રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૦૫ – ૨૦૦૬ના વર્ષમાં થયેલ રૂપિયા ૧૮૭.૭૯ કરોડનાં રાહતસેવાકાર્યો

રામકૃષ્ણ મિશનની ૯૭મી વાર્ષિક સાધારણ સભા બેલૂર મઠમાં ૧૭ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ બપોરના ૩.૩૦ વાગ્યે યોજાઈ હતી.

રામકૃષ્ણ મઠ અને મિશનના તેરમા પરમાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ગત ૨૫ એપ્રિલ, ૨૦૦૫ના રોજ મહાસમાધિ પામ્યા. એમની મહાસમાધિથી અનેક સાધુઓ તથા ભક્તોના હૃદયમાં એક મોટી ઊણપ સર્જાઈ છે. તેઓ એક આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત વક્તા હતા. એમની મહાસમાધિ પછી શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ચૌદમા પરમાધ્યક્ષ સ્થાને નિમાયા છે.

આ વર્ષે રામકૃષ્ણ મિશનનાં ગુજરાતમાં વડોદરા, મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ અને આંધ્રપ્રદેશમાં કડપ્પા કેન્દ્રોનો શુભારંભ થયો છે.

ચિકિત્સાક્ષેત્રમાં આ વર્ષની આ પ્રવૃત્તિઓ વિશેષ ઉલ્લેખનીય છે: મુઝફ્‌ફરપુર (બિહાર)ની હોસ્ટિપલમાં નેત્રચિકિત્સા કક્ષ; કામારપુકુર (પં.બંગાળ)માં નેત્ર શલ્યચિકિત્સા સાથેનું ચિકિત્સાલય; વૃંદાવન (ઉત્તરપ્રદેશ)ની હોસ્ટિપલમાં સઘન ચિકિત્સા યુનિટ તેમજ શલ્યચિકિત્સા વિભાગ; ઈટાનગરમાં હરતું ફરતું ચિકિત્સા યુનિટ અને લખનૌની હોસ્ટિપલમાં રક્તઘટક પૃથક્કરણ એકમ તેમજ સ્નાયુ શલ્યચિકિત્સા વિભાગ – ન્યૂરો સર્જરી વૉર્ડનો પ્રારંભ થયો છે.

શૈક્ષણિક ક્ષેત્રમાં આ વર્ષની આ પ્રવૃત્તિઓ વિશેષ ઉલ્લેખનીય છે: કોઈમ્બતુર કેન્દ્રમાં વિવેકાનંદ વિશ્વ વિદ્યાલય સાથે સંલગ્ન વિકલાંગતા સંચાલન તેમજ વિશેષ પ્રશિક્ષણ શાખા (ડિસેબીલિટી મેનેજમેન્ટ એન્ડ સ્પેશ્યલ એજ્યુકેશન)માં બી.એડ. અને એમ.એડ.નો અભ્યાસક્રમ; કોલકાતામાં આવેલ સેવાપ્રતિષ્ઠાન કેન્દ્રની નર્સિંગ કોલેજમાં બી.એસ.સી. (ઓનર્સ)નો અભ્યાસક્રમ; નરેન્દ્રપુર કોલેજ (કોલકાતા)માં એમ.એસ.સી. કેમેસ્ટ્રીનો અભ્યાસક્રમ; ચેન્નઈની વિવેકાનંદ કોલેજમાં વિવેકાનંદ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઍૅલ્ગલ(સામુદ્રિક વનસ્પતિ) ટેક્નોલોજી; પોરબંદર કેન્દ્રમાં વિવેકાનંદ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર (વિવેક); પશ્ચિમ બંગાળનાં કુચબિહાર, જલપાઈગુડી, માલદા અને શારદાપીઠ (બેલૂર) કેન્દ્રો દ્વારા જેલના કેદીઓ માટે અનૌપચારિક શિક્ષણ, વ્યાવસાયિક પ્રશિક્ષણ, સ્વાસ્થ્ય જાગૃતિ જેવા કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. તદુપરાંત અલાવા, રાષ્ટ્રિય મુલ્યાંકન એવં પ્રત્યાયન પરિષદે (વિશ્વ વિદ્યાલય અનુદાન સંસ્થાનની એક સ્વચાલિત સંસ્થા) કોઈમ્બતુર કેન્દ્રમાં આવેલ કોલેજ ઑફ એજ્યુકેશન અને મારુતિ કોલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશનને ક્રમશ: એ તથા બી+.+ ગ્રેડની સંસ્થાઓ રૂપે જાહેર કરી છે.

