‘આકાશ વાયુ, જળ, આભઅગ્નિ,
એ પંચભૂતથકી દેહ અહીં રચાયો.
આ સૃષ્ટિના સકલ તત્ત્વથી જે નભે છે,
તે માત્ર સ્વાર્થ-સુખ કાજ કદી ન હોય!’
ચારે દિશાથી સુવિચાર સદાય આવો,
એવું વદે વેદ યુગો-યુગોથી!
આ સ્થૂલ કાય સરજી ૫૨માર્થ કાજે,
દેવી સમર્પી જગમાં જનહિત સારું!
એવુ વદ્યા પરમહંસ સભામહીં ત્યાં
તે સુન્નતો યુવક એક કુશાગ્ર બુદ્ધિ!
તેણે કીધો જગતમાં ઉદધિ સમાણો –
ઉદ્‌ઘોષ : ‘જગને સઘળુ સમર્પો!
સેવા સમો અખિલમાં નહીં કોઈ મંત્ર,
આચારમાં વણી લિયો, બસ, અત્ર-અત્ર!

– ભાનુપ્રસાદ પંડ્યા

Total Views: 187

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.