એક પંચતત્ત્વનો પ્યાલો રે!
હતો ઝગમગ પણ હું ઠાલો રે!
તમે હાથમહીં મને ઝાલ્યો રે!
હરિ! ભરભર હું છલકાયો રે!
મને હરિ૨સ વ્હાલો વ્હાલો રે!
હર નામે ઘેલો કાલો રે!
એક અમીર રંગે રૂપાળો રે!
મને બીબે બીબે ઢાળ્યો રે!
આ પંચતત્ત્વનો પ્યાલો રે!
એને હરિરસ વ્હાલો વ્હાલો રે!
– કવિના આગામી કાવ્યસંગ્રહ “હિરનામની હોડી”માંથી એક કૃતિ.
Your Content Goes Here




