ઓરિસ્સા રાહત કાર્ય
તા. ૨૨ – માર્ચ ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ, પુરીથી આશરે બે કિલોમિટર દૂર આવેલા પેન્ટાકોટામાં માછીમારોની કોલોનીમાં વિનાશકારી આગને કારણે ઘરવખરી નષ્ટ થતાં, રાંધેલું અન્ન, ચોખા અને સાંભારનું વિતરણ રામકૃષ્ણ મિશન દ્વારા આશરે ત્રણ હજાર લોકોને ૨૪મી થી ૩૧ માર્ચ સુધી રોજ કરવામાં આવેલું.
પશ્ચિમ બંગાળ રાહતકાર્ય
જિ. ઉત્તર ચોવીસ પરગણાના બસીરહાટ તાલુકાના લાલપલ્લી ગામના પંચાવન આદિવાસી કુટુંબોને બેલૂર મઠ તરફથી ૪૪ ધોતી, ૨૨ સાડી અને ૭૬ બાળકોનાં કપડાંનું વિતરણ કરવામાં આવ્યું.
હાવરા જિલ્લાના બેલૂર ગામ અને એની આસપાસનાં ગામોનાં ૬૧ કુટુંબોમાં ૧૨૨ કિલો ચોખા, ૧૭ કિલો કઠોળનું પણ વિતરણ કરવામાં આવ્યું.
આંધ્ર પ્રદેશ – વાવાઝોડા પુનર્વસવાટ કાર્ય
(ક) આંધ્રપ્રદેશનાં ગુંટુર જિલ્લાના રેપાલે મંડલના, લક્ષ્મીપુરમ્, ચન્દ્રમૌલિપુરમ્, મુક્તેશ્વરપુરમ્ અને કોથાપાલેમ ગામોમાં ચાર રહેણાક ઘરો, કોમ્યુનિટી સેન્ટર સાથેનું નિર્માણ કાર્ય ચાલુ છે.
(ખ) વિશાખાપટ્ટનમ્ જિલ્લાના યેલામાનચીલી મંડલના કોથાપાલયમ્માં ૮૫ ઘરોની એક કોલોનીનું ઉદ્ઘાટન આંધ્રપ્રદેશના મુખ્ય સચિવ શ્રી વી.પી. રામારાવને હસ્તે કરવામાં આવ્યું અને એને શ્રીરામકૃષ્ણપુરમ્ નું નવું નામ આપવામાં આવ્યું.
ગુજરાત પૂરરાહતકાર્ય –
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભમરીઆ ગામમાં પૂરપીડિતો માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા ૮ ઘરોનું છાપરાં સુધી અને ૨૨ ઘરોનું અમુક હદ સુધી નિર્માણ થયું છે.
રામકૃષ્ણ મઠ અને મિશન-શાખા કેન્દ્રોના સમાચારો
૨૭ ફેબ્રુઆરી ‘૯૧ના રોજ મદ્રાસ મિશન આશ્રમની પ્રાથમિક શાળાના મકાનના બીજા માળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
૧૭મી માર્ચે કોઈમ્બતુર શાખા કેન્દ્રે અરવિંદ આઈ હૉસ્પિટલ મદુરાઈના સાથમાં મફત આઈ કેમ્પનું આયોજન કર્યું હતું. ૩૨૪ દર્દીઓ તપાસાયા અને ૪રનું મોતિયાનું ઑપરેશન કરવામાં આવ્યું.
ભુવનેશ્વર આશ્રમે કટક જિલ્લાના બિબાસુનીમાં પોતાનો ૧૧મો રાષ્ટ્રીય ભાવાત્મક એક્તા કેમ્પ તા. ૯ થી ૧૩ ફેબ્રુઆરી સુધી યોજ્યો હતો. ઓરીસા અને પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાંથી ૨૦૦ યુવાનોએ એમાં ભાગ લીધો હતો.
