‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળતું રહે છે. સૌથી વિશેષ ઉપયોગી વિભાગ ‘પુસ્તક સમીક્ષા’ લાગે છે. અંગ્રેજીની સાથે હિન્દી, ગુજરાતી ભાષાના પણ વેદ-પુરાણ સંદર્ભ ગ્રંથોની સમીક્ષા વધે – તો વિશેષ આવકાર્ય રહેશે.

નરોત્તમ પલાણ, પોરબંદર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ‘દીપોત્સવી અંક’ સેવાવિશેષાંક ખૂબ જ ગમ્યો. ઘણો બધો પ્રેરણાદાયી નીવડ્યો, અને ઘણું બધું જાણવા મળ્યું. સેવાનો અનુભવ મને મારી ઑફિસમાં જ થયો. મને ખૂબ જ ગમ્યું. આ જ્યોત ખૂબ જ સરસ છે. અને ઘણું બધું માર્ગદર્શન આમાંથી મળી રહે છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ઘણી જ પ્રગતિ કરે. તેવી મારી અંતરની પ્રાર્થના.

હર્ષા એચ. મારુ, સુરત

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પરિવારને પરમાત્મા શક્તિદાયી બનાવે શ્રીરામકૃષ્ણદેવના વિચારોની સુંગંધ તમો પ્રસરાવતા રહો તે પંથે આપણી સૌની જ્યોત જલતી રહે. એ જ જ્ઞાન આપણને તથા આપણા પરિવારને મળો, એ જ.

પૂર્ણપ્રભાબેન મા. મહેતા, ગાંધીનગર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો દીવાળી અંક મળ્યો. મુખપૃષ્ઠ આકર્ષક નયનરમ્ય અને માહિતીસભર રહ્યું. ‘સેવાયોગ’ની વાત ગમી. દિપોત્સવી અંક ખરેખર ઓજસ્ પાથરતો રહ્યો.

હર્ષદકુમાર જી. જોષી, રાજકોટ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ મેળવી ધન્યતા અનુભવી. જિંદગીમાં થોડું આધ્યાત્મિક વાંચન માનસિક શાંતિ આપી જાય છે. મનની નબળાઈ શરીરને દુર્બળ બનાવી જાય છે.

યજ્ઞા વૈદ્ય, વડોદરા

અંકો વાંચીને મને પ્રતિભાવ થએલ તે જણાવું છું કે મનુષ્યમાત્રને અને આજના યુવકવર્ગ તથા ભારતવાસી માટે અતિઉપયોગીતા દાખવે છે.

લખમશી પુંજાભાઈ પટેલ, ભુજ (કચ્છ)

સવિનય સહ જણાવવાનું કે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ મૅગૅઝિન (પત્રિકા) મને નિયમિત રીતે મળે છે. આ અંકો દ્વારા મને ઘણું બધું જાણવા મળ્યું છે. ખાસ કરીને સ્વામી વિવેકાનંદના પ્રવચનો અને શુદ્ધ વાણી વિશે. મારા માટે સ્વામી વિવેકાનંદ વિષે જેટલું જાણું તેટલું ઓછું છે, એવો ભાવ મને વ્યક્ત થાય છે.

ગોપાલભાઈ વિ. શાહ, સુરત

આ વખતનો દિવાળી અંક મળ્યો વાંચી ખૂબ ખુશ થયો, કારણ કે, રામકૃષ્ણ મિશન દ્વારા ચાલતી કુદરતી, આપત્તિ, બેહાલ મનુષ્યોની સેવા તથા આર્થિક મદદ, તેવા લેખ ખૂબ જ સરસ છે.

