બંગાળી ભજન
ડૂબ દે મન કાલી બોલે, હૃદિ રત્નાકરેર અગાધ જલે!
રત્નાકર નય શુન્ય કખન, દુચાર ડુબે ધન ના પેલે,
તુમિ દમ સામર્થ્યે એકડૂબે જાઓ, કુલ કુંડલિની ફૂલે!
જ્ઞાન-સમુદ્રેર માઝે રે મન, શાન્તિરૂપા મુક્તા ફલે,
તુમિ ભક્તિ કરે કૂડાયે પાબે, શિબ યુક્તિ મત ચાઈલે!
કામાદિ છય કુંમ્ભીર આછે, આહાર લોભે સદાઈ ચોલે,
તુમિ વિવેક હલ્દિ ગાયે મેખે જાએ છોંબે ના તાર ગન્ધ પેલે!
રતન-માનિક્ય કતો, પડે આછે સેઈ જલે,
રામપ્રસાદ બોલે જમ્પ દિલે, મિલ્બે રતન ફલે ફલે!
ગુજરાતી અનુવાદ
ડૂબી જા મન કાલી બોલી, હૃદય રત્નાકરના અગાધ જળે,
રત્નાકર નથી શૂન્ય ક્યારેય બે-ચાર ડૂબકીથી ધન ન મળે…
તમે શ્વાસ રોકીને એકદમ પહોંચો, કુલકુંડલિની-મૂળે
જ્ઞાનસમુદ્રની અંદર રે મન, શાંતિરૂપી મુક્તા મળે
ભક્તિ કરીને વીણી શકો, શિવના ઉપદેશે ચાલીને..!
કામાદિ છ મગર તેમાં, આહાર લેવા ફરે એમાં,
વિવેક-હળદર અંગે લગાવ્યે, અડશે નહિ તેની ગંધ આવે,
રતન માણેક, કેટલાંય, પડેલ છે તે જળમાંહિ,
રામપ્રસાદ કહે કૂદકો માર્યે, મળશે રતન ખોબે ખોબે!
બંગાળી ભજન
ગયા ગંગા, પ્રભાસાદિ, કાશી કાંચી કેબા ચાય,
કાલી કાલી કાલી બોલે, અજપા જ’દિ કૂરાય.
ત્રિસંધ્યા જે બોલે કાલી, પૂજા સંધ્યા સે કિ ચાય,
સંધ્યા તાર સંધાને ફેરે, કભૂ સન્ધિ નાહિ પાય.
દયા વ્રત દાન આદિ, આર કિછુના મને લય,
મદનેર યાગ યજ્ઞ, બ્રહ્મમયીર રાંગા પાય.
કાલી નામેર એતો ગુન, કેબા જાનતે પારે તાય,
દેવાધિ દેવ મહાદેવ, જાર પંચમુખે ગુન ગાય.
ગુજરાતી અનુવાદ
ગયા ગંગા પ્રભાસાદિ, કાશી કાંચી કોણ ચ્હાય,
કાલા કાલી કાલી બોલતા મારો શ્વાસ જો ચાલ્યો જાય.
ત્રિસંધ્યા જે બોલે કાલી, પૂજા સંધ્યા શું તે ચ્હાય,
સંધ્યા તેને શોધતી ફરે, સંધાન કદિ નવ પમાય.
દયા, વ્રત, દાન, આદિ, બીજું મનમાં નહિ લેવાય,
મદનના યાગયજ્ઞ બધું, બ્રહ્મમયીના રાતા પાય.
કાલી નામના આવા ગુણો, કોનાથી તે જાણી શકાય,
દેવાધિદેવ મહાદેવ જેના, પંચમુખે ગુણ ગાય.
Your Content Goes Here




