(શિખરિણી – સોનેટ)

હવે તો યુદ્ધે છે મુજ રથ અને સારથિ તમે;
તમે કો રીતે યે મુજ સહ અને સંમુખ રહી
મને લૈજાજો રે જય સુધી; તમોને મૂકું નહીં-
જયશ્રીથી ઝાઝી તમ નિકટ આ સંગત ગમે;
તમે સંગાથે છો, રથધુરીણ છો એ જ બસ છે
ગમે તેવા જંગે વિજય વ૨વા; શસ્ત્ર ચૂકવી
નમી જૈ શત્રુનાં, ૨થ અગર આખો જ ઝૂકવી;
મને જો કે ઝાઝો તમ નિકટતામાં જ રસ છે,
તમારા સાન્નિધ્યે રણ ઘૂમી રહું સાવ અનામે
તમે પ્રેરો તેવી રીતથી રિપુ સામે સ્થિત થાઉં
હું થાકું તો ખોળે તમ મુખ ઢબૂરી સૂઈ જાઉં;
પ્રહારો વચ્ચે યે વિરમું શિર ઢાળી તમ ખભે.
જયશ્રી પામું કે તરત રથ એ હાંકી મૂકજો
તમારા પોતાના પદ મહીં જ સિદ્ધે; ન ચૂકજો.

Total Views: 225

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.