(ગીતિ)

ઘરની બ્હાર મૂક્યો પગ મેં તેં કર પકડી લીધો મારો,
અવ મારે શી ખોજ પંથની, તારો જ્યાં સથવારો?
અવ મારે શું આગળ જાવું?

ધ્યેય બીજું શું મારે?
આ કર માટે તો નીકળ્યો’તો
છોડી દઈ ઘરબ્હારે;
એ જ મળે જ્યાં પરથમ પગલે, ને લઈલે શિર-ભારો.… ઘરની

જ્યાં મળ્યા પદ ગતિને ભૂલ્યા,
તો પદ પેઠું નરતન,
અંગઅંગમાં ભંગ વલ્લીશા,
ઝૂમે ચેતન થનગન!
હવે અહીં શું? તહીં શું? ને શું આ આરો – એ આરો?… ઘરની

છંદજ ભૂલી ગઈ મુજ વાણી,
અવ શી ગણગણ – ગીતિ?
સાથી કહી બેઠી જ્યાં તુજને
પ્રગલ્ભ માટી પ્રીતિ!
તારે રાસ લિજે ખેંચી, મુજ અધીરો પદ-ઠમકારો… ઘરની

– ઉશનસ્

Total Views: 190

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.