૧૯૯૮-૯૯ના વર્ષના શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્યોનો સંક્ષિપ્ત અહેવાલ

શ્રીરામકૃષ્ણ મિશનની ૯૦મી વાર્ષિક સાધારણ સભા ૧૯ ડિસેમ્બર, ’૯૯ના રોજ બપોર પછી ૩:૩૦ વાગ્યે બેલુડ મઠ ખાતે મળી હતી.

ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિ શ્રી ડૉ. કે.આર. નારાયણન્‌ના વરદ્‌ હસ્તે શ્રીરામકૃષ્ણ મિશનને એનાયત થયેલ ગાંધી શાંતિ પુરસ્કાર એ આ વર્ષની ઉલ્લેખનીય ઘટના રહી છે. આ પુરસ્કારની રકમ રૂપિયા એક કરોડને કાયમી અનામત ફંડ તરીકે લઈને તેના વ્યાજની ઉપજ દેશના ગરીબ અને જરૂરતમંદ લોકોના કલ્યાણાર્થે વપરાશે. આ વર્ષ દરમિયાન અમારાં અલ્લાહાબાદ, કરીમગંજ, ન્યુ દિલ્હી, રાંચી (મોરાબાદી) અને રાંચી ટી.બી. સૅનૅટૉરિયમ કેન્દ્રો દ્વારા હરતાં-ફરતાં દવાખાનાનાં એકમોનો પ્રારંભ થયો હતો. પૉર્ટ બ્લેય્‌ર કેન્દ્રમાં ભારતના સન્માનનીય વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપેયીના વરદ્‌ હસ્તે એક શૈક્ષણિક સંકુલનું ઉદ્‌ઘાટન થયું હતું.

યુગ પ્રવર્તક સ્વામી વિવેકાનંદના કલકત્તામાંના જન્મસ્થાનના એમના પૈતૃક મકાનોનો કબજો મેળવવામાં ઘણી સારી પ્રગતિ થઈ છે. એમાં રહેતાં ભાડુઆતોને આર્થિક વળતર કે બીજી સુયોગ્ય રહેઠાણ વ્યવસ્થા આપીને એ મકાનને પૂરેપૂરું ખાલી કરાવ્યું છે. વિશાળ પાયે તેના જિર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે. આ અત્યંત મહત્ત્વના પ્રકલ્પમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સારી એવી આર્થિક સહાય માટે અમે એનો ઋણ સ્વીકાર કરીએ છીએ.

બંગલા દેશ સહિત દેશના વિવિધ ભાગોમાં ૫ લાખ લોકોના લાભાર્થે રૂ.૩.૯૭ કરોડના ખર્ચે રાહત અને પુનર્વસવાટ કાર્યો હાથ ધરાયાં હતાં. આંધ્ર પ્રદેશમાં એક બ્રિજનું કામ આગળ ધપી રહ્યું છે. ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના રૂપે આપેલ વિદ્યા સહાય, વૃદ્ધ-માંદા અને અશક્ત લોકોની સહાય પાછળ રૂ.૧.૮૪ કરોડ વાપરવામાં આવ્યા છે.

બાલમંદિરથી માંડીને અનુસ્નાતક કક્ષા સુધીના ૧.૨૫ લાખ વિદ્યાર્થીઓ (જેમાં ૩૯,૦૬૯ બહેનોનો સમાવેશ થાય છે) માટે રૂ.૫૬.૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.  ૯ હૉસ્પિટલો, ૧૦૪ દવાખાનાં અને હરતાં-ફરતાં દવાખાનાં દ્વારા ૫૦ લાખ દર્દીઓની સેવા-શુશ્રૂષા કરવામાં આવી છે. આ આરોગ્યસેવા હેઠળ રૂ.૧૯.૪૮ કરોડનો ખર્ચ થયો છે. ગ્રામ્ય અને જનજાતિ વિસ્તારના લોકોના વિકાસ કલ્યાણની કાર્યયોજના હેઠળ રૂ.૮.૬૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.