અલકમલકનાં હો અજવાળાં,
ગગનગોખથી ઊતર્યાં
જાણે રેશમધારા!
શ્વાસ હળુથી મોરપિચ્છ શા અડતા,
રાગ વિરાગના શોર ચિત્તના શમતા,
ઝળહળ ઝળહળ જ્યોતિના અવ
રગરગમાં પલકારા.
અલકમલકના.
પળની પળમાં એક સમાધિ લાધી,
બાહ્યરૂપોની અડી ગઈ રે આંધી,
અલખ આંખ તબકંતી ભાળી
વીંધી ભીતર જાવાં.
અલકમલકના.
Your Content Goes Here




