કાયાને કોટડે બંધાણો
અલખ મારો લાખેણા રંગમાં રંગાણો,

કોઈ રે જ્યાં ન્હોતું ત્યારે નિજ તે આનંદ કાજે
ઝાઝાની ઝંખના કીધી,
ઘેરાં અંધારેથી મૂગી તે શૂન્યતાને
માયાને લોક ભરી લીધી.
અલખ મારો.

અનાદિ અંકાશકેરી અણદીઠ લ્હેરુંમાંયે
રણુંકી રહ્યો રે ગીત છંદ,
અંગડે અડાય એને, નયને લહાય એવો
પરગટ હુઓ રે ધૂળ-ગંધે.
અલખ મારો.

નજરુંનો ખેલ એણે રચ્યો ને જોનારથી જ્યાં
અળગો સંતાણો અણજાણ્યો,
જાણ રે ભેદુએ જોયો નિજમાં બીજામાં, જેણે
પોતે પોતાનો સંગ માણ્યો.
અલખ મારો.

-રાજેન્દ્ર શાહ

Total Views: 327

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.