ઝાડ પોતાના પાંદડાને પૂછે :
તને આંસુ આવે તો કોણ લૂછે?
પાન ઝીણકોક ખોંખારો ખાતું
સોયઝાટકી ટટાર થઇ જાતું
કહે : ‘હું ના કશાયથી દૂણાતું
મને વીંઝે તું એમ હું વીંઝાતું
મને ડૂમો ભરાય એવું શું છે?’
ઝાડ બોલ્યું : ‘તું ટપ્પ દઇ તૂટશે
મારા લીલા ખાબોચિયા, તું ખૂટશે
પાનખરને બે હાથ જ્યારે ફૂટશે
ત્યારે સગપણની ગાંઠ્યું આ છૂટશે
મારી વાચાનું પુંકેસર તું છે!’
Your Content Goes Here




