ઉદ્‌બોધન દ્વારા પ્રકાશિત ‘સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મૃતિમાલા’માંથી સાભાર. – સં.

મઠ, વરાહનગરના (ગંગા નદીના) પરામાણિક ઘાટ રોડ ઉપર મુન્શીઓના મંદિર પાસે એક જૂના અને જીર્ણ શીર્ણ મકાનના પહેલા માળે હતો. રસ્તાની ધારે આવેલ એક દરવાજામાંથી પ્રવેશ કરીએ તો પહેલા એક નાનકડું ફળિયું આવતું. અંદરનું મકાન બહાર રસ્તા ઉપરથી દેખાતું નહી, એ ખૂબ જ નિર્જન હતું. મકાનની પાછળના ભાગમાં શાકભાજીનો બગીચો, એક બીલીપત્તાનું ઝાડ, કેટલીક નાળિયેરી, અને એક કેરીનું ઝાડ હતું. એક તળાવ પણ હતું. બગીચામાં શાકભાજી વધારે થતાં નહીં- માત્ર સરગવાની શીંગો, કોળું, કાકડી, કેળા વગેરે થોડાં થતાં. એક ઉડિયા ભાષી માળી હતો એને બધા કેલો કહીને બોલાવતા.

જે દિવસે શાક કશું ન હોય ત્યારે શશી મહારાજ બગીચામાં જઇ ને સરગવાની શીંગો, કોળું, લીલાં પાન વગેરે જે મળતું એ ઝડપથી જઇ ચપ્પું વડે કાપીને લઇ આવતા. કેલો માળી ઉડીયા ભાષામાં, ‘અરે, અરે, શું કરો છો, શું કરો છો, બધંુ ચોરી લીધું! લેશો નહિ, લેશો નહિ’ કહેતો કહેતો પાછળ પાછળ દોડતો. ક્યારેક ક્યારેક ગાળો આપતો, બૂમો પાડતો. પણ શશી મહારાજ સાંભળતાં જ નહિ. અડિયલ જીદ્દીની જેમ પોતાની મસ્તીમાં ચાલ્યા આવતા. આ જોઇને બધા ખૂબ હસી મજાક કરતા. ગમે તેમ પણ મઠમાં બધાની સાથે કેલોનો ખૂબ સારો સંબંધ હતો. જ્યારે પણ સુવિધા થતી એને પ્રસાદ, મીઠાઇ આપવામાં આવતાં.હોલની દીવાલોએ વિવિધ દેવ દેવીઓ, અવતાર, અને ક્રોસવિદ્ધ ઇશુની છબીઓ લટકાવેલ હતી. સંધ્યા સમયે શશી મહારાજ ઠાકુરઘરે ધૂણો કરી એ બધી છબીઓની સામે એક હાથમાં ધૂણી અને બીજા હાથમાં દીવો લઇ ‘જય ગુરુ દેવ શ્રી ગુરુદેવ’ બોલતાં બોલતાં ધૂણો બતાવી આવતા. મારા મઠમાં આવ્યા પછી શશી મહારાજે મને આ કામ કરવા આપ્યું હતું.

હોલના એક ખૂણામાં એક લાકડાના ખાટલા પર કેટલાંક સંસ્કૃત, બંગાળી અને અંગ્રેજી ભાષાનાં એકબીજા પર સારી રીતે ગોઠવ્યાં હતાં. બાકીની જગ્યામાં તબલાં, મૃદંગ, પખવાજ અને મંજીરાં રહેતાં. પાસેની દીવાલે ખીલી પર એક તાનપુરો લટકાવ્યો હતો. હોલ જ સાધુઓનું શયનઘર. દર્શકો અને ભક્તો આવે તો ત્યાં જ બેસીને વાતો થતી. પથારી એટલે હારબંધ પાથરલ શેતરંજી અને એક એક ઓશીકું. મહેમાનો બે બજા માટે ચાર શેતરંજી વધારે રહેતી. ક્યારેક નીચે પણ બેસી જતા.

ઠાકુરઘરની વચમાં ઠાકુર માટે જમીન ઉપર શેતરંજી, ગાદી, ઓશીકું, અને ચાદર પાથરીને જગ્યા કરવામાં આવી હતી. જેની ઉપર ઠાકુરનો ફોટો રાખવામાં આવેલ હતો. પથારીનાં પાદમુલે ઠાકુરનાં અસ્થિ ધરાવતો તામ્રકુંભ અને એક પાટલા ઉપર એમની પાદુકા રાખેલ હતી. કોષકોષિકા અને તામ્રકુંભની સામે બેસીને શશી મહારાજ નિત્ય પૂજા કરતા.

Total Views: 375

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.