તારે અંગે કુસુમિત કશો રંગ, કેવી સુગંધ!

તારી ખ્યાતિ પવનલહરી વ્હૈ જતી દૂરદૂર.

ત્યારે જેને તવ મધુમહીં જિંદગી કેરું નૂર

લાધ્યું, તે તો દલદલ ભમીને બન્યો મત્ત, ભૃંગ.

ઝીણા એના નસનસમહીં તું સહ્યે જાય ડંખ

ને તો યે શી સ્મિતઝર દૃગે, પ્રેમથી તું ભરેલ!

તું તો તારું ધરી રહી અખેપાત્ર આ સર્વ વેળ,

ન્યાળ્યાં છે ના તવ કુટિરનાં બારણાં કો’ દિ બંધ!

તું છો જાણે અચર, પણ વ્યાપી રહી શી અનંતે!

ને પંખાળો વનવન ભમે એનું ના ક્યાંય ચિહ્ન!

તારે વાણી નહિ, સતત ગુંજ્યા કરે એહ, ભિન્ન

આવાં, તો એ ઉરઉરશું એકત્વ માણે ઉમંગે!

ન્યારાં છે પાત્ર તો યે

વિનિમય લહું શો આત્મની ચેતનાનો!

વિશ્વ સર્વત્ર સૌમાં અદીઠ વહી રહ્યો

તંતુ શો એકતાનો!

– રાજેન્દ્ર શાહ

Total Views: 297

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.