શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાહતકાર્ય
કચ્છ જિલ્લાના નખત્રાણા, ભૂજ અને દયાપુર તાલુકાના પૂરમાં સપડાઈ ગયેલ ૧૩ ગામોના ૫૨૪ પરિવારોમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું:
૧,૯૫૦ કીલો ચોખા અને ૧,૩૨૧ ડુંગળી, બટેટા વગેરે.
પંચમહાલ જિલ્લાના ૪ ગ્રામોમાં દુષ્કાળપીડિત ૪૦૦ પરિવારોમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું:
૬,૦૦૦ કીલો મકાઈ, ૪૦૦ સાડીઓ અને ૫૦૦ ચાદર.
રાજકોટમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ૩૫૦ ૫શુઓ વચ્ચે ૩,૫૦૦ કીલો ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તામિલનાડુમાં રાહતકાર્ય
શ્રીરામકૃષ્ણ મિશનના સાલેમ આશ્રમ દ્વારા સાલેમની આસપાસ રહેતા ૩૨૦૦ પરિવારોમાં ૩,૨૦૦ તૈયાર વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત ૪૨૯ વિદ્યાર્થીઓમાં યુનિફોર્મ, નોટબુક, સ્લેટ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુંબઈમાં સ્વામી વિવેકાનંદ મુંબઈ પરિભ્રમણની શતાબ્દી ઉજવણીનો પ્રારંભ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના મુંબઈ કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદે એકસો વર્ષો પૂર્વે મુંબઈની મુલાકાત લીધેલ એને અનુલક્ષીને સમસ્ત વર્ષ વ્યાપી ઉજવણીનો કાર્યક્રમ યોજાયો છે. આ ઉજવણીનું ઉદ્ઘાટન શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદ મહારાજના વરદહસ્તે ૨૫મી જૂને થયું હતું.
રામકૃષ્ણ મિશનના મોરિશ્યસ કેન્દ્રનો સુવર્ણ જયંતી ઉત્સવ
શ્રીરામકૃષ્ણ મિશનના મોરિશ્યસ કેન્દ્ર દ્વારા ૩થી ૧૨ જુલાઈ સુધી સુવર્ણ જયંતી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
મોરિશ્યસના રાષ્ટ્રપતિ સર વીરસામી રીંગારૂંએ ૩ જુલાઈએ અને મોરિશ્યસના પ્રધાનમંત્રી સર એનરુડ જાગનાથે ૪ જુલાઈએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો.
Your Content Goes Here




