લાવ્યા ક્યાંથી પ્રીત?
આવડી લાવ્યા ક્યાંથી પ્રીત?
હે સંતો! કઈ વાત કરો, કઈ ચીત; લાવ્યા.
મૂઠી જેવડું ઉ૨, આવડું મૂઠી જેવડું ઉ૨
એમાં ક્યાંથી અષાઢી પૂર?
આવું આકળું ને ભરપુ૨,
સંતો, ક્યાંથી ઊમટતું પૂર?
તટબંધન સૌ તોડી નાખે
એટલું ગાંડુતૂર
ક્યાંથી સૌ પ્રતિ વ્હાલની વાણી
ઊછળી થઈને ગીત; લાવ્યા.
શસ્ત્રો છોડ્યાં, શાસ્ત્રો છોડ્યાં!
સાધના પડી ગૈ ટૂંકી,
વ્હેણ અનર્ગળ આગળ નીકળ્યું
ઘાટને પાછળ મૂકી,
મારું તારું; ઘાટ અને ઘટ બધુંયે નાખ્યું ફૂંકી,
ફૂંક્યું તેની ચલમ કરી ફેંકશેં, સમજાવોજી રીત…
સંતો! કઈ વાત કરો, કંઈ ચીત; લાવ્યા.

Total Views: 170

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.