रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम्।
जातीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्॥

હે દેવ! હે દયાસાગર! હે પશુપતિ! રત્નોથી સજાવેલું આસન; શીતળ જળથી સ્નાન; અનેક રત્નોથી સુશોભિત દિવ્ય વસ્ત્ર; કસ્તુરીની સુવાસથી યુક્ત ચંદન; જુઈ, ચંપો અને બિલ્વપત્રથી રચિત પુષ્પાંજલિ તથા ધૂપ અને દીવો—આ સઘળું મેં મારા હૃદયમાં કલ્પેલું છે; આપ તેનો સ્વીકાર કરો.

आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः।
सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्॥

હે ભગવાન શંભુ! મારો આત્મા તે આપ; મતિ એ પાર્વતી; પ્રાણ તે આપના ગણો; શરીર, ઘર, વિષયોપભોગની રચના તે તમારી પૂજા; બંને પગથી ચાલવું તે આપની પ્રદક્ષિણાનો વિધિ; બધી જ વાણી તે આપનાં સ્તોત્રો—આમ, જે જે કર્મ હું કરું છું તે તે સઘળાં કર્મો આપની આરાધના છે.

(શિવ-માનસપૂજા)

Total Views: 104
By Published On: February 1, 2025Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.