ભરત આર. ભટ્ટ, જૂનાગઢ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો દિપોત્સવી અંક અત્યંત ઉત્કૃષ્ટ બન્યો છે. ‘સેવા’ વિષેના રૂઢિગત ખ્યાલોમાંથી વાચકને ઉપર ઊંચકી, પૂ. રામકૃષ્ણદેવ અને પૂ. વિવેકાનંદના જીવન અને કાર્યોના જ્વલંત ઉદાહરણો દ્વારા આ અંકમાં એ સિદ્ધ કરવામાં આવ્યું છે કે સેવા એ પરમતત્ત્વની જ અનાસક્ત ઉપાસના છે અને એક આધ્યાત્મિક સાધના જ છે. સાંપ્રત સમયમાં સેવાની આવી ઉચ્ચ અને વ્યાપક ભાવના અત્યંત ઉપાદેય બની રહેશે.

વસંત પરીખ, અમરેલી

આ વર્ષનો દિવાળી અંક મોકલ્યો તે વાંચી ખૂબ આનંદ થયો. દરેક લેખ સતત ઓતપ્રોત કરે છે. જેમ વાંચીએ તેમ અંતરમાં ખૂબ આનંદ આવે છે. આપણી સેવા પ્રવૃત્તિઓ વિશેની તસ્વીર જોઈને મને ખૂબ આનંદ થયો. તસ્વીરથી મને કંઈક અન્ય સ્થળોએ સેવા મળે તેવી આશા છે. આપના આ સેવાકાર્યમાં જોડાયેલ દરેક ભક્તોને મારા સાદર પ્રણામ.

વસંત જાદવ, જૂનાગઢ

શ્રીરામકૃષ્ણ મઠ-મિશન દ્વારા જે લોક કલ્યાણની પ્રવૃત્તિઓ ચાલે છે, તેનું ખરેખર અતિસુંદર અને સચોટ વર્ણન શ્રીરામકૃષ્ણ જ્યોતના સેવા વિશેષાંકમાં જોવા મળ્યું. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું તેમ ‘શિવજ્ઞાને જીવસેવા’ યથાર્થ છે. ખરેખર સેવા વિશેષાંકના તમામ લેખો ખૂબ જ સુંદર હતા. આવા લેખો આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

જગદીશ પી. ખુંટી, પોરબંદર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં ‘પરમહંસદેવ’ના વચનો મનના મેલને દૂર કરવામાં સહાયભૂત થાય છે. વાણીને પવિત્ર બનાવે છે. સરળતા લાવવામાં સહાયક થાય છે, અને અંદરની સુષુપ્તદિવ્યતાને આત્મસાત્ કરવા માટે પ્રકાશ પાથરી માર્ગદર્શન પૂરું પાડે છે. સાધક માટે જીવંત-ગુરુ જેવું માર્ગદર્શન આપે છે.

એલ.બી. ચૌધરી, પાલનપુર

સમાચાર દર્શન, સચિત્રની ઝલક, કાર્યો અને વિવિધ સેવા-પ્રવૃત્તિઓ મોખરે રહી છે. વધુ ને વધુ આગળ આપવા વિનંતી. આ વખતનો અંક અત્યંત સર્વશ્રેષ્ઠ રહ્યો.

દામજીભાઈ નાથાભાઈ ખારવા, મીઠાપુર

સેવા વિશેષાંક – (૧૯૯૮) મળ્યો. પૂજ્ય શ્રીરામકૃષ્ણ પરમહંસ તથા પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની તસ્વીર તથા વિવિધ જીવન અંતરંગ સાથે જીવન કવનની વાતો, તેમની બહુમૂખી પ્રતિભાસંપન્ન – મહાનુભાવોની વિચારધારા વાંચી આનંદ થયો.

પ્રકાશભાઈ એસ. મહેતા,અમદાવાદ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં આવતા ઠાકુર, મા અને સ્વામીજીના વિચારો તથા મિશનના સ્વામીજીઓના લેખો તથા વિચારો વાંચીને તેમની વિવેકવાણીથી પ્રભાવિત થઈએ છીએ.

વિનય આઈ મહેતા, ભૂજ

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.