આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ

March 1, 2017|Tags: , , , , |

સર્વદા જગન્નમાતાના પ્રેમમાં તરબોળ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યદર્શનની એક બીજી પ્રાસંગિક ઘટનાનો અહીં ઉલ્લેખ કરવો યોગ્ય છે. જાન્યુઆરી, 1883ની તેમની અનુભૂતિ તેમણે આ પ્રમાણે વર્ણવી હતી : પરમાત્મા એકલા નિરાકાર જ નથી,[...]

અધ્યાત્મ : સદ્ગુરુ અને શિષ્ય : શ્રી હર્ષદભાઈ પટેલ

March 1, 2017|Tags: , , |

આધ્યાત્મિક જીવનયાપન કરવા માટે સદ્ગુરુની આવશ્યકતા છે. સાધારણ સાધકને પોતાના પૂર્વજન્મની પ્રવૃત્તિઓ અને વર્તમાન અધિકારનો ખ્યાલ હોતો નથી. વળી, શુદ્ધ બુદ્ધિ પણ હોતી નથી કે પોતાના અધિકારીપણાની પસંદગી કરી શકે.[...]

સંશોધન : હીરાનંદ શૌકીરામ અડવાણી (શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ સિંધી ભક્ત) : શ્રીસુરમ્ય યશસ્વી મહેતા

March 1, 2017|Tags: , , , |

સર્વધર્મ-સમન્વય-અવતાર શ્રીરામકૃષ્ણદેવ પાસે દૂર સુદૂરથી અનેક ભક્તો દક્ષિણેશ્ર્વર કાલી મંદિર ખાતે તેમનાં દર્શને આવતા. 2200 માઈલ જેટલા દૂરથી હૈદરાબાદ (સિંધ) થી વધુ અભ્યાસાર્થે સિંધી સમાજના એક યુવાન ઈ.સ.1879માં કોલકાતા આવ્યા[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

March 1, 2017|Tags: , , , |

નમોઽસ્તુ તે પુણ્ય જલાશ્રયે શુભે વિશુદ્ધસત્ત્વે સુરસિદ્ધસેવિતે । નમોઽસ્તુ તે તીર્થગણૈર્નિસેવિતે નમોઽસ્તુ તે રુદ્રાંગસમુદ્ભવે વરે॥ પુણ્ય જળનો આશ્રય કરનારી, શુભસ્વરૂપિણી, વિશુદ્ધસત્ત્વરૂપી અને દેવતાઓ તેમજ સિદ્ધોની સેવા પ્રાપ્ત કરનારી હે દેવી[...]

ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે

March 1, 2017|Tags: , , , |

મઠ :- ધર્મને અનુરૂપ સુનિશ્ર્ચિત સિદ્ધાંતના પ્રચાર-પ્રસાર માટે સ્થપાયેલ સંસ્થાનોને મઠ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. હિંદુ ધર્મમાં આવા મઠ સ્થાપવાની તેમજ પોતાના નિશ્ર્ચિત મતાનુસાર હિંદુ ધર્મનો પ્રચાર કરનાર શિષ્ય-ઉપદેશકો ઊભા[...]

પુરાણ કથા : કરુણાનો સદ્ગુણ : ભગિની નિવેદિતા

March 1, 2017|Tags: , , , |

(ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) પ્રાચીનકાળમાં ચ્યવન નામના મહાન ઋષિ હતા. ગર્વ અને ક્રોધ, આનંદ અને શોકથી મુક્ત રહીને, તેઓએ જંગલમાં નિવાસ કરતાં કરતાં બાર વર્ષ સુધી ઉદવાસ નામનું વ્રત[...]

અહેવાલ : વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન (વિવેક)

March 1, 2017|Tags: , , , |

                        શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન (વિવેક) જાન્યુઆરી-૨૦૧૬ થી ડિસેમ્બર-૨૦૧૬ સુધીની પ્રવૃત્તિઓનો અહેવાલ   વાચનાલય (વિદ્યાર્થીઓ[...]

વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

March 1, 2017|Tags: , , , |

(વર્ષ ૨૮ : એપ્રિલ ૨૦૧૬ થી માર્ચ ૨૦૧૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) અધ્યાત્મ : સાધના - લે. શ્રીહર્ષદભાઈ પટેલ : ૨૫(૧), આત્મકલ્યાણનું પ્રથમ સોપાન : પ્રાર્થના[...]

