(ગૌડસારંગ – ત્રિતાલ)

ભવભયભંજન, પુરુષ નિરંજન,

રતિપતિ ગંજનકારી

યતિજનરંજન, મનોમદ ખંડન,

જય ભવબંધનહારી।।।।

જય જનપાલક, સુરદલનાયક,

જય જય વિશ્વ વિધાતા

ચિરશુભસાધક મતિમલપાતક,

જય ચિતસંશયત્રાતા

સુર-નર-વંદન, વિજય વિબંધન,

ચિતમનનંદનકારી

રિપુચયમંથન, જય ભવતારણ,

સ્થલજલ ભૂધરધારી।।3।।

શમ – દમ – મંડન, અભયનિકેતન,

જય જય મંગલદાતા

જય સુખસાગર, નટવરનાગર,

જય શરણાગતપાતા॥૪॥

ભ્રમતમભાસ્કર, જય પરમેશ્વર,

સુખકર સુંદરભાષી।

અચલ સનાતન, જય ભવ-પાવન,

જય વિજયી અવિનાશી।।।।

ભક્તવિમોહન, વરતનુધારણ

જય હરિકીર્તન – ભોલા

ગદ ગદ ભાષણ, ચિતમનતોષણ,

ઢલ ઢલ નર્તન લીલા ।।।।

મતિગતિ વર્ધન, કલિમલમર્દન,

વિષયવિરાગ પ્રસારી

જડ ચિત ચેતક, ભવજલભેલક,

જય નરમાનસચારી ।।।।

જય પુરુષોત્તમ, અનુપમ સંયમ,

જય જય અંતરયામી।

ખરતર સાધન, નરદુ:ખવારણ,

જય રામકૃષ્ણ નમામિ।।।।

Total Views: 180

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.