શ્રીરામકૃષ્ણ આશ્રમ વિવેકાનંદ આઈ કેર સેન્ટર, રાજકોટની નેત્રચિકિત્સા સેવા
૨૦ જૂનના રોજ ગાંધીગ્રામના ધરતી વિદ્યાલયમાં ૧૫૬ દર્દીઓની આંખની ચકાસણી કરવામાં આવી હતી અને એમાંથી ૨૧ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં.
૭ જુલાઈના રોજ ગીતામંદિર જંકશન પ્લોટમાં ૮૮ દર્દીઓની આંખની ચકાસણી કરવામાં આવી હતી અને એમાંથી ૧૯ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં.
૧ ઓગસ્ટના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ વિવેકાનંદ આઈ કેર સેન્ટર, રાજકોટમાં રક્તદાન શિબિરનું આયોજન થયું હતું. ૫૦ ભાઈ-બહેનોએ આ શિબિરમાં રક્તદાન કર્યું હતું.
૮ ઓગસ્ટના રોજ રણછોડ વિદ્યાલય, મવડીમાં ૧૮૫ દર્દીઓની આંખની ચકાસણી કરવામાં આવી હતી અને એમાંથી ૪૦ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં.
પ્રાથમિક શાળાના બાળકોની આંખની ચકાસણી, સંભાળ વિશે વિશિષ્ટ કેમ્પ
મહાત્મા ગાંધી પ્રા.શાળા નં.૧૧ તેમજ ડો. એનિબેસન્ટ પ્રાથમિક શાળાના કુલ ૩૦૦ બાળકોની ૨૮ જૂનના રોજ ચકાસણી કરવામાં આવી હતી. ૨૧ બાળકોને ચશ્મા, ૫ બાળકોને આંખનાં ટીપા અને ૧૪ બાળકોને વિટામીન ‘એ’ની ટિકડીઓ વિનામૂલ્યે અપાયાં હતાં.
શ્રી એ.વી. જસાણી વિદ્યામંદિરના કુલ ૭૯૩ બાળકોની ૨૯ જૂનના રોજ ચકાસણી કરવામાં આવી હતી. ૬૫ બાળકોને ચશ્મા, ૭૦ બાળકોને વિટામીન ‘એ’ની ટિકડીઓ વિનામૂલ્યે અપાયાં હતાં.
કુમાર મંદિર રાષ્ટ્રીય શાળા, રાજકોટના કુલ ૧૨૨ બાળકોની ૩ ઓગસ્ટના રોજ ચકાસણી કરવામાં આવી હતી. ૧૪ બાળકોને ચશ્મા, ૪ બાળકોને આંખનાં ટીપા અને ૫ બાળકોને વિટામીન ‘એ’ની ટિકડીઓ વિનામૂલ્યે અપાયાં હતાં.
યુ.એન. ઢેબર પ્રાથમિક શાળાના કુલ ૫૨૭ બાળકોની ૪ ઓગસ્ટના રોજ ચકાસણી કરવામાં આવી હતી. ૩૬ બાળકોને ચશ્મા, ૧૦૯ બાળકોને વિટામીન ‘એ’ની ટિકડીઓ વિનામૂલ્યે અપાયાં હતાં.
બાળકોની આ નેત્રચિકિત્સા સેવા સતત ચાલુ રહેશે.
કડવા પાટીદાર કેળવણી મંડળ, ગોંડલમાં સ્વામી સર્વસ્થાનંદજીએ ગુરુપૂર્ણિમા વિશે વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાનનો લાભ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધો હતો.
રામકૃષ્ણ મિશન, વડોદરા
વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ શિક્ષણનાં પુસ્તકો વંચાવવાની તાતી આવશ્યકતા. – ડો. કિરણ બેદી
વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ શિક્ષણનાં પુસ્તકો વંચાવવાની તાતી આવશ્યકતા છે, તેમાં સ્વામી વિવેકાનંદજીનાં પુસ્તકો અને વાર્તાઓની ચોપડીઓ અગત્યની ભૂમિકા ભજવી શકે છે. તેમ મેગ્સેસે એવોર્ડ વિજેતા દેશનાં પ્રથમ મહિલા આઈ. પી. એસ. અધિકારી ડો. કિરણ બેદીએ રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા ખાતે વડોદરાના શિક્ષણવિદો, શિક્ષકો અને મહાનુભાવોની યોજાયેલ ૧૨ ઓગસ્ટ, ૨૦૧૦ની સભામાં જણાવ્યું હતું. આ પ્રસંગે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં ચાન્સલર શ્રીમતી મૃણાલિનીબહેન પુવાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભમાં રામકૃષ્ણ મિશનની વડોદરા શાખાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને ડો. કિરણ બેદી સાથેના તેમના સંબંધોનાં જૂનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. ડો. બેદીએ આશ્રમના પુસ્તક વિભાગ નિહાળવામાં વિશેષ રસ દાખવ્યો હતો. ધ્યાનખંડની મુલાકાત વખતે તેઓ ભાવવિભોર બની ગયાં હતાં. આશ્રમની ભાવભીની વિદાય લેતાં પહેલાં મીડિયાના પ્રતિનિધિઓના પ્રશ્નોના ઉત્તરો પણ આપ્યા હતા.
Your Content Goes Here




