નહિ તેજ કોઈ નહિ છાયા!
અહીં હવામાં તરતી કેવળ ફલગંધની કાયા:
તરુવર ફરકે લીલું જાણે પર્ણ-સરોવર છલકે,
લળી જતી આ ડાળ ડાળ તે એક થવાને તલખે!
નજર ભોળી ત્યાં સરતી ને આ મનને ઘેરે માયા!
નહિ તેજ કોઈ નહિ છાયા!
વિશાળ નભ આ સૂરજ એકલ વાદળમાં લ્હેરાતો,
પંખી કેરા નાદ નીતરતાં તડકો ભીનો થાતો!
આ સહુથી હું દૂર તોય ના લાગે આજ પરાયા!
અહીં તેજ અહીં સહુ છાયા!
નથી હવામાં તરતી કેવળ ફૂલગંધની કાયા!
Your Content Goes Here




