(ગૌડસારંગ – ત્રિતાલ)

ભવભયભંજન, પુરુષ નિરંજન,

રતિપતિ ગંજનકારી।

યતિજનરંજન, મનોમદ ખંડન,

જય ભવબંધનહારી।।૧।।

જય જનપાલક, સુરદલનાયક,

જય જય વિશ્વ વિધાતા।

ચિરશુભસાધક મતિમલપાતક,

જય ચિતસંશયત્રાતા॥૨॥

સુર-નર-વંદન, વિજય વિબંધન,

ચિતમનનંદનકારી।

રિપુચયમંથન, જય ભવતારણ,

સ્થલજલ – ભૂધરધારી।।3।।

શમ – દમ – મંડન, અભયનિકેતન,

જય જય મંગલદાતા।

જય સુખસાગર, નટવરનાગર,

જય શરણાગતપાતા॥૪॥

ભ્રમતમભાસ્કર, જય પરમેશ્વર,

સુખકર સુંદરભાષી।

અચલ સનાતન, જય ભવ-પાવન,

જય વિજયી અવિનાશી।।પ।।

ભક્તવિમોહન, વરતનુધારણ

જય હરિકીર્તન – ભોલા।

ગદ ગદ ભાષણ, ચિતમનતોષણ,

ઢલ ઢલ નર્તન લીલા ।।૬।।

મતિગતિ વર્ધન, કલિમલમર્દન,

વિષયવિરાગ પ્રસારી।

જડ ચિત ચેતક, ભવજલભેલક,

જય નરમાનસચારી ।।૭।।

જય પુરુષોત્તમ, અનુપમ સંયમ,

જય જય અંતરયામી।

ખરતર સાધન, નરદુ:ખવારણ,

જય રામકૃષ્ણ નમામિ।।૮।।

Total Views: 247

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.