૧. જાહેર-માનવીય સંબંધોને સમૃદ્ધ કરવા, વિકસિત કરવા, નિભાવવા, સુધારવા, વાસ્તવિકતાઓને સમજવી અને સદ્વર્તનને નક્કી કરવાં જોઈએ.

૨. જરૂરતના આધારે પ્રદાન, મૂલ્યોની વૃદ્ધિ કરતાં પ્રયાસો અને પરિણામોના માધ્યમ દ્વારા સંબંધોને આધાર આપવો અને તેમને વધુ મજબૂત બનાવવા.

૩. ગુણવત્તા સાથેની શ્રેષ્ઠતાની અનુભૂતિ કરવા પરિણામોનું મૂલ્યાંકન કરવું અને આંતરપ્રતીતિના વિકાસ માટે વ્યક્તિની પોતાની, લાગતીવળગતી બીજી વ્યક્તિની, લોકોની અને સંસ્થાની આગવી શક્તિને ટપારવી.

૪. કરુણા-સમભાવથી અનુભૂતિને સમૃદ્ધ કરવા, વર્તણૂકને વધારે પરિશુદ્ધ કરવા વાસ્તવિકતાઓનું પુનરાવલોકન કરવું અને તેમાં સુધારણા લાવવી.

વ્યક્તિગત સાધના દ્વારા જાહેર સંબંધો

શ્રીકૃષ્ણ અવર્ણનીય ગુણવત્તાવાળા જાહેર માનવીય સંબંધવાળા પુરુષ હતા. શ્રીકૃષ્ણ શાસન-વ્યવસ્થાપક ન હતા છતાં ય એમણે શ્રેષ્ઠ વ્યવસ્થાપકોને ઊભા કર્યા, ઘડ્યા અને એમની પડખે ય ઊભા રહ્યા. બિનઅસરકારી શાસકો-વ્યવસ્થાપકોને મૂળ સ્થાને પુન:સ્થાપિત કરવામાં અને અન્ય સ્થાને મૂકવામાં તેમણે સહાય કરી છે.

શ્રીરામ એક આદર્શ શાસક હતા. અને શ્રીકૃષ્ણ પૂર્ણ પથદર્શક અને જાહેર-માનવીય સંબંધવાળા પુરુષ હતા. તેઓ સરળતા કરી આપનાર સલાહકાર, માર્ગદર્શક, પથદર્શક, તત્ત્વજ્ઞ, શિક્ષક, સંબંધો રચનાર, લોકોને જોડનારમાં સૌથી અગ્રગણ્ય પુરુષ હતા. તેઓ ઘટના-પ્રસંગની દિશા કૌશલ્ય, ઇચ્છા, ખંત અને યુક્તિ-પ્રયુક્તિથી નક્કી કરતા-સ્પષ્ટ કરતા. શ્રીકૃષ્ણે વ્યક્તિગત અંગત, સામૂહિક, ખાનગી અને જાહેર સંબંધોને અત્યંત મહત્ત્વ આપ્યું હતું. સાથે ને સાથે પૂર્ણ સંતોષ પ્રત્યેના આશાવાદી અભિગમને સુનિશ્ચિત કરતા.

૧. વાસ્તવિકતાઓ અને સંબંધો

શ્રીકૃષ્ણ વાસ્તવિકતાઓને સમભાવ અને ગંભીરતાથી સમજતા અને આદર્શ તેમજ સુયોગ્ય સ્વ-વર્તનને સુનિશ્ચિત કરતા જે સ્થાયી બને ઉપરાંત મહત્ત્વના સુદૃઢ સંબંધોને પોષણ આપનાર બને.

