વિદેશમાં

સંયુક્ત રાજ્ય અમેરિકાના ત્યારના ભારતીય રાજદૂત ડૉ. કરણસિંહજીએ રામકૃષ્ણ મઠના બર્કલે કેન્દ્રની મુલાકાત પમી ફેબ્રુઆરીના રોજ લીધી હતી.

રામકૃષ્ણ મિશન, કોલંબો (શ્રીલંકા) કેન્દ્રમાં ર૭મી ફેબ્રુઆરીના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મ જયંતી પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં શ્રીલંકા ખાતેના ભારતીય રાજદૂત શ્રી લખનલાલ મલ્હોત્રા અધ્યક્ષ સ્થાને રહ્યા હતા.

ભારતીય વિદેશ પ્રધાન શ્રી આઈ. કે. ગુજરાલે ૧૭મી ફેબ્રુઆરીએ રામકૃષ્ણ મઠ અને મિશન, ઢાકા (બાંગ્લાદેશ) કેન્દ્રની મુલાકાત લીધી હતી.

ઓરિસ્સા

રામકૃષ્ણ મઠ, પુરી દ્વારા એક નિ:શુલ્ક દંત ચિકિત્સા કેમ્પનું આયોજન થયું હતું. ૧૨૩ ગરીબ દર્દીઓને આ સેવાનો લાભ મળ્યો હતો. ૩૦૦ ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંપુટ વિના મૂલ્યે આપવામાં આવ્યા હતા.

રામકૃષ્ણ મઠ, ભુવનેશ્વર દ્વારા ૧૬ થી ૨૦ માર્ચ સુધી એક રાષ્ટ્રીય એકતા શિબિરનું આયોજન કટક જિલ્લાના દોહાલી મુકામે થયું હતું. આ શિબિરમાં ઓરિસ્સા, બંગાળ અને બિહારના ૨૨૫ યુવાનોએ ભાગ લીધો હતો.

બિહાર

૩૦૦૦ રામકૃષ્ણ મિશન, આશ્રમ, રાંચી (મોરાબાદી) દ્વારા ૯મી થી ૧૧મી ફેબ્રુઆરી સુધી એક યુવ-સંમેલન અને રાષ્ટ્રીય એકતા શિબિરનું આયોજન થયું હતું, જેમાં ૩૫૦ યુવાનોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરી, યોગાસન, છૌનૃત્ય, નાટક, વગેરે કાર્યક્રમો આકર્ષણના મુખ્ય કેન્દ્ર રહ્યા. ૧૨મી જાન્યુઆરીએ લગભગ વિદ્યાર્થીઓએ ‘રાષ્ટ્રીય યુવા દિન’ મહોત્સવમાં ભાગ લીધો હતો.

તામિલનાડુ

રામકૃષ્ણ મિશનના કોઈમ્બતુર આશ્રમ દ્વારા ૧૭મી માર્ચે એક યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં ૧૫૩ યુવાનોએ ભાગ લીધો હતો.

૫. બંગાળ

રામકૃષ્ણ મિશનના જલપાઈગુડી કેન્દ્રના પુસ્તકાલય ભવનના નવા ભાગનું ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું.

આ કેન્દ્ર દ્વારા યોજાયેલ ‘રાષ્ટ્રીય યુવા દિન’ મહોત્સવમાં ૧૨ શાળાઓનાં રર૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

ગુજરાત

રામકૃષ્ણવિવેકાનંદ કેન્દ્ર, જુનાગઢ

૨૦મી માર્ચે ‘આધુનિક યુગની સમસ્યાઓ અને ગીતામાં તેનો મળતો ઉકેલ’ એ વિષય પર શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીનું પ્રવચન યોજાયું હતું

રામકૃષ્ણવિવેકાનંદ કેન્દ્ર, અમદાવાદ

ર૮મી માર્ચે ‘આધુનિક યુગ માટે ગીતાનો સંદેશ’ એ વિષય પર શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીનું પ્રવચન યોજાયું હતું.

રામકૃષ્ણવિવેકાનંદ કેન્દ્ર, વડોદરા

શ્રીરામકૃષ્ણદેવ, શ્રી મા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે પ્રેમાનંદ સાહિત્ય ભવનમાં, ૨૮ થી ૩૧ માર્ચ સુધી કાર્યક્રમો યોજવામાં આવ્યા ૨૮મીએ સવારે ૧૦થી રાત્રે ૮ સુધી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું પ્રદર્શન અને વેચાણ યોજાયું હતું. જેનો લાભ લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો. ર૯મીએ ‘સર્વધર્મના પુરસ્કર્તા શ્રીરામકૃષ્ણ પરમહંસ’, ૩૦મીએ ‘સૌનાં મા શારદાદેવી’ અને ૩૧મીએ ‘રાષ્ટ્રભક્ત સંન્યાસી વિવેકાનંદ’ વિષયો પર રામકૃષ્ણ મિશન, રાયપુરના સ્વામી નિખિલાત્માનંદજી અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં પ્રવચનો યોજાયાં હતાં. ૩૦મી અને ૩૧મીએ સવારે સ્વામી નિખિલાત્માનંદજીએ ‘રામચરિતમાનસ’ ના પ્રસંગો પર ભાવવાહી પ્રવચનો આપ્યાં હતાં. આ ઉત્સવ નિમિત્તે પ્રકાશિત સ્મરણિકાનું વિમોચન સ્વામી નિખિલાત્માનંદજીના હસ્તે થયું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

છેલ્લાં ત્રણ વર્ષોથી રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ માટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારપ્રચાર પરીક્ષા યોજાય છે. પ્રારંભિક ખંડ ૧, ૨, ૩ અને પ્રવેશ ખંડ ૧, ૨, ૩ પરિચય પરીક્ષાઓમાં ૧૧મી ફેબ્રુઆરીએ કુલ ૧૮૯ પરીક્ષાર્થીઓ બેઠા હતા, જેમાંથી ૧૦૬ પરીક્ષાર્થીઓ સફળ થયા હતા. બીજી કોઈ સંસ્થાઓ પણ જો આવી પરીક્ષા યોજવા ઈચ્છતી હોય તો વધુ વિગતો માટે આ આશ્રમનો સંપર્ક સાધી શકાય છે.

૧૧મી માર્ચે દોલપૂર્ણિમાના દિવસે ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ વિશે પ્રવચન યોજાયું હતું અને શ્રીશ્યામનામસંકીર્તન પણ થયું હતું. ૩ એપ્રિલે ‘શ્રીરામનામ સંકીર્તન’ અને ‘રામચરિતમાનસ’ પર પ્રવચન રામનવમી નિમિત્તે યોજાયાં હતાં. ૭મી અને ૮મી એપ્રિલે મહાવીર જયંતી નિમિત્તે ‘ભગવાન મહાવીર જીવન અને દર્શન’ પર પ્રવચનો યોજાયાં હતાં.

Total Views: 336

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.