શ્રીગણેશ વંદના

प्रातः स्मरामि गणनाथमनाथबन्धुं
सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम्।
उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड-
माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम्।।

અનાથના બંધુ, સિંદૂરના સમૂહથી પરિપૂર્ણ ગંડયુગલવાળા, ઉદ્દામ વિઘ્નોના નાશ માટે પ્રચંડ દંડસ્વરૂપ, ઇન્દ્ર વગેરે દેવોના નાયકોના સમૂહથી વંદન કરવા યોગ્ય, ભગવાન ગણપતિને સવારે હું સ્મરું છું.

प्रातर्नमामि चतुरानन वन्द्यमान-
मिच्चानुकूलमखिलं च वरं ददानम्।
तं तुन्दिलं द्विरसनाधिपयज्ञसूत्रं
पुत्रं विलासचतुरं शिवयोः शिवाय।।

ચાર મુખવાળા બ્રહ્માથી વંદન કરાતા અને ભક્તોની ઇચ્છાને અનુકૂળ સંપૂર્ણ વરદાન આપનાર, મોટા પેટવાળા, બે જીભવાળાના અર્થાત્ સર્પના સ્વામીરૂપી યજ્ઞોપવીતવાળા, વિલાસમાં હોશિયાર, ભગવાન શિવ અને પાર્વતીના પુત્રને મારા કલ્યાણ માટે હું વંદન કરું છું.

मायातीताय भक्तानां कामपूराय ते नमः ।
सोमसूर्याग्निनेत्राय नमो विश्वम्भराय ते ।।

માયાતીત અને ભક્તોની ઇચ્છા પૂરી કરનાર હે ગણેશ! આપને નમસ્કાર છે. ચંદ્ર, સૂર્ય અને અગ્નિ જેનાં નેત્રો છે તેમજ જે વિશ્વનું ભરણપોષણ કરનાર છે તેમને નમસ્કાર છે.

આપણો વારસો

अतिदानात् बलिर्बद्धो ह्यतिदर्पात् सुयोधनः।
विनष्टो रावणो लोभाद्-अति सर्वत्र वर्जयेत्।।८।।

અત્યધિક દાનને કારણે દૈત્યરાજ બલિ બંધનમાં બંધાયા, અતિશય ગર્વને કારણે દુર્યાેધનનો નાશ થયો અને અત્યંત લોભને કારણે રાવણની દુર્ગતિ થઈ; તેથી કોઈ પણ કાર્યમાં અતિશયતા કરવી યોગ્ય નથી.

आत्मनः मुखदोषेन बध्यन्ते शुकसारिका ।
बकास्तु नैव बध्यन्ते मौनं सर्वार्थसाधनम् ।।९।।

વધુ પડતું બોલ બોલ કરવાના દોષને કારણે મેના-પોપટ બંધનમાં પડી જાય છે, પરંતુ ચુપ રહેવાને કારણે બગલો ક્યારેય બંધનમાં પડતો નથી, તેથી મૌન જ પરમ ઉપકારક છે.

अपूज्या यत्र पूज्यन्ते, पूजनीयो न पूज्यते ।
त्रीणि तत्र भविष्यन्ति दारिद्र्यं मरणं भयम् ।।१०।।

જે સ્થાન કે સમાજમાં દુર્જનોની પૂજા થાય છે અને સજ્જનોનું અપમાન થાય છે, તેના પરિણામ સ્વરૂપ તે સ્થળે ત્રણ બાબતો પ્રગટ થાય છે- દરિદ્રતા, મૃત્યુ, ભય.

अधीत्य चतुरो वेदान् धर्मशास्राण्यनेकशः।
परं तत्त्वं न जानाति दर्वी पाकरसानिव।।११।।

જેમ કડછી બધા પ્રકારના ખાદ્યપદાર્થાેમાં રહેલી હોવા છતાં તેમાંના સ્વાદથી વંચિત રહી જાય છે, તેવી જ રીતે વિદ્વાનો ચાર વેદ તથા અસંખ્ય શાસ્ત્રોનું અધ્યયન કરીને પણ સર્વાેચ્ચ બ્રહ્મતત્ત્વથી અજાણ રહે છે.

Total Views: 526

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.