દેવ, આપ તો કદી શિશુની
જેમ નાચતા રહો ઉમંગે,
માએ વરસાવ્યાં હેતપ્રીતમાં
રોમ થતાં પુલકિત સૌ અંગે!
દેવ, આપનાં વિમલ નયનની
નિશદિન કરુણા વરસે,
કરી ક્ષિતિજને પાર વિશ્વમાં
વિરાટને જૈ સ્પરશે!
અનંતનો ઉદધિ છલકાતો
હરદમ ઉર-તરંગે!
બોલબોલમાં પરાવાણીનાં
પુષ્પ સદાયે મ્હેકે.
અગમનિગમની વાડીમાંથી
મોર અચાનક ગ્હેકે!
ભાનભૂલીને સકલ સુરતા
ઊપડે એના સંગે!

– ભાનુપ્રસાદ પંડ્યા

Total Views: 701

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.