ગુજરાતના સમાચાર

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા તા.૧૫ જુલાઈ, ૨૦૧૬, શુક્રવારના રોજ ધો. ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં લગભગ ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સમારોહમાં રામકૃષ્ણ સંઘના સ્વામી આદિભવાનંદજી, સ્વામી સર્વસ્થાનંદજી અને સ્વામી ગુણાશ્રયાનંદજી તેમજ અદાણી ફાઉન્ડેશનના એજ્યુકેશન ડાયરેક્ટર શ્રીભદ્રાયુ વછરાજાની મુખ્ય મહેમાન તરીકે અને લીંબડીની
સર જે. હાઈસ્કુલના આચાર્ય શ્રીમનુભાઈ જોગરાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા.
રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા તા. ૮ જુલાઈ, ૨૦૧૬, શુક્રવારના રોજ લીંબડીની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના ૧૦૦ છોકરીઓ અને ૧૨૫ છોકરાઓ મળીને કુલ ૨૨૫ વિદ્યાર્થીઓને શાળાના ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રાચીન વૃક્ષને નવજીવન

૧૮૯૦માં જે પીપળાના ઐતિહાસિક વૃક્ષ નીચે સ્વામીજીએ ધ્યાન કર્યું હતું ત્યાં તેમને વ્યષ્ટિ અને સમષ્ટિની અનુભૂતિ થઈ હતી, તે જ જગ્યાએ અલમોડા કેન્દ્ર અને અન્ય ઘણી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી ૧૫ જુલાઈ, ૨૦૧૬ના રોજ અલમોડા પાસે આવેલ કાકરીઘાટમાં તે પીપળાના વૃક્ષની કલમ બનાવીને જૂના મૂળ વૃક્ષની જગ્યાએ રોપવામાં આવી હતી. મૂળ પીપળાનું વૃક્ષ કેટલાંક વર્ષો પહેલાં જીવિત હતું.

 

Total Views: 454

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.