રાહત, પુનર્વસવાટ અને નેત્રયજ્ઞ સેવાકાર્ય

બિહારઃ પૂર્વ સિંધભૂમિ જિલ્લાના ઘાટશીલા વિભાગના બાલીજુરી અને માનુષમુરિયા ગામમાં જમશેદપુર શાખા કેન્દ્ર દ્વારા આગને કારણે અસરગ્રસ્ત લોકોમાં ૫૧૭ કિ. ચોખા-ઘઉં, ૨૪ કિ. ખાવાનું તેલ, ૨૧૦ તૈયાર કપડાં, ૧૬૫ ઘાસની વંજી, ૧૦,૫૦૦ નળિયાં, ૧૦૦ વાંસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાહત સેવા કાર્ય ચાલુ છે.

રાંચી જિલ્લામાં બૂર્મુ તાલુકાના બારકુરોલી ગામમાં રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે સમાજ – મંદિરના મકાનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ ઉપરાંત રાંચી મોરાબાદી શાખા-કેન્દ્રમાં એક ‘હરતા ફરતા દવાખાના’ના એકમનું પણ ઉદ્‌ઘાટન એમના વરદ્ હસ્તે થયું હતું.

ગુજરાતઃ શ્રીરામકૃષ્ણ મિશન લીંબડી દ્વારા તા.૧૮.૬.૯૮ ગુરુવારે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૯૨ દરદીઓને (૮૫ પુરુષો, ૧૦૯ બહેનો) તપાસીને નિઃશુલ્ક દવા, ચશ્મા, ફૂડપેકેટ્સ આપવામાં આવ્યાં હતાં, તેમજ ૧૦ ભાઈઓ અને ૧૦ બહેનો એમ મળીને કુલ ૨૦ આંખનાં દરદીને જુદાજુદા રોગોનાં ઑપરેશન માટે શિવાનંદ મિશન, વીરનગર લઈ જવાયાં હતાં.

Total Views: 167

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.