મદ્રાસની વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓ માર્ચ ‘૯૦માં લેવાયેલી સ્નાતક અને અનુસ્નાતકની પરીક્ષાઓમાં નીચે બતાવેલી સિદ્ધિ હાંસલ કરી હતી. B.A. (અર્થશાસ્ત્ર) ૧૦ (ફિલસૂફી) ૧, ૩, ૪, ૫, ૭, ૯ (અંગ્રેજી) ૩ (સંસ્કૃત) ૧ B. Sc. (રસાયણશાસ્ત્ર) ૭, ૧૦ (પ્રાણી વિદ્યા) ૧ B. Com. ૬, ૯ M.A. (તત્ત્વજ્ઞાન) ૧ (સંસ્કૃત) ૧, ૨, ૪ M. Sc. (વનસ્પતિશાસ્ત્ર) ૭ (બે વિદ્યાર્થી)
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
રવિવારે ૩૧મી માર્ચે દર મહિનાની જેમ, સવારે ૮-૩૦ થી ૧૦ સુધી આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. લગભગ ૨૦૦ ભાઈ-બહેનોએ તેનો લાભ લીધો હતો. શિબિરનું સંચાલન સ્વામી જિતાત્માનંદજીએ કર્યું હતું.
ર૪મી માર્ચે રામનવમી નિમિત્તે સાંજે ‘વાલ્મીકિ રામાયણમાં શ્રીરામ’ વિષય પર સ્વામી જિતાત્માનંદજીનું પ્રવચન યોજાયું હતું અને આરતી પછી શ્રીરામનામ સંકીર્તન થયું હતું.
રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા
૧૫મી માર્ચે સવારે ૮ થી ૯-૩૦ સ્વામી જિતાત્માનંદજીના માર્ગદર્શન હેઠળ એક ધ્યાન શિબિર પ્રેમાનંદ હોલમાં યોજવામાં આવી હતી તે જ દિવસે સાંજે ‘આધુનિક ભારતના ઘડવૈયા સ્વામી વિવેકાનંદ’ વિષય પર સ્વામી જિતાત્માનંદજીનું પ્રવચન યોજાયું હતું. ૫મી એપ્રિલે ‘જીવનની સફળતા માટે ધ્યાનની આવશ્યકતા’ વિષય પર સ્વામી નિખિલેશ્વરાનંદનું પ્રવચન યોજાયું હતું.
શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, અમદાવાદ
૬ઠ્ઠી એપ્રિલે સ્વામી નિખિલેશ્વરાનંદનું આધ્યાત્મિક પ્રવચન યોજાયું હતું.
શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભૂજ
૧૨મી એપ્રિલે ‘આધુનિક સમસ્યાઓના સમાધાન માટે ભારતીય સંસ્કૃતિ’ વિષય પર સ્વામી જિતાત્માનંદજીનું પ્રવચન યોજાયું હતું.
રામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર (કચ્છ)
૧૩મી એપ્રિલે ‘યોગસાધના’ વિષય પર સ્વામી જિતાત્માનંદજીનું પ્રવચન યોજાયું હતું.
વિદેશના સમાચારો
ઢાકા આશ્રમે શ્રીરામકૃષ્ણદેવની ૧૫૬મી જન્મતિથિ અને વાર્ષિક મહોત્સવનું તા ૧૬ થી ૨૨ ફેબ્રુઆરી સુધી આયોજન કર્યું હતું. જિલુર રહેમાન સાદીક અને શ્રી બી.કે. દાસ (બાંગલા દેશના રાષ્ટ્રપ્રમુખના સલાહકાર), કવયિત્રી બેગમ સૂફિયા કમલ, પ્રો. મનીરુઝાયન મિયાં (ઢાકા યુનિ.ના ઉપકુલપતિશ્રી), ન્યાયમૂર્તિ રણધીર અને પ્રો. રેવા સેન અને ડૉ. પરેશચંદ્ર મંડલે જુદા જુદા દિવસોએ આ સમારંભમાં ભાગ લીધો. ૧૪ હજાર ભક્તોએ છેલ્લે દિવસે પ્રસાદ લીધો હતો.
Your Content Goes Here