સમાચાર દર્શન : સંકલન

March 1, 2017|Tags: , , |

રામકૃષ્ણ સંઘનાં કેન્દ્રો દ્વારા રાહતકાર્ય (ચક્રવાત, પૂર, અગ્નિ ઇત્યાદિ રાહતકાર્યનો તા. ૧લી ફેબ્રુઆરીનો સંક્ષિપ્ત અહેવાલ) શિતપ્રકોપ : ભુવનેશ્વર(૫૦૦), બર્દવાન(૧૫૦), ચંદીગઢ(૨૭૦), કૂચબિહાર(૩૮૯), ગુરાપ(૧૬૦), ગુવાહાટી(૪૨૩), જયપુર(૩૦૦), કામારપુકુર(૧૯૮૦), કાનપુર(૨૦૦), ખેતરી(૫૦), કોઠાર(૩૫૦), લખનૌ(૬૦૦), નરોત્તમનગર(૫૧૭),[...]

દિવ્યવાણી : શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

April 1, 2017|Tags: , , |

તો એ લોકોની આ વાત બરાબર નથી કારણ કે એ જ સ્થળે ભગવાને આ પણ કહ્યું છે કે योग: कर्मसु कौशलम् (भ.गीता.2.50) એટલે કે કર્મોમાં કુશળતા એ યોગ છે અને[...]

અમૃતવાણી : ઈશ્વર-સાધના : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2017|Tags: , , |

ભરદ્વાજ વગેરે ઋષિઓએ રામની સ્તુતિ કરીને કહ્યું હતું કે ‘હે રામ, તમે જ તે અખંડ સચ્ચિદાનંદ. તમે અમારી પાસે મનુષ્યરૂપે અવતાર લીધો છે. વાસ્તવિક રીતે તો તમે તમારી માયાનો આશ્રય[...]

માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી

April 1, 2017|Tags: , , , |

સરયૂબાલાદેવીની નોંધ આ  સાંભળીને મેં કહ્યુુંં, ‘આ જીવનમાં તેમને જોવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું નથી અને પુનર્જન્મમાં હું તેમને જોઈશ કે નહીં તે તો તેઓ એકલા જ જાણે છે. તો[...]

વિવેકવાણી : મૂર્તિપૂજા : સ્વામી વિવેકાનંદ

April 1, 2017|Tags: , , |

રોમન કેથલિકો અને ગ્રીક ખ્રિસ્તીઓ મૂર્તિપૂજા માટે અમુક પ્રતિમાઓ રાખે છે; ઈશુ ખ્રિસ્ત અને તેની માતાની મૂર્તિઓને પૂજવામાં આવે છે. પ્રોટેસ્ટંટ પંથમાં મૂર્તિપૂજા નથી તેમ છતાં તેઓ સગુણ ઈશ્વરની ઉપાસના[...]

સંપાદકીય : સાધુસંગ-સત્સંગ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2017|Tags: , , |

વિકરાળ સંસારમાં મોહજ્વાળાદગ્ધ જીવ અનેકાનેક યોનિઓમાં ભ્રમણ કરતો દૈવવશાત્ જ્યારે મનુષ્યદેહ પ્રાપ્ત કરે છે ત્યારે એનું ચરમ લક્ષ્ય ઇન્દ્રિયસુખ કે ભોગવિલાસ નહીં પણ એકમાત્ર પ્રભુપ્રાપ્તિ જ હોવું જોઈએ, જેમ કે[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

April 1, 2017|Tags: , , , |

કર્મવિધાનથી બંધાયેલ રહેવું તથા એ ચક્રનાં પૈડાંથી પિસાતા રહેવું અનિવાર્ય નથી. તેના દુ:ખદાયી દાંતાથી મુક્ત થવાનો ઉપાય છે. ભગવદ્ ગીતા (18.66)માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કર્મબંધનમાંથી મુક્ત થવાનો સીધો સાદો ઉપાય[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

April 1, 2017|Tags: , , , |

(અનુવાદક : કુસુમબહેન પરમાર) સેવક - કેવી રીતે મન ગુરુ થઈ જાય છે? મહારાજ - જો તમને ઇષ્ટમાં વધારે પ્રેમાકર્ષણ હોય, તો તમારું મન ઇષ્ટપ્રેમને છોડીને બીજા કશામાંય જવા ઇચ્છે[...]

ચિંતન : ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

April 1, 2017|Tags: , , , |

મણકો પહેલો - ભૂમિકા ભારતની ભૌગોલિક સીમાઓમાં અવારનવાર પરિવર્તનો આવ્યા કર્યાં છે, છતાં એની વિસ્તૃત સાંસ્કૃતિક સીમાઓ તો સેંકડો સૈકાઓથી અકબંધ જ રહી છે. એવા ભારતની ભૂમિમાં જન્મેલાં અને વિકસેલાં[...]

