થોડો વખત પહેલાં અવિરતપણે ધોધમાર વરસતા વરસાદે કેલેવાઈ અને કમાલેશ્વરી નદીઓના કિનારા તોડી નાખ્યા અને તેને કારણે પશ્ચિમબંગાળના પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાઓમાં તેનાં પાણી ફરી વળ્યાં. આ ઉપરાંત ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં અવિરત વરસતા વરસાદને કારણે આસામ, બિહાર અને ગુજરાતમાં પણ જાન-માલનું નુકસાન થયું હતું. આ કુદરતી આફતના પગલે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં કેટલાંક શાખા કેન્દ્રોએ રાહતકાર્ય શરૂ કર્યું હતું, તેમાંની કેટલીક વિગતો નીચે મુજબ છે :
પૂર રાહતકાર્ય :
૧. આસામ : દિબ્રૂગઢ કેન્દ્ર દ્વારા ૧૪,૧૦૦ કિ.ગ્રા. ચોખા, ૧૯૦૦ કિ.ગ્રા. કઠોળ, ૪૭૫ કિ.ગ્રા. સોયાવડી, ૯૫૦ લિટર ખાદ્યતેલ, ૯૫૦ કિ.ગ્રા. મીઠું, ૯૫૦ કિ.ગ્રા. ચીરા (ચોખાની વડી), ૯૫૦ પેકેટ્સ બિસ્કીટ અને ૩૮૦૦ ગોટી સાબુ વગેરે વસ્તુઓનું તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ ધેમાજી જિલ્લાનાં ૯૫૦ જેટલાં અરસગ્રસ્ત કુટુંબોને વિતરણ કરવામાં આવ્યું હતું.
૨. બિહાર : પટણા કેન્દ્ર દ્વારા ૩૦૦૦ કિ.ગ્રા. ચોખા, ૬૦૦ કિ.ગ્રા. કઠોળ, ૯૭૫ કિ.ગ્રા. લીલા ચણા, ૩૦૦ લિટર ખાદ્યતેલ, ૩૦૦ કિ.ગ્રા. મીઠું, ૩૫ કિ.ગ્રા. મોલાસીસ(ગોળની રસી) તેમજ ૧૮૦૦ નંગ ટૂથપેસ્ટ વગેરે વસ્તુઓનું તા. ૨૯મી ઑગસ્ટના રોજ પટણા જિલ્લાનાં અસરગ્રસ્ત કુટુંબોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
3. પશ્ચિમબંગાળ :
બેલઘરિયા કેન્દ્ર, કોલકાતા દ્વારા ૨૭ સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ મેદિનીપુર જિલ્લાનાં સબંગ બ્લોકનાં ૧૦૭૬ કુટુંબોને ૧૦૭૬ કિ.ગ્રા. મુરી(મમરા), ૨૧૫૨ કિ.ગ્રા. કઠોળ, ૫૩૮ કિ.ગ્રા. લીલા ચણા, ૫૩૮ કિ.ગ્રા. સોયાવડી, ૧૦૭૬ લિટર ખાદ્યતેલ, ૨૧૫ કિ.ગ્રા. વિવિધ મસાલા, ૧૦૭૬ કિ.ગ્રા. ખાંડ, ૨૬૯ કિ.ગ્રા. દૂધનો પાવડર, ૫૩,૮૦૦ હેલોજનની ટીકડીઓ, ૨૧૫૨ નંગ સાબુ, ૧૦૭૬ નંગ સાડી, ૧૦૭૬ નંગ લુંગીઓનું વિતરણ કરવામાં આવ્યંું હતું.
ચંડીપુર કેન્દ્ર દ્વારા ૧,૧૧,૧૧૭ નંગ તૈયાર ભોજનની થાળીઓ અસરગ્રસ્ત લોકોમાં આપવામાં આવી તેમજ ૪૮૧૮ કિ.ગ્રા. ચીરા તેમજ ૧૯૨૮ કિ.ગ્રા. ખાંડનું પૂર્વ મેદિનીપુર જિલ્લાનાં પતારાપુર ૧ અને ૨ તેમજ ભગવાનપુર-૧માં ૯૬૩૫ કુટુંબો વચ્ચે ૧૭ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન વિતરણ કરવામાં આવ્યું હતું.
અન્ય કુદરતી આફતોમાં રાહતકાર્ય : નીચે દર્શાવેલ કેન્દ્રો દ્વારા તેમના નામ સામે દર્શાવેલ વસ્તુઓનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
દાર્જિલિંગ : ૧ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન ૧૨૦૦ કિ.ગ્રા. ચોખા, ૩૦૦ કિ.ગ્રા. કઠોળ, ૧૫૦ કિ.ગ્રા. સોયાવડી, ૧૫૦ લિ. ખાદ્યતેલ, ૧૫૦ કિ.ગ્રા. મીઠું, ૪૨ કિ.ગ્રા. મસાલા, ૧૫૦ ખાંડ, ૭૫ કિ.ગ્રા. સોજી, ૧૫ કિ.ગ્રા. દૂધનો પાઉડર, ૪૮૬ પેકેટ્સ બિસ્કીટ, ૩૮૭૩ લિટર ફળોનો રસ, ૧૫૦+૧૫૦ નંગ નહાવા-ધોવાનાના સાબુ અને ૫૦૦ નંગ ધાબળા.
દેવઘર : ૧૯ થી ૨૧ સપ્ટેમ્બર દરમિયાન ૨૦૦ સાડી.
દિબ્રૂગઢ : ૮ સપ્ટેમ્બરના રોજ ૪૦ કિ.ગ્રા. ઘઉંનો લોટ, ૨૦ કિ.ગ્રા. કઠોળ, ૧૦ કિ.ગ્રા. સોયાવડી, ૨૦ કિ.ગ્રા. મીઠું, ૧૦ કિ.ગ્રા. તેલ, ૧૦ કિ.ગ્રા. ચીરા, ૧૦ કિ.ગ્રા. ખાંડ, ૨૦ પેકેટ્સ બિસ્કીટ તેમજ ૪૦ નંગ નહાવાના સાબુ.
વૃન્દાવન : ૩૧ ઓગસ્ટના રોજ ૨૦૦ કિ.ગ્રા. ચોખા, ૨૦૦ કિ.ગ્રા. ઘઉંનો લોટ, ૫૦ કિ.ગ્રા. કઠોળ, ૫૦ લિટર ખાદ્યતેલ, ૧૦૦ કિ.ગ્રા. મીઠું, ૫૦ કિ.ગ્રા. દૂધનો પાઉડર, ૧૦ કિ.ગ્રા. ચાની પત્તી, ૧૦૦ કેળાં અને ૧૦૦ નંગ નહાવાના સાબુ.
Your Content Goes Here