ગ્રામીણ વિકાસ કાર્યક્રમો :

આ કાર્યક્રમ હેઠળ દેશમાં ગ્રામીણ સ્વચ્છતા પ્રબંધના પ્રસારમાં અનુકરણીય સેવા માટે પશ્ચિમ બંગાળમાં આવેલ નરેન્દ્રપુર શાખાકેન્દ્રના લોકશિક્ષા પરિષદ વિભાગને ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે નિર્મળ ગ્રામ પુરસ્કાર પ્રદાન કર્યો છે. આ વર્ષે આ લોકશિક્ષા પરિષદે ૬૫,૧૦૦ અલ્પખર્ચવાળાં શૌચાલયનું નિર્માણ કર્યું છે તેમજ ૯,૫૬,૦૭૬ લોકોને સ્વાસ્થ્ય વિજ્ઞાન અને સ્વચ્છ નિર્મળ પીવાના પાણીની તાલીમ આપી છે. તેમજ પશ્ચિમ બંગાળના ૧૧૮ તાલુકામાં પાણીમાં રહેલ આર્સેનિક તથા લોહતત્ત્વને દૂર કરવાનાં યંત્રો લગાવ્યાં છે. તદુપરાંત પશ્ચિમ બંગાળના ત્રણ જિલ્લાના ૧૬ વનક્ષેત્રોમાં રહેનારાં ૬૩૧૫ આદિવાસી કુટુંબો માટે કેન્દ્રિતકર આદિવાસી ઉન્નયન પ્રકલ્પનો પ્રારંભ કર્યો છે.

રામકૃષ્ણ મઠની આ વર્ષની આ પ્રવૃત્તિઓ વિશેષ રૂપે ઉલ્લેખનીય છે :

આંધ્રપ્રદેશમાં કડપ્પા અને તામીલનાડુમાં કોઈમ્બતુર મઠ કેન્દ્રોનો પ્રારંભ થયો છે. ગુજરાતના કચ્છ જિલ્લાના ધાણેટી અને આદિપુરમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા બે નિ:શુલ્ક સીવણ પ્રશિક્ષણ કેન્દ્રોનો પ્રારંભ થયો છે.

ભારતની બહાર સંયુક્ત રાજ્ય અમેરિકામાં આવેલ સેન્ટલુઈ કેન્દ્રને અધીન એક ઉપશાખા કેન્દ્ર તેમજ બ્રાઝિલમાં આવેલ સાઓ પાલો કેન્દ્રને અધીન ત્રણ ઉપશાખા કેન્દ્રોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમેરિકામાં ફ્લોરિડા રાજ્યમાં આવેલ સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં રામકૃષ્ણ મઠના એક નવા કેન્દ્રનો શુભારંભ થયો છે.

રામકૃષ્ણ મઠ-મિશને કરેલ ૧૮૭.૭૯ કરોડ રૂપિયાના પ્રજાસેવાકાર્યો

રાહત – પુનર્વસન : ૧૪.૩૪ કરોડ રૂપિયાના ખર્ચે દેશના કેટલાય ભાગોમાં વિભાગ પાયે રાહત-પુનર્વસન કાર્ય રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા થયાં હતાં. એનાથી ૨૦૭૫ ગામનાં ૧.૭૧ લાખ કુટુંબોના ૧૦.૨૧ લાખ વ્યક્તિઓને રાહતસેવા લાભ મળ્યો છે.

શિષ્યવૃત્તિ અને અન્ય સહાય : નિર્ધન વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ; વૃદ્ધ, બીમાર તેમજ અસહાય લોકોને આર્થિક સહાયતાના કલ્યાણ કાર્યો હેઠળ ૫.૩૫ કરોડ રૂપિયા વાપર્યા છે.

આરોગ્ય ચિકિત્સા સેવા : રામકૃષ્ણ સંઘની ૧૫ હોસ્પિટલો તેમજ હરતાં-ફરતાં દવાખાના સહિતના ૧૭૮ ચિકિત્સા કેન્દ્રો દ્વારા ૮૨.૭૧ લાખથી વધુ રોગીનારાયણની સેવા થઈ છે. આ સેવા હેઠળ રૂપિયા ૫૧.૪૫ કરોડ વપરાયા છે.

શિક્ષણ : રામકૃષ્ણ સંઘનાં શિક્ષણસંસ્થાનો દ્વારા બાલવિહારથી માંડીને સ્નાતકોત્તર કક્ષા સુધીના ૬.૨૫ લાખ વિદ્યાર્થીઓ (જેમાં ૨.૮૮ લાખથી વધુ વિદ્યાર્થિનીઓ પણ આવી જાય છે)ને શિક્ષણ અપાયું હતું. આ શિક્ષણ કાર્યયોજના હેઠળ રૂપિયા ૯૮.૭૧ કરોડ ખર્ચાયા છે.

ગ્રામીણ એવં આદિવાસી વિકાસ યોજના : ૧૭.૯૪ કરોડના ખર્ચે આ યોજના કાર્યાન્વિત થઈ છે.

અમારા આ સત્કાર્યમાં નિરંતર અને હાર્દિક સહકાર આપનાર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ભક્તજનો અને રામકૃષ્ણ મઠ-મિશનના ચાહકો પ્રત્યે સંસ્થા ધન્યવાદપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

સ્વામી સ્મરણાનંદ
મહાસચિવ

Total Views: 140

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.