મારું મન થઈ ગયું છે ટ્રેનની બારી સમું-

બારીમાંથી દેખાતા ઉધ્વસ્ત આકાશ સમું

એક ધ્વસ્ત દેશ સમું

તૃષિત તૃણો અને વૃક્ષોની જેમ દોડતું અનસ્ત તૃષામાં

દોડતું મૃગજળોની જેમ વેરાન પથ્થરો અને રણપ્રદેશોમાં

કવચિત્ પસાર થતું મૃત પ્રિયજનો સમાં કપાયેલાં વૃક્ષોવાળાં અરણ્યોમાં-

તમારી સાથે બોલવાની ઇચ્છા થાય છે ધર્મસંવાદોમાં

કદાચ આ જખ્મોને સમજાવી શકાય દૃષ્ટાંતકથાઓથી

કારણ કે પીડા વરસાદની જેમ વરસે છે ટીપેટીપે દેશના આકાશની જેમ-

મને પીડામાં ધીરેધીરે હાથ ફેરવું છું ડિસેમ્બરનાં ઉદાસગુલાબ જેમ

મર્ટલ પુષ્પો જેમ માર્ચમાં સપ્ટેમ્બરના ડેઈઝી જેમ પસાર થતા ઉદાસ માર્ગો ઉપર

ને પ્રતીક્ષા કર્યા કરું છું ક્યારેક ગુજરાતના કોઈક ફલેગસ્ટેશન ઉપર

વિવેકાનંદ જેમ કોઈક મળી જાય સાંજના ઉદાસ અજવાળામાં…

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.