(માનો-ઇમેજ કાવ્ય)

(૧)
વૃક્ષ જેવો
તમે એક સવાલ કરો
ને,
જવાબમાં મળશે
ટહૂકે ટહૂકા…
ટહૂકે ટહૂકા…
ટહૂકે ટહૂકા…’

(૨)
એક વૃક્ષને બચાવો.
એક વૃદ્ધને બચાવો
વૃક્ષ વરસાદ વરસાવશે
વૃદ્ધ આશીર્વાદ વરસાવશે!

(૩)
લોકોને
જ્યારે ખબર પડી કે,
આ માણસ વૃક્ષ જેવો છે.
ત્યારથી આ લોકો
મારા તરફ
પથ્થર ફેંકતા થઇ ગયા છે,
– ને,
કૂહાડી ઉગામતા થઇ ગયા છે,
પરંતુ
હું મારું ‘વૃક્ષપણું’
કદી પણ છોડીશ નહીં
ગુમાવીશ નહીં
કારણ કે-
આ લોકોએ જ
મને ‘વૃક્ષપણું’ આપ્યું છે!

– મધુકાન્ત જોષી, રાજકોટ,

Total Views: 196

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.