ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
વિવેકવાણી : વાસ્તવિકતા : સ્વામી વિવેકાનંદ
ઈશ્વરને સર્વત્ર જોવો અને સર્વમાં જોવો, અને ત્યારે જ હું જગતનો ખરો આનંદ લઈ શકું, એ વાત મેં મારા બાળપણથી સાંભળી છે; પણ જેવો હું દુનિયામાં ભળું છું અને દુનિયા[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદે આપણા સૌ માટે શું કર્યું છે?
૧૯૦૧ના એપ્રિલ મહિનામાં સ્વામીજી શિલોંગથી અત્યંત બિમાર હોવા છતાં પોતાનાં માતા સાથે ઢાકા આવ્યા. અહીં એમને દમનો મોટો હુમલો આવ્યો. પહેેલેથી જ એમને મધુપ્રમેહ તો હતો જ. એમની તબિયત ખૂબ[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
વેદાંત કહે છે કે, ચૈતન્ય જ જગતના બધા પદાર્થાેમાં વિવિધ કક્ષાએ પ્રગટેલું છે. મુણ્ડક ઉપનિષદ (૨.૨.૧૧)માં આ સત્ય જણાવે છે તે પ્રમાણે ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम् છે. ‘આ વિષયો અને પદાર્થાેવાળું[...]
સંસ્મરણ : ચાલો મા નર્મદાની પરિક્રમાએ – ૪ : સ્વામી આત્મકૃષ્ણ
નર્મદાતટનાં પવિત્રતમ છ સ્થાનો- ૧. અમરકંટક, ૨. શૂલપાણિ, ૩. વિમલેશ્વર, ૪. ભરૂચ, ૫. કોરલ અને ૬. રેવારિસંગમ (ચાણોદ). કોરલમાં પ્રાચીન તીર્થાે ઉપરાંત ગુજરાતના પ્રસિદ્ધ સંત પુનિત મહારાજનો આશ્રમ- અન્નક્ષેત્ર વ.[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૫ : સ્વામી અબ્જજાનંદ
એક સાંજે સ્વામીજી વેદાંતનો વર્ગ લેતા હતા. તેમાં શુદ્ધાનંદ અને બીજા શિષ્યો હાજર હતા. સંધ્યા સમય હતો અને મંદિરમાં પૂજાનો સમય થઈ ગયો હતો. સ્વામી પ્રેમાનંદ આવ્યા અને તેમણે વર્ગમાં[...]
સંત મેકરણ : ઘનશ્યામ ગઢવી
કહેવાતા કર્મકાંડો જ્યારે માત્ર સ્થૂળ પ્રક્રિયા બની રહે, ભાવજગત શુષ્ક બની જાય, જીવતા માનવીઓની અવહેલના થાય અને પથ્થરની પ્રતિમાઓ જ માત્ર અંતિમ બની રહે, સમાજમાં વાણી-વર્તનમાં અસમતુલા સર્જાય, રહેણી અને[...]
ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી
સ્વામી વિવેકાનંદની વાણીમાં ‘ધર્માેના તુલનાત્મક અધ્યયન’ની ભાવિ જ્ઞાનશાખાની છડી પોકારાઈ રહી હોવાની વાત આપણે આગલા લેખોમાં કરી ગયા છીએ. હવે તે વિશે થોડી વધુ વાતો કરવાનો આ લેખનો ઉદૃેશ છે.[...]
આનંદ કથા : ડૉ. સુરુચિ પાંડે
સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણ પરમહંસ પ્રત્યે ધીમેધીમે આકર્ષાતા જતા હતા એ સમયગાળાના પ્રારંભની વાત છે. સ્વામીજી ધ્યાન, જપ અને સાધના વિશે તેમજ બીજા અધ્યાત્મજ્ઞાન વિશે શ્રીઠાકુર કહેતા તે ગ્રહણ કરતા. સંન્યાસ[...]
પ્રામાણિક વિદ્યાર્થી : સંકલન
પ્રાચીન કાળમાં કાશીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરે. એ સમયે બોધિસત્વે એક ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધો હતો. મોટો થઈને આ બ્રાહ્મણકુમાર કાશીના એક મોટા પંડિતને ત્યાં ભણવા ગયો. એ પંડિતની[...]
શ્રી શંકરાચાર્ય : સંકલન
હજારો વર્ષ પહેલાંની વાત છે. બધાં શાસ્ત્રોમાં નિપુણ શ્રીશિવગુરુ નામના પવિત્ર અને ધર્મભાવનાવાળા એક બ્રાહ્મણ હતા. એમનાં પત્ની સુભદ્રા પણ જીવતી-જાગતી ધર્મની મૂર્તિસમાં હતાં. દાંપત્યજીવનનાં ઘણાં વર્ષાે સુધી સંતાન પ્રાપ્તિ[...]
હૃદય સમ્રાટ : દીપકકુમાર એ. રાવલ ‘અજ્ઞાત’
ગરીબોના મસીહા મહાકવિ ‘નિરાલા’એ રોયલ્ટીની બધી જ રકમ નિર્ધન વૃદ્ધોને અર્પિત કરી હતી. નેપોલીયન બોનાપાર્ટે દોઢ મહિનો ભૂખ્યા રહીને ગરિબ કન્યાનાં આંસુ લૂછ્યાં હતાં. મહત્ત્વાકાંક્ષી માનવ બનવા કરતાં આદરણીય માનવ[...]
ઈશ્વરનું કયું સર્જન શ્રેષ્ઠ? : ડો. ગીતા ગીડા
માનવી એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. બીજા બધાં જીવો તેનાથી નિમ્નકક્ષાના છે. આ માન્યતાને ખોટી પુરવાર કરી; પશુ-પંખીમાં કેટલીક અજાયબી ભરેલી છે તેવું અનેક વાર સાબિત થઈ ચૂક્યું છે. અશ્વો[...]