ગોવર્ધન ધારણથી માંડીને ઘણી વખત તેમણે ગોપ-ગોપીઓનું રક્ષણ કર્યું હતું. અને લોકોને યશભાગી બનાવ્યા હતા. મથુરાના સામાન્યજનો સાથે હળીમળી જતા અને કુબ્જાને સારી-સાજી કરી હતી. તેઓ ધૃતરાષ્ટ્ર પ્રત્યે પણ પ્રેમ-કરુણા બતાવીને અને પાંડવોના દૂત બનીને આવ્યા ત્યારે તેમણે પોતાના વિશ્વરૂપદર્શનને જોવા દિવ્ય દૃષ્ટિ આપી હતી. તેઓ પાંડવો પ્રત્યે વધુ લાગણી ધરાવતા હતા તેથી કેટલાંય વિષમ પરિવર્તનો અને પડકારોમાંથી તેઓ પાંડવોને બહાર લાવ્યા હતા.

તેમણે પોતાના સહાધ્યાયી સુદામાને અસીમ પ્રેમ આપ્યો. ગીતાનો સંદેશ આપનાર શ્રીકૃષ્ણ પોતે વિષ્ણુ સહસ્રનામ શીખવી શકે તેમ હતા છતાં ય વિષ્ણુ સહસ્રનામ પાંડવોને શીખવવા ભીષ્મને વિનંતી કરીને તેમણે ભીષ્મને અમરત્વ લક્ષ્યું.

દ્રૌપદીને અણીના સમયે મદદ કરીને તેના શીલનું રક્ષણ કર્યું હતું. કૃષ્ણ પોતાના ફઈ પ્રત્યે પ્રેમ-ભાવ ધરાવતા હતા તેથી જ તેના પુત્ર શિશુપાલને ૯૯ વખત અપરાધ કરવા છતાં બચાવ્યો હતો.

અર્જુન અને વિશ્વને ગીતાનો સંદેશ આપીને એક અનન્ય ‘બોધિ સત્ત્વ’ બન્યા.

૨. સંબંધો અને પરિણામો

મૂલ્યવૃદ્ધિ થાય તેવાં પરિણામોના પ્રદાન માટેના પ્રયાસોથી એમણે માનવીય સંબંધોને વધુ સમૃદ્ધ કર્યા.

તેમણે ભારતના પુનરુત્થાનમાં, ઇન્દ્રપ્રસ્થની સ્થાપનામાં અને દ્વારિકાપુરીની સંરચનામાં ગુરુભાગ ભજવ્યો છે.

તેમણે લોકોની સેવા-સહાય માટે નિરંતર અને ખંતપૂર્વક કામ કર્યું હતું. કાલીનાગને નાથવા એમણે જાનના જોખમે કાલીયકુંડમાં ઝંપલાવ્યું હતું. તેઓ હસ્તિનાપુરમાં સંધિવિગ્રાહક તરીકે ગયા હતા. તેમણે અર્જુનના રથને હાંક્યો અને એમને ‘સારથિ’ બનવામાંય શરમ કે શેહ ન હતાં. સ્યમન્તક મણિની શોધમાં તેઓ જંગલમાં ય ગયા.

૩. પરિણામો અને અનુભૂતિઓ :-

માનવની ભીતરમાં રહેલી દિવ્યતાની અનુભૂતિ-તેનું પ્રકટીકરણ કરવાની પ્રક્રિયાના ક્રમિક પગથિયાં એટલે શ્રીકૃષ્ણે મેળવેલ પરિણામો. વૈશ્વિક સંયોજન દ્વારા આત્માનુભૂતિ માટે ભગવદ્‌ગીતા માર્ગદર્શક ગ્રંથ છે. શ્રીકૃષ્ણે વિષાદમાંથી → જ્ઞાન-પ્રકાશ → કર્મ → જ્ઞાન → અનાસક્તિ → સ્વનિયમન → શાણપણ → અનંત અને શાશ્વત તત્ત્વ → ઉત્કૃષ્ટ ગૂઢ તત્ત્વ → સર્વોત્કૃષ્ટ સત્યની ઝાંખી → દિવ્ય દૃષ્ટિ-દર્શન → ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ → વ્યક્તિત્વની-ચારિત્ર્યની અનુજ્ઞાનાતીતતા → સર્વોચ્ચ વ્યક્તિમત્તા → આસુરીપણાથી મુક્ત → દિવ્યભાવ – મોક્ષ તરફનો પથ ચીંધ્યો છે.

