હિર, મને લીંટીએ લીંટીએ વાંચ

પત્ર લખું જે તને હું એમાં ઢોળું સઘળી વાણી

એમ રહું છું કાયામાં હું જેમ તેલ ને પાણી

તારા વિના એમ ફૂટું છું જેમ ફૂટે છે કાચ

મીરાં કે પ્રભુ હું તો કેવળ છું મખમલનો ઢગ

હું પથરાઈ જાઉં ત્યાં ત્યાં જ્યાં મૂકે તું પગ

હું ગંજાવર તડકા નીચે ભડભડ બળતું સાચ

Total Views: 342

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.