આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદનું પ્રેરણાદાયી કેળવણી દર્શન : પ્રો. ડો. મિતા હરીશ થાનકી

July 1, 2012|Tags: , , , |

‘ન માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિંચિત્, નમામિ તં નિર્ભયમ્ ઊર્ધ્વ માનુષમ્’- ઉમાશંકર જોશી ‘મનુષ્યમાં રહેલું પરમ તત્ત્વ એટલે આત્મિક ઊર્જાનું કેન્દ્રીકરણ-મનુષ્ય એ આત્મિક સત્ છે. તે જેવો દેખાય છે, એવો જ[...]

તમારા જ જેવા…-૧ : ચંદુભાઈ ઠકરાલ

July 1, 2012|Tags: , , |

ઈશ્વરે મનુષ્યના સ્વભાવનું નિર્માણ બે પ્રકારનું કર્યું છે. (૧) લઘુતાગ્રંથિવાળો સ્વભાવ અને (૨) ગુરુતાગ્રંથિવાળો સ્વભાવ. લઘુતાગ્રંથિવાળા લોકો હંમેશાં પોતાની અંદર કાંઈક ખૂટે છે, એવી ગ્રંથિ, માન્યતાથી પીડાતા હોય છે. એમને[...]

સંકલન : સ્વામી વિવેકાનંદ પ્રદર્શન – અહેવાલ

July 1, 2012|Tags: , , , |

સ્વામી વિવેકાનંદની ‘વૈશ્વિક પ્રતિભા’ અને ‘રાષ્ટ્રિય પ્રતિભા’ એટલી ઊંચાઈએ છે કે તેને નિરખવા આકાશભણી જોવું પડે. આ એ જ વિશ્વમાનવ છે કે જે પરિવ્રાજક અવસ્થામાં ગુજરાત, કચ્છ, કાઠિયાવાડની ધરા પર[...]

દિવ્યવાણી

August 1, 2012|Tags: , , , |

जयति तेऽधिकं जन्मना व्रजः श्रयत इन्दिरा शश्वदत्र हि । दयित दृश्यतां दिक्षु तावकास्त्वयि धृतासवस्त्वां विचिन्वेते ।। (10.31.1) ગોપીઓ કહે છે - હે પ્રાણપ્રિય કૃષ્ણ ! તમે અહીં જન્મ્યા છો, તેથી[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : એને માટે કશુંય અશક્ય નથી : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2012|Tags: , , |

ઈશ્વર સંબંધી વાર્તાલાપ કરતાં એક વાર મથુરબાબુએ કહ્યું, ‘ઈશ્વરે પણ પોતે ઘડેલા નિયમોનું પાલન કરવું પડે. એ નિયમ તોડવાની શક્તિ એની પાસે નથી.’ ‘કેવી તો નાખી દેવા જેવી વાત છે[...]

વિવેકવાણી : ભગવાન શ્રીકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ

August 1, 2012|Tags: , , , |

શ્રીકૃષ્ણનું મહાન કાર્ય હતું આપણી આંખો ઉઘાડવાનું અને માનવજાતિની આગેકૂચ તરફ વિશાળ દ્દષ્ટિથી જોતાં શીખવાનું. સર્વમાં સત્ય જોવા જેટલું વિશાળ હૃદય સહુ પ્રથમ એમનું જ બન્યું હતું; દરેકેદરેકને માટે સુંદર[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-3: સંપાદકીય

August 1, 2012|Tags: , , |

ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં જે તે દેશની સર્વાંગી પ્રગતિમાં સૌથી મોટો ફાળો છે, સામાન્ય જનતાનો. એમના પ્રદાનની આપણે જાણ્યે-અજાણ્યે નોંધ લેતા નથી. વિશ્વવિજેતાઓ, યુદ્ધવીરો અને દેશનેતાઓનાં જ આપણે ગુણગાન[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

August 1, 2012|Tags: , , , |

ગતાંકથી આગળ... પશ્ચિમના આખા ઇતિહાસમાં, માત્ર એક માનવીએ આ સાક્ષાત્કાર સાઘ્યો હતો. એ હતો સોક્રેટિસ. ડાયલોગ્ઝ ઓફ પ્લેટો (પ્લેટોના સંવાદો)માં, મૃત્યુનો સામનો કરતા સોક્રેટિસનું વર્ણન છે. હિમ્મતની ભાવના ન હોય[...]

કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

August 1, 2012|Tags: , , |

ગોપીઓએ ભગવાનને એકવાર આવો જ પ્રશ્ન કર્યાે. ગોપીઓ આતુર બનીને ભગવાનને વનવન શોધતી ફરે છે. ખૂબ શોધ્યા પછી અને ઘણા દુઃખ-કષ્ટ પછી ભગવાન પ્રગટ થયા. ગોપીઓને ઘણું અભિમાન થયું. ભગવાન[...]

નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-૨ : ગુલાબભાઈ જાની

August 1, 2012|Tags: , , , |

સ્વામી વિવેકાનંદે લખ્યુંઃ ‘‘અમે આટલા બધા સંન્યાસીઓ ભ્રમણ કર્યા કરીએ અને લોકોને ધર્માેપદેશ આપ્યા કરીએ, એ કેવળ ગાંડપણ છે. શું આપણા ગુરુદેવ કહેતા ન હતા કે ભૂખ્યે પેટે ધર્મ આચરી[...]

જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી શુદ્ધાનંદ : સ્વામી અબ્જજાનંદ

August 1, 2012|Tags: , , , , |

એપ્રિલ ૧૯૨૬માં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓની પ્રથમ કોન્ફરન્સ બેલુરમઠમાં સાત દિવસ સુધી યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં આ સંસ્થાના હાલના અને ભવિષ્યનાં કાર્ય માટે ઘણા મહત્ત્વના અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ[...]

સંસ્મરણ : સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો : સંકલન

August 1, 2012|Tags: , , , |

સ્વામી તુરિયાનંદ દ્વારા કથિતઃ * એક વખત અમેરિકામાં સ્વામીજી આત્માના અજરત્વ અને અમરત્વ વિશે ઉપદેશ આપતા હતા, ‘હું આત્મા છું, મારો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. મને ભય[...]

સૌરાષ્ટ્રના ધબકતા લોકજીવનનો પ્રાણઃ કૃષ્ણ : ઘનશ્યામભાઈ ગઢવી

August 1, 2012|Tags: , , |

ચોર્યાસીલાખ ફેરાના ફજેતે ચડેલો જીવ, આવાગમનથી ધરાઈ જાય, વૈકુંઠ ધામનું વિમાન હેઠું ઊતરે તો હડી કાઢીને ચડી જાવાની હામ, વૃદ્ધ બરડ હાડમાં આવી જાય. આ વિમાનમાં ચડી જાવા હૈયે હૈયું[...]

ચિંતન પ્રેરણા : મમતા મોટી બલા : સ્વામી આત્માનંદ

August 1, 2012|Tags: , , |

‘મમતા બૂરી બલા’ એવી કહેવત છે. એટલે કે મમતા એક મોટી બલા છે. એ વાત સાચી કે મમતાને લીધે માતપિતા પોતાનાં સંતાનોનું ભરણપોષણ કરવાની પ્રેરણા મેળવે છે. પણ અતિ મમતાના[...]

પ્રેરણા : પ્રેમની અદ્‌ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ

August 1, 2012|Tags: , , |

આધુનિકતાવાદીઓનો વિચાર આધુનિકતાવાદીઓના મત પ્રમાણે આદર્શવાદ તથા શ્રેષ્ઠતાની આ બધી માન્યતાઓ નિરર્થક છે. એમના મત પ્રમાણે વિવેકપૂર્ણ ચિંતન કરનારા બધા લોકોએ આધુનિક સભ્યતાની સાથે જ તાલ મેળવીને ચાલવા તરફ ધ્યાન[...]

સ્મરણ કરો એ ક્રાંતિવીરોને જેમનાં નામ હજુ ઈતિહાસના ચોપડે ચડવાનાં બાકી છે : દીપકકુમાર રાવલ

August 1, 2012|Tags: , , |

આ તે કેવી વિડંબણા? પ્રજાસત્તાક દિન (૨૬ જાન્યુ) અને આઝાદી દિન (૧૫ ઓગસ્ટ)વચ્ચે શું તફાવત રહેલો છે એ આઝાદ હિન્દુસ્તાનના સેંકડો યુવક-યુવતીઓને ખ્યાલ જ નથી. કારણ કે પંદર ઓગષ્ટની સાંજે[...]