અધ્યાત્મ : બંસરી : શ્રી ભક્તિબહેન પરમાર

April 1, 2017|Tags: , , |

જે પ્રેમ કરે છે એના ભાગે પીડા આવે છે. પીડા એ પ્રેમનું પ્રથમ પરિણામ છે. આ પીડા જે જીરવી શકે એને જ છેવટે અમૃત મળે છે. બંસરી શ્રીકૃષ્ણના અધર પર[...]

આરોગ્ય : ભોજન અને સ્વાસ્થ્ય : ડૉ. કવિતા વ્યાસ (આયુર્વેદાચાર્ય)

April 1, 2017|Tags: , , |

અંગે્રજીમાં કહેવત છે કે Prevention is better than cure. આયુર્વેદ પણ આ જ સિદ્ધાંત બતાવે છે કે સ્વાસ્થ્યની જાણકારી એ રોગનો ઇલાજ કરવા કરતાં ક્યાંય વિશેષ મહત્ત્વપૂર્ણ છે. સ્વાસ્થ્યની જાળવણી[...]

સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ

April 1, 2017|Tags: , , , , |

(અનુ. હર્ષદભાઈ પટેલ) ખરું જોતાં, શ્રીરામકૃષ્ણદેવ બધા લોકો સાથે જ્ઞાતિ, સંપ્રદાય કે વ્યક્તિના જીવનની સ્થિતિની ગણના કર્યા સિવાય ભળતા અને જાણે કે તેઓ પોતાના જ હોય તેમ વર્તાવ કરતા. બ્રાહ્મભક્તોને[...]

વ્યક્તિત્વ-વિકાસ : છે કામના એક, ખપી જવાની : શ્રીમનસુખભાઈ મહેતા

April 1, 2017|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવ કર્મયોગ એટલે શું એ વિશે વાત કરતા કહે છે : સત્ત્વગુણીનું કર્મ ખરી પડે છે. એ ઇચ્છે તો પણ, એ પ્રવૃત્ત રહી શકે નહીં. ઈશ્વર જ એને પ્રવૃત્તિ કરતાં[...]

ઇતિહાસ : રાષ્ટ્ર અને રાષ્ટ્રિય એકતા-અર્વાચીન દૃષ્ટિએ : શ્રીનરેન્દ્ર આર. પટેલ

April 1, 2017|Tags: , , |

ઈક નદિયા ઈક નાર કહાવત, મૈલો હી નીર ભરો ! જબ મિલ કરકે એક બરન ભયે, સુરસરિ નામ પર્યો. આ અવતરણ પરથી આપણને આપણી રાષ્ટ્રિય એકતાની દીવાલમાં બાકોરાં પાડનાર અનેક[...]

અધ્યાત્મ : સાધના : શ્રીહર્ષદભાઈ પટેલ

April 1, 2017|Tags: , , |

આધ્યાત્મિક જીવનનું મૂળભૂત અંગ છે સાધના. આ પદનો અર્થ છે અભ્યાસ. સિદ્ધિ કે ફળપ્રાપ્તિના ઉદ્દેશસહ પ્રયાસ એટલે સાધના. ઈશ્વરપ્રાપ્તિ જ માનવજાતનું પરમ ધ્યેય છે, એની ઉદ્ઘોષણા ભગવાન શ્રીરામકૃષ્ણદેવે કરી હતી.[...]

ચિંતન : જૈન ધર્મમાં વસુધૈવ કુટુમ્બકમ્ : સ્વામી આત્માનંદ

April 1, 2017|Tags: , , |

‘વસુધૈવ કુટુમ્બકમ્’ વિરાટ મમત્વનો બોધ આપે છે. તેની વ્યાખ્યા માટે એક સંસ્કૃત સુભાષિત છે, જે કહે છે - अयं मम परो वेत्ति गणना लघुचेतसाम् । उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥[...]

ચિંતન : ગીતા – એક ચિંતન : સ્વામી સત્યરૂપાનંદ

April 1, 2017|Tags: , , |

મહાભારતના મધ્યમાં ભીષ્મપર્વમાં ગીતા આવે છે. યુદ્ધની વચ્ચે ગીતા ભગવાન શ્રીકૃષ્ણે કહી છે. ગીતા ભગવાને શા માટે કહી ? પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં । વ્યાસેન ગ્રથિતાં પુરાણ-મુનિના મધ્યેમહાભારતમ્ ॥[...]

Go to Top