કટાવા કરતાં ઘસાવું સારું! : રશ્મિ બંસલ
‘મારો જન્મ અને ઉછેર રાયપુરમાં થયો.’ પપ્પા-મમ્મી બંને એન્જિનિયર્સ છે. મમ્મી રાયપુર એન્જિનિયરિંગ કાૅલેજમાં પ્રોફેસર અને પપ્પા ભિલાઈના લોખંડ-પોલાદના કારખાનામાં (ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ)માં હતા. નાનપણથી જ હું અને મારી ત્રણેય[...]
પ્રેમની અદ્ભુત શક્તિ : સ્વામી જગદાત્માનંદ
વિજ્ઞાનનો દુરુપયોગ આૅસ્કાર વાઈલ્ડની એક કથાવાત જુઓઃ ‘ઈસુ ખ્રિસ્ત એક વખત કોઈએક ગામડામાંથી નગરમાં જઈ રહ્યા હતા. રસ્તા પર ચાલતી વખતે એમણે એક યુવાનને રસ્તાના નાળામાં પડેલો જોયો. ઈસુએ એને[...]
જીવન શું છે? : સંકલન
જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે.[...]
સમાચાર દર્શન
આધુનિક યુગના યુવાનોના આદર્શમૂર્તિ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા રાજ્યકક્ષાના યુવ સંમેલનનું આયોજન ૨૪ માર્ચ સવારના ૯ થી સાંજના ૫ઃ૩૦ સુધી યોજાયું હતું. આ યુવ સંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી ૧૧૦૦[...]
દિવ્યવાણી
प्रातः स्मरामि भवभीतिहरं सुरेशं गङ्गाधरं वृषभवाहनमम्बिकेशम्। खट्वाङ्गशूलवरदाभयहस्तमीशं संसाररोगहरमौषधमद्वितीयम् ।। સંસારના ભયનો નાશ કરનાર, દેવોના સ્વામી, ગંગાને ધારણ કરનાર, વૃષભ રૂપી વાહનવાળા, અંબિકાના સ્વામી, ખટ્વાંગ, ત્રિશૂલ, વરદાન અને અભયની મુદ્રાયુક્ત હાથવાળા,[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ : શ્રીરામકૃષ્ણદેવ
નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યુંઃ ‘નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક મહાન ભક્ત વસે છે. એની[...]
વિવેકવાણી : નિઃસ્વાર્થભાવે કામ કરો : સ્વામી વિવેકાનંદ
ફરી એકવાર અદ્વૈતનો એ મહાન ધ્વજ ફરકાવો. જ્યાં સુધી તમે જુઓ નહીં કે એ એક જ ઈશ્વર સર્વ ઠેકાણે હાજરાહજૂર છે, ત્યાં સુધી બીજી કોઈ પણ ભૂમિકા ઉપર તમે એ[...]
માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય
૧૮૮૪ની ૬ઠ્ઠી ડિસેમ્બરે અધરલાલ સેનના ઘરે બંકિમચંદ્ર સાથે વાતચીત કરતાં એમણે શ્રીઠાકુરને પ્રશ્ન પૂછ્યોઃ બંકિમ - .. રૂપિયો જો માટી હોય, તો તો પછી દયા-પરોપકાર કરવાં નહિ? શ્રીરામકૃષ્ણ (બંકિમને) -[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्। उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते।।19।। ‘જે આ આત્માને હણનાર માને છે ને જે એને હણાયેલો માને છે તે બંને જાણતા[...]
અમરનાથ અને ક્ષીરભવાની : સ્વામી ગંભીરાનંદ
સ્વામીજીના જીવનમાં ગહન આધ્યાત્મિક પ્રેરણાથી સભર અમરનાથ અને ક્ષીરભવાનીનું વિશેષ સ્થાન રહેલું છે. આ મહાપુરુષનું સ્મરણ કરતાં આ બંને સ્થળોની ઘટનાઓ સહજપણે જ મનઃચક્ષુ સમક્ષ જાગૃત થઈ જાય છે. આ[...]
જીવનકથા : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદ-૬ : સ્વામી અબ્જજાનંદ
શુદ્ધાનંદની તબિયત સુધરતાં સ્વામી નિરંજનાનંદજીની ચિંતામાં મોટે ભાગે રાહત મળી. ચારુચંદ્ર હજી સ્વામીજીના સંપર્કમાં આવવાના હતા. આમ છતાં આ બંને સંન્યાસીઓના પવિત્ર સંગાથે એમના ભાવિ જીવનને ઘડવામાં સહાય કરી. કેદારનાથ[...]
સચરાચરમાં વ્યાપ્ત ઈશ્વરી ઐશ્વર્યને પામતા માંડણ ભગત : ઘનશ્યામભાઈ ગઢવી
દે’ગામથી દ્વારકાની જાત્રાએ નીકળેલા માંડણ વરસડાના પગ સચાણા બંદરની દિશામાં અનાયાસે વળી ગયા. ઈશરદાસની કીર્તિની સુરભી માંડણ ભગતને સચાણા સુધી ખેંચી લાવી હતી. ભલો આવકારો આપીને ઈશરદાસજીએ માંડણ ભગતને બથમાં[...]
ધર્મોનું તુલનાત્મક અધ્યયનઃ એક દૃષ્ટિપાત-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી
તદુપરાંત દરેક ધર્મને પોતાની પુરાણકથાઓ હોય છે અને પોતાનાં વિધિવિધાનો અને ઉત્સવો હોય છે. પોતાનાં તત્ત્વજ્ઞાન પણ હોય છે. અને પોતાની પસંદગીની ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા પણ હોય છે. આ ચારેય[...]




