એક હવાઈ મથકે એક યુવાન મસમોટી બે સુટકેશને પરાણે પરાણે ઉપાડી જતો હતો. ત્યાં એક બીજો અજાણ્યો યુવાન ત્યાં આવી પહોંચ્યો અને પૂછ્યું: ‘ભાઈ, કેટલા વાગ્યા!’ પેલા યુવાને નિ:સાસો નાખીને સુટકેશ નીચે મૂકી ઘડિયાળમાં દૃષ્ટિ કરીને કહ્યું: ‘ભાઈ, આ તો નાની મજાની સુંદર કાંડા ઘડિયાળ છે.’

પહેલા યુવાનનો ચહેરો ચમક્યો અને બોલ્યો, ‘ના, એ તો ખરાબ નથી. જોઈ, લો.’ પછી એણે સમય કેવી રીતે બતાવે છે તે બતાવ્યું. આ ઘડિયાળ વિશ્વના દરેક દેશનો સમય બતાવે છે એટલું જ નહિ પણ ૮૬ જેટલા વિશ્વનાં મહાનગરોના સમય પણ એમાંથી જાણવા મળે છે. પછી એણે જુદાં જુદાં બટન દબાવીને વિશ્વનાં વિવિધ સ્થળોના સમય એમાં બતાવ્યા. બીજો યુવાન તો આવી ઘડિયાળ જોઈને અચંબામાં પડી ગયો. વળી પાછું એણે એક બીજું બટન દબાવ્યું અને ન્યુયોર્ક શહેરનો નક્શો દેખાયો. ત્યારે તેણે કહ્યું: ‘આ બટન દબાવીએ છીએ ત્યારે સેટેલાઈટ સાથે જોડાઈને આ બધું કાર્ય આ ઘડિયાળ કરે છે.’ બીજા યુવાને કહ્યું: ‘મારે આ ઘડિયાળ ખરીદવી છે.’ પહેલા યુવાને કહ્યું: ‘ભાઈ, હજુ તો આનું સંશોધન ચાલે છે એટલે વેંચી ન શકાય. જુઓ તો ખરા ડિઝિટલ ટર્નર સાથેનો નાનો, પણ ઘણો મહત્ત્વનો એફ. એમ. રેડિયો પણ છે. એમાં એવું સાધન છે કે ૧૨૫ મિટર સુધીનું અંતર માપી શકે છે. થર્મલ પેપર પ્રિન્ટ આઉટવાળું પેજર પણ છે. ૩૦૦ જેટલા સ્ટાન્ડર્ડ સાઈઝના ગ્રંથો જેટલા બોલાયેલ વાત-શબ્દો એમાં રેકર્ડ કરી શકાય છે. એમાંથી કેટલાંક સંશોધનોનું કામ પૂરું થયું છે.’ બીજા યુવાને કહ્યું: ‘ભાઈ, ગમે તે કરો પણ મારે આ ઘડિયાળ લેવી જ છે.’ પહેલા યુવાને કહ્યું: ‘ના, ભાઈ તમે સમજતા નથી હજુ આ ઘડિયાળ પૂરી તૈયાર નથી થઈ.’ બીજો યુવાન બોલી ઊઠ્યો: ‘હું તમને આના ૧૦૦૦ ડોલર આપું તો!’ પહેલો યુવાન બોલ્યો: ‘ અરે ભાઈ, આની પાછળ મેં ૫૦૦૦ ડોલર ખર્ચી નાખ્યા છે!’ બીજા યુવાને કહ્યું: ‘અરે ભાઈ, આના હું ૧૫૦૦૦ ડોલર આપું છું હવે આપી દો.’ આમ કહીને એણે ચેકબૂક કાઢી. પહેલા યુવાને વિચાર્યું: ‘આમાં મેં ૮૫૦૦ ડોલર જેટલી સામગ્રી અને મહેનત ઉમેરી છે અને ૧૫૦૦૦માં તો આવી બીજી ઘડિયાળ પણ બની જશે. પછી એને બજારમાં વેંચાણ માટે મૂકી દઈશ.’ આ દરમિયાન પેલાએ તો ચેક પણ લખી આપી દીધો. પહેલા યુવાને નિર્ણય લઈને ચેક લીધો અને ઘડિયાળ આપી દીધી. ઘડિયાળ લઈને બીજો યુવાના જવા માટે જરા વળ્યો ત્યાં જ પહેલા યુવાને કહ્યું: ‘અરે, ભાઈ થોભો.’ આમ કહીને પેલી બે ભારે ભારે સુટકેશ તરફ આંગળી ચીંધીને કહ્યું: ‘ભાઈ, ઘડિયાળ માટેની તમારી આ બેટરીઝ ભૂલી ન જતા, એ લઈ જાઓ!!’

Total Views: 254

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.