‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે – आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ – એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, “ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઇએ, કારણ કે તે સર્વોત્તમ છે.” એટલા માટે અમે આ સ્તંભ પ્રારંભ કર્યો છે. આશા છે વાચકોને આ સ્તંભ ગમશે. – સં.
અમેરિકા, રશિયા અને બ્રાઝીલ દેશોના પૅસિડૅન્ટોની મુલાકાત ઇશ્વર સાથે થઇ. અમેરિકાના પ્રેસિડૅન્ટે ઇશ્વરને પૂછ્યું, “મારા દેશમાં અનેક સમસ્યાઓ છે, તેનો નિકાલ ક્યારે થશે?” ઇશ્વરે કહ્યું, “ચિંતા કરશો નહિ, તેનો નિકાલ થશે પણ તમારા જીવનકાળ દરમિયાન નહિ.” આ પછી રશિયાના પૅસિડૅન્ટે પણ આ જ પ્રશ્ન પૂછ્યો. તેને પણ ઇશ્વરે કહ્યું, “ચિંતા કરશો નહિ. તમારા દેશની બધી સમસ્યાઓનો નિકાલ થશે પણ તમારા જીવનકાળ દરમિયાન નહિ.” આ પછી બ્રાઝીલના પ્રેસિડેન્ટનો વારો આવ્યો. તેણે પણ આ જ પ્રશ્ન પૂછ્યો. ઇશ્વરે કહ્યું, “ચિંતા કરશો નહિ. તમારા દેશની બધી સમસ્યાઓનો નિકાલ થશે, પણ મારા જીવનકાળ દરમિયાન નહિ.”
***
એક વખત જાણીતા કથાકારે શ્રોતાઓને ૩૩૧ પાપકર્મોની યાદી આપીને કહ્યું, “આ યાદીમાં દુનિયાનાં તમામ પાપકર્મોનો સમાવેશ થાય છે અને ભક્તજનોએ આવાં પાપ આચરવાથી દૂર રહેવું.”
બીજા દિવસે કથાકારને ત્યાં એમની ટપાલપેટીમાં કોઇ સદાચારી નામનો માણસ પત્ર મૂકી ગયો. એમાં લખ્યું હતું. “શાસ્ત્રીજી, આપે મહામહેનતે બનાવેલી ૩૩૧ પાપની સંપૂર્ણ યાદીની હું કદર કરું છું, પરંતુ મારા જીવન સાથે સરખાવતાં હજુ એ યાદીમાં ત્રણ પાપ ઓછાં પડે છે.”
Your Content Goes Here




