શિખરિણી (સોનેટ)
જુઓ, એ ઊભા છે ખડક સમ, ટટ્ટાર ચરણે
કુમારી કન્યા એ ખડક દખણાદા અરણવે;
રહ્યા જોઈ ઉત્તર તરફ એ ઊર્ધ્વ, વિભવે,
કપાળે અર્ચા છે હિમગિરિદ્યુતિ શુભ્રવરણે;
ચહેરે આત્માની સ્થિર પ્રશમ આભા ઉગમણા
પ્રદેશોથી અસ્તાચલ જલધિ વચ્ચે વિહરતી;
સુહે આભિજાત્ય સમય પર વ્યક્તિત્વ વદને
વહે નાડીઓમાં નદીનું કુલ આર્યાવરતનું;
ઘડ્યા યોગે પ્હાડી અવયવ, દીપે ઘાટીલું તનુ;
થતું : આશ્લેષે એ અબ ઘડી જ લેશે શું જગને;
દિવાદાંડી જેવા દિપમહીં, સો દીપ સદૃશ;
ઊભા ઉદ્બોધ સૌ ‘અમૃત સુત’ને વેદપુરુષ!
– ઉશનસ્
Your Content Goes Here




