શ્રીગુરુપદ ભરોસા

રામકૃષ્ણ મઠ,
૧૨/૧૧/૧૯૧૫

પ્રિય-,

સમયસર તમારો પત્ર મળ્યો છે. હવેથી સારી રીતે અભ્યાસ કરવાની કોશિશ કરો. ખૂબ દૃઢતા લાવો, જેનું નામ નિષ્ઠા છે, પ્રાણ રેડીને આદર્શ પ્રત્યે પ્રેમ રાખો. જે નામમાં તમારી અભિરુચિ હોય તે નામમાં તમે ડૂબી જાઓ. ઉપર ઉપર તર્યા કરો તો શું થશે ? ગુરુવાક્ય, સાધુવાક્ય, શાસ્ત્રવાક્ય પર વિશ્વાસ કરો ત્યારે તો ફળ પામશો. કેવળ આદર્શ પ્રત્યેનો વિચાર કરવાથી નહીં ચાલે, ખૂબ જુસ્સો જરૂરી છે. હું આ જન્મે જ સિદ્ધ થઈશ, નિર્લિપ્ત થઈશ, જીવનમુક્ત થઈશ, મારા માટે શું અશક્ય છે ? નિષ્ઠાપૂર્વક ‘કથામૃત’નો હંમેશાં પાઠ કરજો. તેનાં ગીતો કંઠસ્થ કરીને ગાવાની કોશિશ કરજો. ભયની ભાવના દૂર કરશે, વિચારજો કે આપણે ભગવાનનાં સંતાન છીએ, તેનાથી દુર્બળતા આવશે નહીં.

પ્રાર્થના અને ધ્યાનનો અભ્યાસ સારો. સત્ચિંતન કરવાથી અસત્ વિચારો ભાગી જશે.

‘દૂર થઈ જા યમના ભટ્ટ, હું બ્રહ્મમયીનો બેટો,

તારા યમનો યમ થઈ શકું, માની રૂપછટા ના ભાવે.’

આવા બધા ભાવ જગાડશો; ત્યારે તો અવિદ્યા દૂર થઈ જાય. અમારો પ્રેમ જાણશો. ઈતિ.

શુભાકાંક્ષી
પ્રેમાનંદ

 

રામકૃષ્ણ મઠ,
૨૨/૧૧/૧૯૧૫

પ્રિય-,

તમારો પત્ર વાંચ્યો. વિધિવ્યવસ્થા બહાર ચાલે, મનને બાંધી શકતા નથી. તમે મન-પ્રાણથી ઠાકુરની પૂજા કરો, જોશો કે હાથોહાથ ફળ ! અંતે બધા તમારા પક્ષમાં આવશે. ભક્તિ-વિશ્વાસ અલગ વસ્તુ છે, તેની તાકત કેટલી ! માણસ માત્ર બાહ્યાચાર લઈને વ્યસ્ત, પેલું દુષ્ટ મન સંભ્રમ. આપણે રાગાનુગા ભક્તિ કરવી જોઈએ. અચલ વિશ્વાસ જરૂરી, અસીમ શ્રદ્ધા આવશ્યક. જૂથવાદ દૂર કરી દો, ચાર દિવસ માટે તો આવ્યા છીએ, આટલું બધું બોલબોલ કરવાનું શા માટે ? તેમને જેમ ઇચ્છે, તેમ કરવા દો.

‘આપનામાં આપ રહો, જાઓના મન કોઈના ઘરે. જે ચાહો તે બેસીને પામશો, ખોજો નિજ અંત :પુરે.’

ઇચ્છાલાભ સંતુષ્ટ થાઓ, તમે મારો પ્રેમ સ્વીકારજો, ઈતિ.

શુભાકાંક્ષી
પ્રેમાનંદ

Total Views: 415

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.