આપણા બધાંની ભીતરમાં રહેલો ઈશ્વર એ જ વિશ્વવ્યાપી – સર્વવ્યાપી પ્રભુ છે. સર્વની ભીતર રહેલો તેજપૂંજ એ જ વિશ્વવ્યાપી અસીમ તેજપૂંજ છે. ગીતા આ દેદીપ્યમાન – જવાબદાર નેતૃત્વનું પથદર્શન કરાવે છે.

૪. અનુભૂતિ અને વાસ્તવિકતાઓ

અનુભૂતિશીલ વ્યક્તિ નવી રૂપાવલી અને નુતન વાસ્તવિકતાઓ તરફ દોરી જાય છે. તેમજ સુસંસ્કૃત અને સર્વાંગી પરિવર્તનકારી દૃષ્ટિ દ્વારા વર્તમાન પરિસ્થિતિની સમજણ આપે છે.

જે જે વ્યક્તિઓ શ્રીકૃષ્ણના સંપર્કમાં આવ્યા તેમને પોતપોતાનાં સત્ત્વનો-શક્તિમત્તાનો ખ્યાલ આવી ગયો અને તેઓ બધા ઉત્તમ વ્યક્તિત્વવાળા માનવ બન્યા. આમાં માત્ર યુધિષ્ઠિર કે અર્જુનનો જ સમાવેશ થતો નથી પણ કર્ણ અને દુર્યોધન પણ તેમાં આવી જાય છે.

શ્રેષ્ઠ ગુણવત્તા, સદ્‌વર્તનો, કાર્યશક્તિભર્યું ચેતન, વનપર્યાવરણ અને ગીતાના નવા વિશ્વદર્શનના આશાભર્યા સંમિશ્રણવાળા સંયુક્ત-એકમતવાળા, શાંતિપૂર્ણ નવ ભારતનું સર્જન કરવા માટે નવી વાસ્તવિકતાઓને ઊભી કરવા શ્રીકૃષ્ણે સહાય કરી.

શ્રીકૃષ્ણ → સાધનાથી સિદ્ધિ સુધી

શ્રીકૃષ્ણે જે કંઈ પણ કર્યું તે યુક્તિપૂર્વકનું અને દૂરંદેશી હતું. એક સાથે, એક સમયે વર્તમાન અને ભાવિની કાળજી રાખવા માટે વ્યૂહરચનાભરી કુનેહ અને યુક્તિ-પ્રયુક્તિઓનું સંયોજન કર્યું. અર્જુન, કર્ણ, ઇન્દ્રશક્તિ, ઘટોત્કચના કિસ્સા એનાં ઉદાહરણ છે.

શ્રીકૃષ્ણ માનવ સંબંધ સંપર્ક કરનાર પૂર્ણ વ્યક્તિત્વ તેમજ આશાવાદી વ્યક્તિમત્તાનું પ્રત્યક્ષ ઉદાહરણ હતા. એમણે વર્તન-વલણ, પ્રદાન, સંનિષ્ઠા અને કરુણા દ્વારા વાસ્તવિકતાઓ, સંબંધો, પરિણામો અને અનુભૂતિઓનું સંયોજન કર્યું છે.

આ માટે એમણે સતત વ્યક્તિગત કઠોર સાધનાથી પ્રયાસો કર્યા છે.

બધા માનવ સંબંધ-જનસંપર્ક સાધનારાં ભાઈ-બહેનો માટે શ્રીકૃષ્ણનો જીવન સંદેશ છે: વ્યક્તિગત સાધના દ્વારા માનવીય સંબંધો સાધવા. શ્રીકૃષ્ણે સાધના દ્વારા સિદ્ધિનો પથ આપણને ચીંધ્યો છે.

ભાષાંતર : શ્રી મનસુખભાઈ મહેતા

Total Views: 308

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.