પ્રભુ! અમારાં રજકણ નાનાં મન

તમે જરી બુંદ ન વરસો ત્યાં મ્હોરે વનનાં વન

તમે પરન્તુ વરસો એવું આભલું ફાટંફાટ,

કેમ ઝીલવા? અમને એના ઉર્વિ સમા ઉચાટ

રૂંવે રૂંવે મધુવન અણુએ અણુએ આલિંગન.

હોવું સઘળું જશે ઓગળી હમણાં, એવું થાય,

અનંત આવ્યો અતિથિ થઈ ત્યાં સંકડાશ ક્યાં જાય!

તૂટું તૂટું બધી દીવાલો, સમય સાવ રે સન્ન!

જનમ જનમથી સંગોપી તે માયા મૂડી જાશે?

સંગોપ્યું તે સઘળું હમણા પરવશ ખુલ્લું થાશે!

જશે આબરુ? આ તે કેવાં ઈજ્જતનાં ઇજન!

ભલે પધારો, અમે તમારી અનહદમાં સંતાશું,

તમે સમાશો કેમ? અમે તો તમમાં સહજ સમાશું,

કદી આથમે નહીં અમારે ભલો ઊગશે દંન.

– લાભશંકર રાવળ

Total Views: 200

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.