ને એ જ તું?
એ તું જ? જેની
હુથેલી નો નાગરવેલ કેરા
કૉળેલ કોઈ નવ પર્ણ જેવી
સ્પર્શી હતી શીતલ લાલિમા ભરી?
ને એ જ તું?
જે કાંટાળો લહુ આ શતશત શૂલથી વીંધનારો
થુવેર?
એ તું જ? જેની
વાણી મહીં સંગીત કિન્નરી મેં
માણ્યું હતું (ગુંજરતો વહ્યો ધ્વનિ
તરંગઆવૃત્ત અનંત શાન્તિમાં)?
ને એ જ તું?
જેનાં ગર્જંત મૌને નિખિલ સકલ કોલાહલે
વ્યગ્ર કીધું?!
એ તું જ? જેની
દૃગો સુધા વર્ષતી પૂર્ણચંદ્રની,
અંધારને યે મળી જેની શુભ્રતા,
સમષ્ટિને અંતર ગૂઢ સંમુદા?
ને એ જ તું?
જે વિદ્યુત્ શી અજંપે ભ્રમણ મહીં કરે
સર્વ કૈં ભસ્મસાત?!
Your Content Goes Here




