિદ્ર એટલે કે નીચામાં નીચા માણસનો પ્રથમ વિચાર કરતા. બાપુનો ધ્યાનમંત્ર હતો પછાતમાં પછાતની સેવા. બાપુને દેશની પરાધીનતા, અર્ધગુલામી અને જનતાની[...]

દીપોત્સવી : ગાંધીજી અને પત્રકારત્વ : રાજુલ દવે

October 2, 2019|Tags: , , |

ગાંધીજી વિશે ખૂબ કહેવાયું અને લખાયું છે. એક આધ્યાત્મિક સંત પુરુષ તરીકે તેઓ જાણીતા છે, તો તેમની પ્રતિભા ભારતને સ્વરાજ મેળવી આપનાર રાજનીતિજ્ઞ રૂપે પણ જાણીતી છે. ભારતના જ નહીં,[...]

દીપોત્સવી : દિલની મોટપ : મિખેલ શોલોખોવ

October 2, 2019|Tags: , , |

માનવ-ઇતિહાસની ક્રૂર, કરુણ ઘટનાઓ તેમજ રાષ્ટ્રિય સંસ્કૃતિના વિકાસની મધ્યમાં શ્રેયને કાજે એક થઈ જતા હોવાના માનવ-આત્માના પ્રબળ ઉદ્રેકના પ્રેરણાસભર પુરાવા મળી આવે છે. રાષ્ટ્રોના ભાગ્યનિર્માણની તવારીખનાં, દેશોના ઇતિહાસનાં ઉત્કૃષ્ટ પ્રકરણો[...]

દીપોત્સવી : સાંપ્રત યુગમાં ગાંધીજીની અહિંસાની પ્રાસંગિકતા : પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ

October 2, 2019|Tags: , , |

મહાત્મા ગાંધીજીની અહિંસાના સંદર્ભમાં અજાણ્યા એક પ્રસંગનું સ્મરણ થાય છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી સભામાં ગાંધીજીએ અંધારા ખૂણામાં એક માણસને ઊભેલો જોયો. એમની નજર એના પર ચોંટી ગઈ. સભા પૂર્ણ[...]

દીપોત્સવી : પર્યાવરણનું રક્ષણ અને ખાદી : દેવેન્દ્રકુમાર દેસાઈ

October 2, 2019|Tags: , , |

૧૯૧૫માં મહાત્મા ગાંધી સ્વદેશ પાછા ફર્યા અને જુદાં જુદાં સ્થળે ફરીને આશ્રમ સ્થાપવા માટે વિચારણા કરી. આખરે અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું. કોચરબ આશ્રમમાં હાથશાળ મેળવીને શરૂ કરી, પરંતુ[...]

દીપોત્સવી : સાંપ્રત સમાજનાં માતપિતાની ભૂમિકા – ગાંધીજીવનના સંદર્ભમાં : ગુલાબભાઈ જાની

October 2, 2019|Tags: , , |

સમગ્ર વિશ્વ ગાંધીજન્મની સાર્ધશતાબ્દી ઊજવી રહ્યું છે, ત્યારે જે વિષય મને સૂચવાયો છે તેનાં ત્રણ પાસાં છે. પ્રથમ સાંપ્રત સમાજનું સ્વરૂપ સમજવું પડે અને તે માટે માતપિતાની ભૂમિકા ગાંધીજીવનના સંદર્ભમાં[...]

દીપોત્સવી : વધુ દુઃખદ : મીરાંબહેન

October 2, 2019|Tags: , , |

ગાંધીજીનો પ્રભાવ ભારત ઉપર અને જગત ઉપર વધારે કેમ ન પડ્યો ? જ્યારે આપણે દાંડીકૂચ વખતની લોકજાગૃતિ અથવા ગોળમેજી પરિષદ વખતે જે રાજ્દ્વારી કુનેહથી ગાંધીજીએ ભારતનું ગૌરવ સાચવ્યું તે અથવા[...]

દીપોત્સવી : મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો : શ્રી મનસુખભાઈ મહેતા

October 2, 2019|Tags: , , |

કીર્તિમંદિર પાછળની ભૂમિકા મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના કુટુંબનું પૈતૃક નિવાસસ્થાન કીર્તિમંદિરને અડીને આવેલું છે. ૧૯૪૪માં બ્રિટિશ સરકારે આગાખાન મહેલમાંની નજરકેદમાંથી મુક્ત કર્યા, એ[...]

દીપોત્સવી : સત્યાગ્રહ આશ્રમ, કોચરબ : શ્રીમતી ભદ્રા સવાઈ અને શ્રી કપિલ દેશવાલ

October 2, 2019|Tags: , , |

કર્મવીર ગાંધી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૪ ડિસેમ્બરની ૧૯મીએ લંડન થઈ ભારત પાછા આવવા નીકળ્યા અને ૧૯૧૫ના જાન્યુઆરીની ૯મીએ મુંબઈ પહોંચ્યા. મુંબઈથી ૧૭મી જાન્યુઆરીએ રાજકોટ થઈ ગાંધીજી પહેલી ફેબ્રુઆરીએ અમદાવાદ આવ્યા. બીજે[...]

દીપોત્સવી : ગાંધીજીની નઈ તાલીમ : શાશ્વત જીવનદર્શન : ભરત ના. ભટ્ટ

October 2, 2019|Tags: , , |

મહાત્મા ગાંધી દીક્ષિત નઈ તાલીમની પ્રાસંગિકતા કોઈ પણ શંકા કે સંશયથી પર છે. વાસ્તવમાં તે એક એવું કેળવણી તત્ત્વજ્ઞાન છે જે અમર્ત્ય છે. ખરેખર તો તે સ્થળ અને કાળથી પર[...]

દીપોત્સવી : વર્તમાન યુવાઓ માટે ગાંધીજીની પ્રસ્તુતતા : હરેશ ધોળકિયા

October 2, 2019|Tags: , , |

મહાત્મા ગાંધીનું ૧૫૦મું જન્મવર્ષ ચાલી રહ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વ તેને ઊજવી રહ્યું છે. તે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અન્ય કાર્યક્રમો તો ઠીક છે, ઉજવવા જોઈએ, પણ[...]

Go to Top