વિજ્ઞાન : પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી

August 1, 2012|Tags: , , , |

પ્રાચીન ભારતની સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન જરૂર હતી. અધ્યાત્મ એના કેન્દ્રમાં પણ હતું છતાં વિવિધ વિજ્ઞાનોમાં પણ એણે ગણનાપાત્ર પ્રગતિ કરી હતી. નગરરચના, ગૃહનિર્માણ, અવકાશ વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, ગણિત, આયુર્વેદ, સૈનિકશિક્ષણ, ખનિજ-ધાતુ ઉદ્યોગ,[...]

વાર્તા : મોતીકાકા : રામેશ્વર તાંત્તિયા

August 1, 2012|Tags: , , |

અમારા ગામમાં બહારથી આવેલ સાધુ મહાત્મા તેઓ જ્યારે પ્રવચન આપતા, એક વૃદ્ધ નિયમિતરૂપે સૌથી પહેલાં પહોંચી જતા અને બધાંય ચાલ્યાં જાય પછી ઊઠતા. લોકોનાં બૂટચપ્પલ પાસે બેસીને હાથમાં માળા લઈને[...]

શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય : ડોંગરેજી મહારાજ

August 1, 2012|Tags: , , |

શ્રીમદ્ ભાગવત એ પરમહંસોની સંહિતા છે. ભાગવત એ મોક્ષ પ્રાપ્તિ કરવાનું સરળ સાધન છે. ભાગવત એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. ભાગવતનો મનથી આશ્રય કરશો તો તે તમને પરમાત્માની ગોદમાં બેસાડશે.[...]

શીતળા સાતમ : પાંડુરંગ શાસ્ત્રીજી

August 1, 2012|Tags: , , |

શ્રાવણ માસની સુદ અને વદ બન્ને સાતમને શીતળા-સાતમ કહેવામાં આવે છે. તેના આગળના દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધું રાંધી લીધા પછી બહેનો સગડી ઈત્યાદિ રસોઈનાં સાધનોની[...]

ભ્રમ અને સત્ય

August 1, 2012|Tags: , , |

ગામમાં એક ગોવાળિયો હતો. રઘુ એનું નામ. રઘુનું ઝૂંપડું અને વાડો ગામને છેવાડે હતાં. વગડો નજીક હતો. રઘુ પાસે દસ ગાય હતી. ગાયોને એ વાડામાં ખીલે બાંધતો. રઘુ સવારે ઊઠે,[...]

દિવ્યવાણી : શ્રી આદિશંકરાચાર્ય કૃત

September 1, 2012|Tags: , , |

स्वदंशस्य ममेशान त्वन्मायाकृतबन्धनम् । त्वदंघ्रिसेवामादिश्य परानन्द निवर्तय ।। હે પરમાનંદ સ્વરૂપ પરમેશ્વર! આપના અંશરૂપ મને આપની ચરણસેવા દર્શાવી આપની માયાએ કરેલું બંધન આપ દૂર કરો. त्वत्कथामृतपाथोधौ विरहन्तो महामुदः । कुर्वन्ति[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : મૃત્યુ પછી તારી પાછળ કોઈ નહીં આવે : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2012|Tags: , , |

‘એક શિષ્ય ગુરુને કહ્યા કરતો કે મારી સ્ત્રી મારી ખૂબ સેવા કરે છે. એટલે તેની ખાતર ઘર છોડીને જઈ શકતો નથી. શિષ્ય ગુરુ પાસે હઠયોગની ક્રિયાઓ શીખતો. એટલે તેના ગુરુએ[...]

વિવેકવાણી : શિક્ષકની સહાય અને અનંતજ્ઞાનની જાગૃતિ : સ્વામી વિવેકાનંદ

September 1, 2012|Tags: , , , |

કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. (૩.૨૮૫) આ જ્ઞાન માનવીમાં અંતર્ગત છે. કોઈ જ્ઞાન બહારથી આવતું નથી; એ બધું આંતરિક છે. આપણે જ્યારે એમ કહીએ કે માણસ ‘જાણે[...]

Go to Top